Gold Loanનું ગણિત બગડ્યું! સોનું 30% તૂટતાં બેન્કો અને NBFCની ચિંતા વધી, RBIની નજર ₹23 લાખ કરોડના બજાર પર
પાંચ વર્ષમાં ગોલ્ડ લોન બજાર પાંચ ગણું વધ્યું, સોનાના ભાવમાં આશરે 30% ઘટાડા વચ્ચે RBI ગોલ્ડ લોનના NPA, એસેટ ક્વોલિટી અને LTV પર નજર રાખી રહ્યું છે

ભારતની બેન્કિંગ નિયામનકાર ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ અંદાજે રૂ. 23 લાખ કરોડ (247 અબજ ડોલર)ના ગોલ્ડ લોન સેક્ટર પર તેનું નિરીક્ષણ વધાર્યું છે. સોનાના ભાવમાં આવેલા ઘટાડાના કારણે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા દેવાંના બદલામાં ગીરવે લાખેલા સોનાની કિંમત ઘટી રહી છે, તેનાથી લોનની સુરક્ષા અંગે જોખમ વધી ગયું છે. આ બાબતથી પરિચિત લોકો મુજબ RBIના નિરીક્ષણ અધિકારીઓએ ગોલ્ડ લોન સાથે સંકળાયેલા પ્રારંભિક તણાવના સંકેતો, એસેટ ક્વોલિટી અને જામીન પર રખાયેલા સોનાની સરખામણીમાં અપાયેલી લોનની રકમની સમીક્ષા કરી છે તેમ ઓળખ જાહેર નહીં કરવાની શરતે સૂત્રોએ જણાવ્યું.
બેન્ક અને નોન-બેન્કિંગ નાણાકીય કંપનીઓ (NBFC) સોનાની કિંમતના મહત્તમ 85 ટકા સુધી લોન આપી શકે છે. RBI આ નિર્ધારિત મર્યાદાનો ભંગ થયો છે કે નહીં તેની તપાસ કરી રહી છે. જોકે, હજુ સુધી આવી કોઈ ગડબડના પુરાવા મળ્યા નથી.
ગોલ્ડ લોન લેનારા ગ્રાહકો પર દબાણ વધ્યું
RBIનું આકરું નિરીક્ષણ એવા સમયે વધ્યું છે જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગોલ્ડ લોન આપનારી NBFC કંપનીઓએ દેવાદારો વચ્ચે નાણાકીય દબાણના સંકેત જોવા મળ્યા છે. આ સિવાય વ્યાજની ચૂકવણી પાછળથી કરવાની સુવિધા પર સ્ટે મૂકનારા સંશોધિત નિયમે પણ દેવું ચૂકવવામાં વિલંબની સમસ્યા વધારી છે. સોનના ભાવ જાન્યુઆરીના ઊંચા સ્તરથી અંદાજે 30 ટકા તૂટી ગયા છે. હાલના સપ્તાહોમાં આ ઘટાડો વધુ તિવ્ર થયો છે. તેનું મુખ્ય કારણ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરો અંગે આકરું વલણ અપનાવવાની આશા છે.
પાંચ વર્ષમાં પાંચ ગણું વધ્યું ગોલ્ડ લોન બજાર
સોનાના ભાવમાં વિક્રમી તેજીના કારણે ભારતમાં ગોલ્ડ લોન લેવાનું ચલણ ઝડપથી વધ્યું હતું. Motilal Oswal Financial Services Ltd.ના શુક્રવારના રિપોર્ટ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ભારતનો ગોલ્ડ લોન ઉદ્યોગ લગભગ પાંચ ગણો વધીને 23 લાખ કરોડ રૂપિયા (247 અબજ ડોલર) સુધી પહોંચી ગયો છે. આ બજારનો લગભગ 60 ટકા હિસ્સો હજુ પણ અસંગઠિત ક્ષેત્ર પાસે છે. સપ્ટેમ્બર સુધી ગોલ્ડ લોનનો હિસ્સો ભારતના કુલ બેન્ક ક્રેડિટમાં લગભગ 2.5 ટકા હતો. તેથી હાલ તેનાથી સંપૂર્ણ બેન્કિંગ સિસ્ટમ પર મોટા જોખમની આશંકા મર્યાદિત હોવાનું મનાય છે. જોકે, આ બાબત સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં દબાણ આગામી કેટલાક ક્વાર્ટર સુધી ચાલુ રહી શકે છે.
સોનાનો ભાવ ગગડતા બેન્કોનું જોખમ કેવી રીતે વધે?
સોનાનો ભાવ ઘટે ત્યારે ગીરવે મૂકાયેલા સોનાની બજાર કિંમતની સરખામણીમાં બાકી દેવું વધુ હોઈ શકે છે. આવી સ્થિતિમાં લેણદારો ગ્રાહકોને વધુ સોનું ગીરવે મુકવા અથવા દેવાંનો કેટલોક હિસ્સો ચૂકવવા માટે કહી શકે છે. સોનાના ભાવમાં લાંબા સમય સુધી ઘટાડો ચાલુ રહે તો ગ્રાહકો માટે દેવું ચૂકવવું મુશ્કેલ થઈ શકે છે. તેનાથી ડિફોલ્ટ અને બેન્કોને નુકસાનનું જોખમ વધી શકે છે. તેની અસર IIFL Finance Ltd. અને બજાજ ફાઈનાન્સ જેવી મોટી ગોલ્ડ લોન કંપનીઓ પર પડી શકે છે.
IIFL Finance અને બજાજ ફાઈનાન્સની ગોલ્ડ લોનમાં વધ્યો તણાવ
કંપનીઓના ત્રિમાસિક ક્વાર્ટર મુજબ ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં ચૂકવણી સંબંધિત તણાવના સંકેત વધ્યા છે. IIFL Financeની સપ્ટેમ્બરના અંત સુધીમાં ગોલ્ડ લોન પોર્ટફોલિયોમાં NPAની સરેરાશ વધીને 0.9 ટકા થઈ ગઈ, જે પાછલા ક્વાર્ટરમાં 0.6 ટકા હતી. બજાજ ફાઈનાન્સ દેશની સૌથી મોટી NBFC છે, ગોલ્ડ લોનમાં પેમેન્ટ સંબંધિત તણાવવાળા દેવાંની સરેરાશ વધીને 2.02 ટકા થઈ ગઈ, જે પાછલા ક્વાર્ટરમાં 1.87 ટકા હતી. બીજીબાજુ પિરામલ ફાઈનાન્સના સીઈઓ જયરામ શ્રીધરને કહ્યું હતં કે, ગોલ્ડ લોન હવે નાણાકીય ક્ષેત્રમાં ઉભરતા જોખમનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની રહી છે.
રોકાણકારો અને ગોલ્ડ લોન કંપનીઓ માટે શું છે સંકેત?
સોનાના ભાવમાં ઘટાડાની અસર માત્ર સોનાની ખરીદી અને વેચનારા સુધી મર્યાદિત રહી નથી. તેની સીધી અસર ગોલ્ડ લોન આપતી કંપનીઓની એસેટ ક્વોલિટી, NPA અને નફા પર પણ પડી શકે છે. RBIના વધતા નિરીક્ષણથી સ્પષ્ટ છે કે નિયામક આ ક્ષેત્રમાં દેવું અને ગિરવે મૂકાયેલા સોનાના મૂલ્ય વચ્ચે સંતલન પર નજર રાખી રહી છે. આગામી કેટલાક ક્વાર્ટરમાં સોનાના ભાવ અને દેવું ચૂકવવાની સ્થિતિ પર ગોલ્ડ લોન કંપનીઓનો દેખાવ નિર્ભર કરશે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Auto Sales: વાહન વેચાણમાં કોની સ્પીડ વધુ? Nuvamaને કોમર્શિયલ વાહનોમાં 11% વૃદ્ધિની આશા

ભારતીય વેપારીઓ માટે ખુલ્યા 70 ટ્રિલિયન ડોલરના વૈશ્વિક બજારના દરવાજા

MSME ઉદ્યોગો માટે લોનમર્યાદા ₹50 કરોડ કરવાની SBIની મોટી યોજના

આગામી 5 વર્ષમાં હોટેલ ઉદ્યોગનું બદલાશે ચિત્ર, 1.6 લાખથી વધુ નવા બ્રાન્ડેડ હોટેલ રૂમ ઉમેરાશે

FTAનો લાભ લેવા ભારત કેમ પાછળ? RBI ગવર્નરે ઉદ્યોગોને બતાવ્યો રસ્તો

Interest Rate Hike: હોમ લોન અને કાર લોન થશે મોંઘી? RBI 0.50% વ્યાજદર વધારે તેવી શક્યતા, જાણો શું છે નવો અંદાજ

અમેરિકાના 25% ટેરિફ પ્રસ્તાવ વચ્ચે ભારત-US ટ્રેડ ડીલ પર પિયુષ ગોયલનું મોટું નિવેદન





