AMTS-BRTSના 12 ડેપોમાં ટૂંક સમયમાં શરૂ થશે પે એન્ડ પાર્ક, 5,530 વાહનો પાર્ક કરવાની મળશે સુવિધા
અમદાવાદમાં વાહન પાર્કિંગની સમસ્યા હળવી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTSના 12 ડેપોમાં પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. કુલ 5,530 વાહનો પાર્ક કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરાશે. આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશને ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે.

Ahmedabad Parking: અમદાવાદમાં વાહનચાલકોને પાર્કિંગની સમસ્યામાંથી રાહત આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા AMTS અને BRTSના 12 ડેપોમાં ટૂંક સમયમાં પે એન્ડ પાર્કની સુવિધા શરૂ કરવામાં આવશે. આ ડેપોમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિત કુલ 5,530 વાહનો પાર્ક કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી મળશે સુવિધા
નાગરિકો સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી નિર્ધારિત ચાર્જ ચૂકવીને આ ડેપોમાં પોતાના વાહનો પાર્ક કરી શકશે. પાર્કિંગના સંચાલન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. નિયત સમય સિવાય પાર્કિંગ પ્લોટમાં વાહન હશે તો કોન્ટ્રાક્ટર પાસેથી પ્રતિ વાહન પ્રતિ કલાક ₹100નો દંડ વસૂલવામાં આવશે.
કયા ડેપોમાં કેટલા વાહનો પાર્ક કરી શકાશે?

વાહનચાલકોને મળશે પાર્કિંગની સમસ્યામાંથી રાહત
વસ્ત્રાલ, મેમકો, નારણપુરા, ઓઢવ, મેમનગર અને રાણીપ સહિતના વિસ્તારોમાં પાર્કિંગની નવી સુવિધા ઉપલબ્ધ થવાથી સ્થાનિક નાગરિકોને ફાયદો થઈ શકે છે. આ વ્યવસ્થાથી રસ્તા પર થતા અનધિકૃત પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.
પ્રવાસીઓ અને વેપારીઓને ફાયદો
ખાસ કરીને નારણપુરા, વાડજ, સાબરમતી, રાણીપ, મેમનગર (હેલ્મેટ સર્કલ), વસ્ત્રાલ અને ઓઢવ જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં ઓફિસ જતા કર્મચારીઓ, વેપારીઓ અને BRTS-AMTS માં મુસાફરી કરતા મુસાફરો (Park & Ride સુવિધા માટે) ને આનાથી મોટી રાહત મળશે.
આ પણ વાંચો : X પર આવ્યું નવું ફીચર, હવે 18 મહિના અગાઉથી પોસ્ટ કરી શકાશે શેડ્યૂલ
આ પણ જુઓ:
Also Read

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક: 2 લાખથી વધુ કટ્ટા પહોંચતાં નવી આવક બંધ, જાણો ખેડૂતોને કેટલો મળ્યો ભાવ

અમદાવાદમાં ગુજરાત ગ્લોબલ એક્સેલન્સ કોન્ક્લેવનું આયોજન, રોકાણ અને સ્ટાર્ટઅપ્સ પર થશે ચર્ચા

Vibrant Gujarat 2027: લોથલમાં ₹4,500 કરોડનો મેગા પ્રોજેક્ટ, વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ બનશે

ગુજરાતની ગ્રામીણ મહિલાઓ બની બિઝનેસવુમન, હસ્તકલાના જોરે કરોડો રૂપિયાનો વેપાર કર્યો

શિવરાજપુર બીચને ₹102 કરોડથી વધુની સુવિધાઓની ભેટ! પ્રવાસન સાથે સ્થાનિક રોજગારીને મળશે વેગ

વડોદરામાં પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ માટે IOC સજ્જ, ₹800 કરોડના રોકાણની તૈયારી

અમદાવાદથી દક્ષિણ ભારત માટે બે સ્પેશિયલ ટ્રેન! જાણો ટ્રેનનો રૂટ અને સમય





