KuberaNowLogo
Sunday, 29/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

રોકાણકારોને બોનસ શેરની ભેટ: આ કંપનીએ જાહેર કરી રેકોર્ડ તારીખ, જાણો સંપૂર્ણ માહિતી

ઓટો કમ્પોનન્ટ્સ અને ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની Bosch Limitedએ પોતાના શેરધારકો માટે બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. કંપનીએ બંને કોર્પોરેટ એક્શન માટે 23મી ડિસેમ્બર, 2026ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે.

Kuberanow DeskPublished On : 28 Nov 2026
Bosch Bonus Share
Bosch Bonus ShareAI Image

Bosch Bonus Share: શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે Bosch Limitedએ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. કંપનીએ શેરધારકોને 3:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની અને શેરનું વિભાજન કરવાની યોજના બનાવી છે. આ બંને કોર્પોરેટ એક્શન માટે 23મી ડિસેમ્બર, 2026ની રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે બંને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રોકાણકાર પાસે રહેલો એક જૂનો શેર કુલ 20 શેરમાં બદલાઈ જશે. જોકે, કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ યોજનાને હજુ શેરધારકોની મંજૂરી મળવાની બાકી છે.


એક શેરના 20 શેર કેવી રીતે થશે?

Boschએ 1:5ના સ્ટોક સ્પ્લિટની યોજના બનાવી છે. તેના હેઠળ 10 રૂપિયની ફેસ વેલ્યૂ ધરાવતો એક શેર 2 રૂપિયાની ફેસ વેલ્યૂના પાંચ શેરમાં વહેંચાશે. ત્યારબાદ કંપની દરેક 2 રૂપિયાના એક શેર સામે ત્રણ નવા બોનસ શેર આપશે. એટલે સ્ટોક સ્પ્લિટ બાદ મળેલા પાંચ શેર પર કુલ 15 બોનસ શેર મળશે. આમ, જૂના એક શેર સામે રોકાણકાર પાસે કુલ 20 શેર થઈ જશે.


બોનસ શેર માટે રેકોર્ડ ડેટ કઈ છે?

Boschએ 23મી ડિસેમ્બર, 2026ને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. કંપની આ તારીખના આધારે પાત્ર શેરધારકોની ઓળખ કરશે. શેર ખરીદવા ઇચ્છતા રોકાણકારોએ 22મી ડિસેમ્બર સુધીમાં ખરીદી પૂર્ણ કરવાની રહેશે, જેથી સામાન્ય સેટલમેન્ટ નિયમો મુજબ તેઓ પાત્ર બની શકે.બોનસ શેરની ફાળવણી 24મી ડિસેમ્બરે થવાની છે, જ્યારે નવા બોનસ શેરનું ટ્રેડિંગ 28મી ડિસેમ્બરથી શરૂ થવાનું નક્કી કરવામાં આવ્યું છે.


શેરધારકોની મંજૂરી હજુ બાકી

Boschના બોર્ડે છઠ્ઠી નવેમ્બર, 2026ના રોજ બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટની યોજનાને મંજૂરી આપી હતી. હવે કંપનીએ પોસ્ટલ બેલેટ દ્વારા શેરધારકોની મંજૂરી મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ મતદાન 17મી ડિસેમ્બર, 2026ના રોજ સાંજે 5 વાગ્યે પૂર્ણ થશે. એટલે કંપનીની જાહેરાતને અંતિમ મંજૂરી મળી ગઈ છે એવું માનવું યોગ્ય નથી.


કંપનીની કમાણી કેવી રહી?

નાણાકીય વર્ષ 2026-27ના જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં Boschનો સ્ટેન્ડઅલોન રેવન્યુ 6,164.10 કરોડ રૂપિયા રહ્યો હતો. કંપનીએ 674.60 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જ્યારે પ્રતિ શેર કમાણી (EPS) 228.72 રૂપિયા રહી હતી. સમગ્ર નાણાકીય વર્ષ 2025-26માં કંપનીનો સ્ટેન્ડઅલોન રેવન્યુ 20,034.70 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 2,770.30 કરોડ રૂપિયા રહ્યો હતો.

આ પણ વાંચો: ₹1.27 લાખ કરોડના મેગા પ્રોજેક્ટને મંજૂરી, આંધ્રપ્રદેશમાં બનશે નવી રિફાઇનરી, શેરમાં 19%ના ઘટાડા વચ્ચે કંપનીની જાહેરાત

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Steel Scrap Price

સ્ટીલ બજારમાં મંદીનો માર: ત્રણ મહિનામાં 20 ટકા સુધીની વધઘટ, જાન્યુઆરીથી ફરી તેજી આવશે?

SEBI Pre IPO.png

IPO પહેલાં શેર ખરીદવા-વેચવા મળશે? SEBIની નવી તૈયારી, લાવશે અલગ Pre-IPO એક્સચેન્જ

FII Nov.png

FII Returns: વિદેશી રોકાણકારોની ધમાકેદાર વાપસી, નવેમ્બરમાં ₹1.29 લાખ કરોડ ઠાલવ્યા

Indian stock

રોકડી કરવી છે, અઠવાડિયા માટે આ દસ શેરો લઈ લો

Sebi

SEBIની ઇશ્યૂ લાવવાની તૈયારી કરતી કંપનીઓ માટે પ્રી-આઇપીઓ એક્સચેન્જની વિચારણા: તુહિન કાંત પાંડે

5 Stocks Rally Up to 3,677% From 52-Week Low Levels

Multibagger Stocks: 52-વીક લો થી 3,677% ઉછળ્યા આ 5 શેરો, આ અઠવાડિયે પણ 41% સુધીની તેજી

JPMorgan Sees Nifty Reaching 29,000 by December 2027

શેરબજારમાં આવશે તેજીનું તોફાન! ડિસેમ્બર 2027 સુધીમાં Nifty 29,000 પાર પહોંચવાનો JPMorgan નો અંદાજ

BSE Share Price

એક વર્ષમાં 50%થી વધુ વળતર આપનાર શેર ફરી ચર્ચામાં, HDFC Securitiesએ વધાર્યો ટાર્ગેટ