KuberaNowLogo
Saturday, 28/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સ્ટીલ બજારમાં મંદીનો માર: ત્રણ મહિનામાં 20 ટકા સુધીની વધઘટ, જાન્યુઆરીથી ફરી તેજી આવશે?

ભારતના સ્ટીલ ઉદ્યોગમાં છેલ્લા એક વર્ષથી ભાવની ભારે વધઘટ જોવા મળી રહી છે. ઓક્ટોબર 2026માં પ્રતિ ટન ₹40,000 સુધી પહોંચેલા સ્ટીલ સ્ક્રેપના ભાવ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ₹35,300 થયા છે.

Kuberanow DeskPublished On : 28 Nov 2026
Steel Scrap Price
Steel Scrap PriceAI Image

Steel Scrap Price: ભારતનો સ્ટીલનો કારોબાર છેલ્લા એક વર્ષથી તબક્કાવાર તેજી અને મંદીના ચગડોળમાં ઘુમતો રહ્યો છે. ત્રણ મહિનામાં જ સ્ટીલના સ્ક્રેપના ભાવમાં 18થી 20 ટકાની વધઘટ જોવા મળી છે. હવે વર્ષ 2027ના પ્રારંભે કનસ્ટ્રક્શન ઉદ્યોગની માગ નીકળે તો સ્ટીલ ઉદ્યોગમાં નવેસરથી તેજી આવવાની આશા છે.


એક વર્ષમાં સ્ટીલ સ્ક્રેપના ભાવ ક્યાંથી ક્યાં પહોંચ્યા?

આંકડા જોઇએ તો નવેમ્બર-2025ના અંતે સ્ટીલ સ્ક્રેપનાં ટન દિઠ 3100 રૂપિયા હતા જે એપ્રિલ 2026માં 39000 રૂપિયા થઇ જુલાઇ 2026ના બીજા સપ્તાહમાં 33800 અને ઓક્ટોબરના બીજા સપ્તાહમાં 40000 રૂપિયા થઇ પાછા નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં 35300 રૂપિયાની સપાટી જોઈ આવ્યા છે. આવા સંજોગોમાં સ્ટીલના કરોબારીઓનું કાળજુ પણ સ્ટીલ જેવું કઠળ અને તેમની બેલેન્શીટ સ્ટીલ જેવી મજબુત હોવી જરૂરી છે. સ્ટીલના સ્ક્રેપમાંથી જ સ્ટીલ બિલેટ બને છે અને બિલેટ અને સ્ક્રેપ વચ્ચેના ભાવમાં 90 ટકા સુધીનું કો-રીલેશન (ભાવની વધઘટની સમાનતા) રહેતું હોય છે.


સ્ટીલના ભાવમાં મંદી આવવાનાં મુખ્ય કારણો

સ્ટીલના ભાવની હાલની મંદી અંગે બીગમીન્ટના જનરલ મેનેજર જયપ્રકાશ સાહુએ જણાવ્યું હતું કે, 'હવામાન, વૈશ્વિક બજારમાં ધાતુઓના ભાવમાં થયેલો ઘટાડો અને પ્રાયમરી તથા સેકન્ડરી સ્ટીલના ભાવમાં જોવા મળેલા મોટા તફાવતના કારણે છે. શિયાળામાં હવાનું પ્રદૂષણ અને ધુમ્મસ વધી જવાના કારણે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીના બાંધકામ અટકાવી દેવાય છે. દિલ્હી તેનું જીવંત ઉદાહરણ છે, વળી મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં પાણીની ખેંચના કારણે પણ બાંધકામ ધીમા પડ્યા હોવાના અહેવાલ છે. બાકી હોય તો હાલમાં ટાટા, જિન્દાલ, સેઇલ, તથા જેએસડબલ્યુ જેવી બ્રાન્ડનાં પ્રાયમરી સ્ટીલ અને નાની કંપનીઓના સેક્ન્ડરી સ્ટીલ વચ્ચે ભાવનો ટન દિઠ 800 રૂપિયા સુધીનો તફાવત થઇ ગયો છે.'


જાન્યુઆરીથી માર્ચમાં ફરી તેજી આવશે?

હવે સ્ટીલના ભાવ ફરી ઉપર આવશે એવું નિષ્ણાંતો માને છે કારણ કે શિયાળાના જાન્યુઆરીથી માર્ચ સુધીના સમયગાળામાં કન્સ્ટ્રક્શન ઉદ્યોગનો સૌથી પુરબહાર સિઝનનો સમય હોય છે.બજારમાં મોંઘવારી છે, સ્ટીલની નિયમિત માગ પણ છે તેથી માંગ અને પુરવઠાનું કોષ્ટક જળવાઇ રહે તેવી સંભાવના છે.


સ્ટીલના સ્ક્રેપમાં 35 ટકા હિસ્સા સાથે હેવી મેલ્ટીંગ સ્ટીલ (એચએમએસ) વિશ્વમાં સૌથી વધારે માન્યતા ધરાવે છે. આ ઉપરાંત 40 ટકા હિસ્સો લાઇટ મેલ્ટિંગ સ્ટીલ (એલએમએસ) નો હોય છે. પરંતુ તેમાં ક્વોલીટીની સમસ્યાઓ આવતી હોય છે. વર્ષ 2025માં વિશ્વમાં 185 કરોડ ટન ક્રુડ સ્ટીલનું ઉત્પાદન થયું હતું. વિશ્વમાં ઉત્પાદિત થયેલા કુલ સ્ટીલમાંથી 30 ટકા જેટલો હિસ્સો સ્ક્રેપમાંથી ઉત્પાદિત થયો હતો. નાણાકિય વર્ષ 2025-26 માં ભારતમાં 410 લાખ ટન ફેરસ સ્ક્રેપનો ઉપયોગ થયો હતો. જે અગાઉના વર્ષ કરતા 17 ટકાનો વધારો દર્શાવે છે. આ ઉપરાંત જાન્યુઆરીથી ઓક્ટોબર 2026ના 10 મહિનાનાં ગાળામાં વપરાશમાં 19 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: Crude Oilમાં ફરી ભડકો! 3 સપ્તાહની મંદી અટકી, શું હવે $100 પાર જશે?

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

SEBI Pre IPO.png

IPO પહેલાં શેર ખરીદવા-વેચવા મળશે? SEBIની નવી તૈયારી, લાવશે અલગ Pre-IPO એક્સચેન્જ

FII Nov.png

FII Returns: વિદેશી રોકાણકારોની ધમાકેદાર વાપસી, નવેમ્બરમાં ₹1.29 લાખ કરોડ ઠાલવ્યા

Indian stock

રોકડી કરવી છે, અઠવાડિયા માટે આ દસ શેરો લઈ લો

Bosch Bonus Share

રોકાણકારોને બોનસ શેરની ભેટ: આ કંપનીએ જાહેર કરી રેકોર્ડ તારીખ, જાણો સંપૂર્ણ માહિતી

Sebi

SEBIની ઇશ્યૂ લાવવાની તૈયારી કરતી કંપનીઓ માટે પ્રી-આઇપીઓ એક્સચેન્જની વિચારણા: તુહિન કાંત પાંડે

5 Stocks Rally Up to 3,677% From 52-Week Low Levels

Multibagger Stocks: 52-વીક લો થી 3,677% ઉછળ્યા આ 5 શેરો, આ અઠવાડિયે પણ 41% સુધીની તેજી

JPMorgan Sees Nifty Reaching 29,000 by December 2027

શેરબજારમાં આવશે તેજીનું તોફાન! ડિસેમ્બર 2027 સુધીમાં Nifty 29,000 પાર પહોંચવાનો JPMorgan નો અંદાજ

BSE Share Price

એક વર્ષમાં 50%થી વધુ વળતર આપનાર શેર ફરી ચર્ચામાં, HDFC Securitiesએ વધાર્યો ટાર્ગેટ