KuberaNowLogo
Saturday, 28/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અમદાવાદમાં ગુજરાત ગ્લોબલ એક્સેલન્સ કોન્ક્લેવનું આયોજન, રોકાણ અને સ્ટાર્ટઅપ્સ પર થશે ચર્ચા

અમદાવાદમાં નવમી ડિસેમ્બર, 2026ના રોજ 'ગુજરાત ગ્લોબલ એક્સેલન્સ કોન્ક્લેવ 2026'નું આયોજન થશે. આ કાર્યક્રમમાં ઉદ્યોગ, રોકાણ, સ્ટાર્ટઅપ્સ, નવીનતા અને વૈશ્વિક વેપાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

Kuberanow DeskPublished On : 28 Nov 2026
Gujarat Global Excellence Conclave
Gujarat Global Excellence ConclaveAI Image

Gujarat Global Excellence Conclave: ગુજરાતના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારો માટે અમદાવાદમાં એક મહત્ત્વનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આગામી આઠમી ડિસેમ્બર 2026ના રોજ અમદાવાદની હોટેલ હયાત રિજન્સી ખાતે 'ગુજરાત ગ્લોબલ એક્સેલન્સ કોન્ક્લેવ 2026'નું આયોજન કરાશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વૈશ્વિક મંચ પર ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા, નવીનતા, રોકાણ અને ટેકનોલોજી ક્ષેત્રની તાકાતને પ્રદર્શિત કરવાનો છે.


ઉદ્યોગ અને રોકાણ માટે એક મંચ

'ગુજરાત મીટ્સ ધ વર્લ્ડ' થીમ પર આધારિત આ કોન્ક્લેવમાં આંતરરાષ્ટ્રીય વેપાર, રોકાણ અને વૈશ્વિક ભાગીદારી માટે નવી તકો ઊભી કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. કાર્યક્રમમાં આયાત-નિકાસ, વેપાર વિનિમય, ટેકનોલોજી ટ્રાન્સફર, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ, યુવાનો અને મહિલા ઉદ્યોગસાહસિકતા જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહેશે. ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.


સ્ટાર્ટઅપ્સ અને યુવાનો માટે વિશેષ તક

આ કોન્ક્લેવમાં ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડવા પર ભાર મૂકવામાં આવશે. નવા ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક વેપારની તકો, ટેકનોલોજી અને નેટવર્કિંગ અંગે માર્ગદર્શન મળશે. વિશ્વભરના સ્ટાર્ટઅપ વ્યવસાયોના વિકાસ માટે તેમના દેશોમાં રહેલી તકો અંગે માહિતી આપવામાં આવશે. સાથે ગુજરાતમાં વ્યવસાય શરૂ કરવા અથવા વિસ્તારવા ઇચ્છતા રોકાણકારોને પણ ઉપયોગી જાણકારી મળશે.


વિકસિત ભારત 2047 પર ચર્ચા

કાર્યક્રમમાં શિક્ષણ, કૌશલ્ય અને વિકાસ માટે તૈયાર પ્રતિભા જેવા વિષયો પર ચર્ચા થશે. 'વિકસિત ભારત 2047 માટે શિક્ષણની પુનઃકલ્પના' અને ગુજરાતને વૈશ્વિક શિક્ષણ હબ બનાવવાના મુદ્દાઓને પણ સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત સ્માર્ટ સિટીઝ, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક, લોજિસ્ટિક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસ અંગે વિશેષ સત્રો યોજાશે.


ઉદ્યોગ જગતના અગ્રણીઓની ભાગીદારી

કાર્યક્રમમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ, પેનલ સભ્યો અને ઉદ્યોગ ક્ષેત્રના નિષ્ણાતો ભાગ લેશે.'નેક્સ્ટ જનરેશન મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ઇન્ડસ્ટ્રી' જેવા વિષયો પર ચર્ચા થશે. આયોજકોના જણાવ્યા પ્રમાણે, પ્રશ્નોત્તરી સત્ર દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોને નિષ્ણાતો સાથે સીધો સંવાદ કરવાની તક મળશે. કાર્યક્રમના અંતે ગુજરાતની વૈશ્વિક સ્પર્ધાત્મકતા અને આયાત-નિકાસની તકો અંગે ચર્ચા તથા નેટવર્કિંગ ડિનરનું આયોજન કરાશે.

આ પણ વાંચો: Vibrant Gujarat 2027: લોથલમાં ₹4,500 કરોડનો મેગા પ્રોજેક્ટ, વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ બનશે

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Onion Crops Gondal Marketing Yard

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક: 2 લાખથી વધુ કટ્ટા પહોંચતાં નવી આવક બંધ, જાણો ખેડૂતોને કેટલો મળ્યો ભાવ

Lothal Maritime Heritage Project

Vibrant Gujarat 2027: લોથલમાં ₹4,500 કરોડનો મેગા પ્રોજેક્ટ, વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ બનશે

Gujarat Saras Mela

ગુજરાતની ગ્રામીણ મહિલાઓ બની બિઝનેસવુમન, હસ્તકલાના જોરે કરોડો રૂપિયાનો વેપાર કર્યો

Shivrajpur beach

શિવરાજપુર બીચને ₹102 કરોડથી વધુની સુવિધાઓની ભેટ! પ્રવાસન સાથે સ્થાનિક રોજગારીને મળશે વેગ

 Indian Oil

વડોદરામાં પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ માટે IOC સજ્જ, ₹800 કરોડના રોકાણની તૈયારી

Ahmedabad to South india train

અમદાવાદથી દક્ષિણ ભારત માટે બે સ્પેશિયલ ટ્રેન! જાણો ટ્રેનનો રૂટ અને સમય

 Ahmedabad Parking

AMTS-BRTSના 12 ડેપોમાં ટૂંક સમયમાં શરૂ થશે પે એન્ડ પાર્ક, 5,530 વાહનો પાર્ક કરવાની મળશે સુવિધા

Ahmedabad Shopping Festival 3.0

Ahmedabad Shopping Festival 3.0: અમદાવાદમાં 25 ડિસેમ્બરથી જામશે શોપિંગનો મહોત્સવ