KuberaNowLogo
Sunday, 29/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

FII Returns: વિદેશી રોકાણકારોની ધમાકેદાર વાપસી, નવેમ્બરમાં ₹1.29 લાખ કરોડ ઠાલવ્યા

સતત 19 ટ્રેડિંગ સેશનથી ખરીદી, માત્ર 23થી 27 નવેમ્બર દરમિયાન ₹17,630 કરોડનું રોકાણ, FIIsની ખરીદી વચ્ચે એક મહિનામાં સેન્સેક્સ 13.78% અને નિફ્ટી 12.81% ઉછળ્યા

Kuberanow DeskPublished On : 28 Nov 2026
FII Nov.png
AI Image

ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)ની જોરદાર વાપસી જોવા મળી રહી છે. લાંબા સમય બાદ વિદેશી રોકાણકારો ભારતીય શેરોમાં મોટાપાયે નાણાં રોકી રહ્યા છે. સ્ટોક એક્સચેન્જના પ્રોવિઝનલ ડેટા અનુસાર, નવેમ્બર મહિનામાં FIIsએ અત્યાર સુધીમાં ₹1.29 લાખ કરોડથી વધુનું ચોખ્ખું રોકાણ કર્યું છે. 23થી 27 નવેમ્બર દરમિયાન જ FIIsએ ભારતીય શેરબજારમાં ₹17,630 કરોડની ખરીદી કરી હતી. ખાસ વાત એ છે કે 27 નવેમ્બરે સતત 19મા ટ્રેડિંગ સેશનમાં વિદેશી રોકાણકારોએ શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. આ દિવસે તેમની નેટ ખરીદી ₹1,634 કરોડ રહી હતી.


એક મહિનામાં સેન્સેક્સ 13.78% અને નિફ્ટી 12.81% વધ્યા

વિદેશી રોકાણકારોની સતત ખરીદીની અસર શેરબજારના મુખ્ય સૂચકાંકો પર જોવા મળી છે. છેલ્લા એક મહિનામાં સેન્સેક્સમાં 13.78% અને નિફ્ટીમાં 12.81%નો વધારો નોંધાયો છે. નવેમ્બર મહિનાનો છેલ્લો ટ્રેડિંગ દિવસ 30 નવેમ્બર હોવાથી FIIsની ખરીદી ચાલુ રહેવાની શક્યતા છે. જો ખરીદીનો આ ટ્રેન્ડ જળવાઈ રહેશે તો નવેમ્બરમાં વિદેશી રોકાણનો આંકડો રૂ. 1,29,579 કરોડથી હજુ વધી શકે છે.


DIIsએ પણ બજારમાં ₹6,333 કરોડ ઠાલવ્યા

નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં વિદેશી રોકાણકારોની સારી ખરીદી છતાં નિફ્ટી અને સેન્સેક્સનો દેખાવ નબળો રહ્યો. તેનું કારણ સાથે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (DIIs)ની વેચવાલી છે. FIIની ખરીદી વચ્ચે DIIએ નવેમ્બરમાં નફાકારક વેચવાલી કરી છે. જોકે, આ સપ્તાહે તેમણે શુદ્ધરૂપે કુલ રૂ. 6,332.90 કરોડની ખરીદી કરી છે. 23થી 27 નવેમ્બર દરમિયાન DIIsની કુલ ખરીદી ₹80,502.09 કરોડ રહી હતી, જ્યારે વેચવાલી ₹74,169.19 કરોડની હતી.


FII Nov Info.png


શુક્રવારે સેન્સેક્સ 989 પોઈન્ટ ગગડ્યો

FIIsની મજબૂત ખરીદી છતાં 27 નવેમ્બરના રોજ ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં 1%થી વધુનો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 989 પોઈન્ટ અથવા 1.17% ઘટીને 83,339 પર બંધ થયો હતો. નિફ્ટી 277 પોઈન્ટ અથવા 1.07% ઘટીને 25,607 પર બંધ થયો હતો. બેન્ક નિફ્ટીમાં 0.78%નો ઘટાડો નોંધાયો હતો. જોકે, મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ રહ્યા હતા. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં પણ સારી તેજી જોવા મળી હતી.


ભારતીય શેરબજાર તરફ FIIs કેમ આકર્ષાયા?

માર્કેટ એક્સપર્ટ્સના મતે, ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની વધતી રુચિ પાછળ અનેક કારણો છે.

AI ટ્રેડમાં બદલાવ : AI સંબંધિત શેરોમાં રોકાણના ટ્રેન્ડમાં આવેલા ફેરફારને કારણે ભારતીય બજાર તરફ ફરી આકર્ષણ વધ્યું છે.

વેલ્યુએશનમાં ઘટાડો : છેલ્લા બે વર્ષમાં થયેલા ઘટાડા બાદ ભારતીય શેરબજારનું વેલ્યુએશન વધુ આકર્ષક બન્યું છે. ખાસ કરીને લાર્જકેપ શેરોના વેલ્યુએશનમાં ઘટાડો થયો છે.

કંપનીઓનાં મજબૂત પરિણામો : સપ્ટેમ્બર ક્વાર્ટરમાં મોટાભાગની કંપનીઓની કમાણીમાં બજારની અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ નોંધાઈ છે.


શું નિફ્ટી અને સેન્સેક્સ નવી ઊંચાઈ બનાવશે?

માર્કેટ એક્સપર્ટ્સને આશા છે કે FIIsની સતત ખરીદી અને કંપનીઓનાં મજબૂત પરિણામોના આધારે નિફ્ટી અને સેન્સેક્સ આગામી સમયમાં નવી ઊંચાઈ તરફ આગળ વધી શકે છે. જોકે, વૈશ્વિક બજારોની સ્થિતિ, અમેરિકાની આર્થિક નીતિઓ, વિદેશી રોકાણકારોની ખરીદી અને પ્રોફિટ બુકિંગ જેવા પરિબળો ભારતીય શેરબજારની દિશા નક્કી કરશે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Steel Scrap Price

સ્ટીલ બજારમાં મંદીનો માર: ત્રણ મહિનામાં 20 ટકા સુધીની વધઘટ, જાન્યુઆરીથી ફરી તેજી આવશે?

SEBI Pre IPO.png

IPO પહેલાં શેર ખરીદવા-વેચવા મળશે? SEBIની નવી તૈયારી, લાવશે અલગ Pre-IPO એક્સચેન્જ

Indian stock

રોકડી કરવી છે, અઠવાડિયા માટે આ દસ શેરો લઈ લો

Bosch Bonus Share

રોકાણકારોને બોનસ શેરની ભેટ: આ કંપનીએ જાહેર કરી રેકોર્ડ તારીખ, જાણો સંપૂર્ણ માહિતી

Sebi

SEBIની ઇશ્યૂ લાવવાની તૈયારી કરતી કંપનીઓ માટે પ્રી-આઇપીઓ એક્સચેન્જની વિચારણા: તુહિન કાંત પાંડે

5 Stocks Rally Up to 3,677% From 52-Week Low Levels

Multibagger Stocks: 52-વીક લો થી 3,677% ઉછળ્યા આ 5 શેરો, આ અઠવાડિયે પણ 41% સુધીની તેજી

JPMorgan Sees Nifty Reaching 29,000 by December 2027

શેરબજારમાં આવશે તેજીનું તોફાન! ડિસેમ્બર 2027 સુધીમાં Nifty 29,000 પાર પહોંચવાનો JPMorgan નો અંદાજ

BSE Share Price

એક વર્ષમાં 50%થી વધુ વળતર આપનાર શેર ફરી ચર્ચામાં, HDFC Securitiesએ વધાર્યો ટાર્ગેટ