KuberaNowLogo
Sunday, 29/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

શિવરાજપુર બીચને ₹102 કરોડથી વધુની સુવિધાઓની ભેટ! પ્રવાસન સાથે સ્થાનિક રોજગારીને મળશે વેગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિવરાજપુર બ્લૂ ફ્લેગ બીચ ખાતે ₹102 કરોડથી વધુના ખર્ચે વિકસિત પ્રવાસન-યાત્રી સુવિધાઓનું લોકાર્પણ કર્યું. ફેઇઝ-1માં ₹23.43 કરોડ અને ફેઇઝ-2માં ₹78.85 કરોડની સુવિધાઓ વિકસાવવામાં આવી છે. આ વિકાસથી સ્થાનિક રોજગારી અને પ્રવાસન આધારિત અર્થતંત્રને વેગ મળવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો છે.

Kuberanow DeskPublished On : 28 Nov 2026
Shivrajpur beach
Shivrajpur Beach

Shivrajpur Beach: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મનોહર અને શાંત દરિયા કિનારે સ્થિત બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે પ્રવાસન વિભાગ દ્વારા અંદાજિત 102 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલી પ્રવાસન-યાત્રી સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. પર્યટન, પ્રવાસન અને સલામતીને ધ્યાને રાખીને બ્લ્યૂ ફલેગના વૈશ્વિક ધોરણો અન્વયે શિવરાજપુર બીચને પ્રવાસન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે.


Blue Flag Beach

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિવરાજપુર બીચ ખાતે અંદાજે ₹23.43 કરોડના ખર્ચે જે પ્રવાસન-યાત્રી સુવિધાઓનું લોકાર્પણ કર્યુ છે તેમાં ફેઇઝ-1 અંતર્ગત અરાઈવલ પ્લાઝા, સ્નોર્ક્લિંગ પ્લાજા,  સાઇકલ ટ્રેક, પ્રોમોનેડ, લોકર રૂમ, પાથ-વે, સાઈનેજીસ , પીવાના પાણીની સુવિધા, પાર્કિંગ, ટોઇલેટ બ્લોક,ચેંજિંગ રૂમ, ઇલેક્ટ્રિક વર્ક, અન્ડર ગ્રાઉન્ડ ટેંક,સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ અંદાજે ₹78.85  કરોડના ખર્ચે ફેઇઝ- 2 અંતર્ગત ઈવેન્ટ ગ્રાઉંડ, એમ્ફીથીયેટર, ફોર્ટ રિસ્ટોરેશન, બોર્ડ વોક, લાઈફ ગાર્ડ ટાવર, જુદા-જુદા ડેક, બીચ લાઈટીંગ, શૌચાલય, ચેન્ઝીગ રૂમ, શાવર રૂમ, કિયોસ્ક, રેસ્ટોરન્ટ, કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગ, ઈરીગેશન વર્ક, હોર્ટિકલ્ચર વર્ક , ચિલ્ડ્રન પ્લે એરિયા, સહિતની પ્રવાસન લક્ષી સુવિધાઓના વિકાસનો સમાવેશ થાય છે.


Blue Flag Beach at dwarka

 

ગુજરાતમાં ટુરિઝમ દ્વારા સર્વિસ સેક્ટરનું મહત્વ વધ્યું છે ત્યારે શિવરાજપુર બીચ દ્વારા રોજગારીની નવિન તકો ઉત્પન્ન થશે, સ્થાનિક યુવાનોને અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રોજગાર પ્રાપ્ત થશે. એટલુ જ નહિ, પ્રવાસન સેક્ટર દ્વારા સંપૂર્ણ ઈકોનોમી સાયકલને વેગ મળશે અને વડાપ્રધાને આપેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટના મંત્ર સાથે પ્રવાસન દ્વારા રાજ્યની ઈકોનોમીને બુસ્ટ મળશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારકાધિશ મંદિરમાં પૂજા - અર્ચના કર્યા બાદ શિવરાજપૂર બીચ ખાતે પ્રવાસનલક્ષી સુવિધાઓનું લોકાર્પણ કરવા પહોંચ્યા હતા.

 

Shivrajpur Beach-Gujarat Tourism


આ વેળાએ સાંસદ, ધારાસભ્ય, અધિકારીઓ, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવાસન સચિવ અને અધિકારીઓ દ્વારા શિવરાજપુર બીચ ખાતે વિકસિત કરાયેલ પ્રવાસનલક્ષી સુવિધાઓ વિશે મુખ્યમંત્રીને વિસ્તૃત જાણકારી પૂરી પડવામાં આવી હતી.


આ પણ વાંચો: લક્ઝરી છોડીને ગામડાં-જંગલ તરફ દોડ્યા પ્રવાસીઓ; શું છે ‘રિવર્સ વેકેશન’ ટ્રેન્ડ?


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Onion Crops Gondal Marketing Yard

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક: 2 લાખથી વધુ કટ્ટા પહોંચતાં નવી આવક બંધ, જાણો ખેડૂતોને કેટલો મળ્યો ભાવ

Gujarat Global Excellence Conclave

અમદાવાદમાં ગુજરાત ગ્લોબલ એક્સેલન્સ કોન્ક્લેવનું આયોજન, રોકાણ અને સ્ટાર્ટઅપ્સ પર થશે ચર્ચા

Lothal Maritime Heritage Project

Vibrant Gujarat 2027: લોથલમાં ₹4,500 કરોડનો મેગા પ્રોજેક્ટ, વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ બનશે

Gujarat Saras Mela

ગુજરાતની ગ્રામીણ મહિલાઓ બની બિઝનેસવુમન, હસ્તકલાના જોરે કરોડો રૂપિયાનો વેપાર કર્યો

 Indian Oil

વડોદરામાં પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ માટે IOC સજ્જ, ₹800 કરોડના રોકાણની તૈયારી

Ahmedabad to South india train

અમદાવાદથી દક્ષિણ ભારત માટે બે સ્પેશિયલ ટ્રેન! જાણો ટ્રેનનો રૂટ અને સમય

 Ahmedabad Parking

AMTS-BRTSના 12 ડેપોમાં ટૂંક સમયમાં શરૂ થશે પે એન્ડ પાર્ક, 5,530 વાહનો પાર્ક કરવાની મળશે સુવિધા

Ahmedabad Shopping Festival 3.0

Ahmedabad Shopping Festival 3.0: અમદાવાદમાં 25 ડિસેમ્બરથી જામશે શોપિંગનો મહોત્સવ