SME Finance Summit 2026: મુંબઈમાં આજે SME ફાઇનાન્સ સમિટ, RBI ગવર્નર સંજય મલ્હોત્રા સહિત બેન્કિંગ ક્ષેત્રના દિગ્ગજો કરશે ચર્ચા
ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગો (SME) તથા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે આજે, 27 નવેમ્બર 2026ના રોજ મુંબઈમાં SME Finance & Investment Summit 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં RBI ગવર્નર સંજય મલ્હોત્રા મુખ્ય અતિથિ તરીકે જોડાવાના છે. SBI, Bank of Baroda, SIDBI, NSE સહિત નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ SME ફાઇનાન્સિંગ, રોકાણ, નિકાસ અને વ્યવસાયિક વિસ્તરણની તકો અંગે ચર્ચા કરશે.

SME Finance Summit 2026: ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગોને નાણાકીય સહાય, રોકાણ અને નવા બજારો સુધી પહોંચવામાં મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે આજે મુંબઈમાં SME Finance & Investment Summit 2026 યોજાઈ રહી છે. SME Chamber of India અને Manufacturers Exporters Association of India (MEAI) દ્વારા આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની મુખ્ય થીમ Empowering SME & Manufacturing Sectors to Achieve Viksit Bharat રાખવામાં આવી છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રા મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમને સંબોધવાના છે. આ સમિટમાં બેન્કિંગ, મેન્યુફેક્ચરિંગ, એક્સપોર્ટ અને રોકાણ ક્ષેત્રના નિષ્ણાતો એક મંચ પર આવશે.
મુંબઈના BKCમાં SME સમિટનું આયોજન
SME Finance & Investment Summit 2026નું આયોજન મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત Hotel Sofitelમાં કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાવાનો છે. સમિટમાં ઉદ્યોગસાહસિકો, ઉત્પાદકો, નિકાસકારો, બેન્કર્સ અને નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ કાર્યક્રમમાં SME અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના વિકાસ માટે નાણાકીય સહાય, વ્યવસાયિક ભાગીદારી અને રોકાણની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
RBI ગવર્નર સંજય મલ્હોત્રા મુખ્ય અતિથિ
સમિટમાં ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રા મુખ્ય અતિથિ તરીકે જોડાવાના છે. આયોજકોના કાર્યક્રમ મુજબ, તેઓ સવારે 10:50થી 11:30 વાગ્યા દરમિયાન SME અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વિકસિત ભારતના લક્ષ્ય સાથે જોડતા વિષય પર સંબોધન કરશે. ત્યારબાદ RBI ગવર્નર સાથે ઇન્ટરેક્ટિવ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
SBI અને Bank of Barodaના વરિષ્ઠ અધિકારીઓ જોડાશે
SME ક્ષેત્ર માટે બેન્કિંગ અને ધિરાણની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાથી વિવિધ બેન્કોના વરિષ્ઠ અધિકારીઓ પણ સમિટમાં ભાગ લેશે. તેમાં SBIના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર રાજેશ કુમાર અને Bank of Barodaના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લાલ સિંહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત SME Chamber of Indiaના સ્થાપક અને પ્રમુખ ચંદ્રકાંત સાલુંખે સમિટની થીમ અને ઉદ્યોગોના વિકાસ અંગે પોતાના વિચારો રજૂ કરશે.
સમિટમાં અન્ય કયા નિષ્ણાતો જોડાશે?
સમિટમાં બેન્કિંગ, નિકાસ, રોકાણ અને કેપિટલ માર્કેટ ક્ષેત્રના દિગ્ગજ નિષ્ણાતોની ભાગીદારી રહેશે.
- સંજય મલ્હોત્રા – ગવર્નર, RBI
- રાજેશ કુમાર – ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર, SBI
- લાલ સિંહ – એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, બેંક ઓફ બરોડા
- ચંદ્રકાંત સાલુંખે – ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ, SME ચેમ્બર ઓફ ઇન્ડિયા
- સેમ્યુઅલ જોસેફ – ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર, NaBFID
- સૃષ્ટિરાજ અંબષ્ઠા – ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ECGC
- બિક્રમજિત સેન – ચીફ ઓપરેટિંગ ઓફિસર, SuFin
- મોનુ જૈન – પાર્ટનર, Aavishkaar Capital
- રવિન્દ્રન લક્ષ્મણન – CGM અને ચીફ બિઝનેસ ઓફિસર, SIDBI
- અભય બજાજ – સિનિયર મેનેજર, SME લિસ્ટિંગ, NSE
- સુજય મલ્લિક – CGM, રિટેલ એસેટ્સ અને MSME, ઇન્ડિયન બેંક
- યોગિતા હટંગડી – જનરલ મેનેજર અને MSME ગ્રુપના હેડ, EXIM બેંક
SME માટે સરળ ફાઇનાન્સિંગ પર ચર્ચા
સમિટમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને સરળતાથી ધિરાણ કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય તેના પર ચર્ચા થશે. ખાસ કરીને કોલેટરલ ફ્રી ફાઇનાન્સિંગ, સપ્લાય ચેઇન ફાઇનાન્સિંગ અને TReDS જેવા પ્લેટફોર્મ દ્વારા ઉદ્યોગોની વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવા અંગે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત SME કંપનીઓને બેન્કિંગ સિવાયના મૂડીના વિકલ્પો વિશે માહિતી આપવાનો પણ હેતુ છે.
શેરબજાર અને કેપિટલ માર્કેટમાંથી મૂડી એકત્ર કરવાની તકો
સમિટમાં SME કંપનીઓ માટે શેરબજાર અને કેપિટલ માર્કેટ દ્વારા મૂડી એકત્ર કરવાની તકો પણ ચર્ચાનો મહત્વપૂર્ણ વિષય રહેશે. નાના અને મધ્યમ ઉદ્યોગો પોતાના વ્યવસાયના વિસ્તરણ માટે ઇક્વિટી ફાઇનાન્સિંગ, પ્રાઇવેટ ઇક્વિટી અને અન્ય રોકાણ વિકલ્પો કેવી રીતે ઉપયોગમાં લઈ શકે તેના પર નિષ્ણાતો ચર્ચા કરશે. NSEના SME લિસ્ટિંગ ક્ષેત્રના પ્રતિનિધિની ભાગીદારીને કારણે SME કંપનીઓ માટે કેપિટલ માર્કેટ સંબંધિત તકો પણ ચર્ચામાં રહેશે.
મેન્યુફેક્ચરિંગ અને નિકાસ ક્ષેત્ર પર વિશેષ ફોકસ
સમિટમાં ભારતીય મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા અંગે પણ ચર્ચા થવાની છે. આ માટે નવી ટેક્નોલોજી, ઇનોવેશન, આધુનિક ઉત્પાદન પદ્ધતિઓ અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે ભાગીદારી જેવા વિષયો પર ધ્યાન આપવામાં આવશે. નિકાસકારો માટે નવા વૈશ્વિક બજારો, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના લાભ, Joint Ventures અને Technology Transfer જેવી તકો અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
SME Finance & Investment Summit 2026ની વિગતો

SME ક્ષેત્ર માટે આ સમિટ કેમ મહત્વપૂર્ણ?
ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ધિરાણ, નવી ટેક્નોલોજી, વ્યવસાયિક ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચ મહત્વપૂર્ણ બાબતો છે. આ સમિટ દ્વારા ઉદ્યોગસાહસિકો અને નાણાકીય સંસ્થાઓ વચ્ચે સીધો સંવાદ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સાથે જ SME કંપનીઓને વ્યવસાયિક વિસ્તરણ, રોકાણ અને નિકાસની નવી તકો અંગે માહિતી મેળવવા માટે એક પ્લેટફોર્મ ઉપલબ્ધ થશે. સમિટમાં થનારી ચર્ચાઓથી SME અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના વિકાસ માટે નવી વ્યૂહરચનાઓ અંગે વિચારો સામે આવી શકે છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

FTAનો લાભ લેવા ભારત કેમ પાછળ? RBI ગવર્નરે ઉદ્યોગોને બતાવ્યો રસ્તો

Interest Rate Hike: હોમ લોન અને કાર લોન થશે મોંઘી? RBI 0.50% વ્યાજદર વધારે તેવી શક્યતા, જાણો શું છે નવો અંદાજ

અમેરિકાના 25% ટેરિફ પ્રસ્તાવ વચ્ચે ભારત-US ટ્રેડ ડીલ પર પિયુષ ગોયલનું મોટું નિવેદન

ડિજિટલ ઈન્ડિયાનો જાદુ ! ડિજિટલ પેમેન્ટમાં UPIનો દબદબો, ક્રેડિટ કાર્ડ ખર્ચ, ATMમાંથી રોકડ ઉપાડ જોજનો પાછળ

ભારતની પેમેન્ટ આદત બદલાઈ : ઈતિહાસમાં પહેલી વખત ATM કેશને પછાડતું ક્રેડિટ કાર્ડ

હવાઈ મુસાફરીની સેવાઓમાં મોંઘવારીનું ટેકઓફ! ભાવવધારો 35.52%, ટેલિકોમ ક્ષેત્ર સ્થિર

બેન્કોની તિજોરીમાં રોકડની તંગી! પાંચ મહિના બાદ ખાધ, RBIનો ₹1 લાખ કરોડનો ટેકો




