ભાદરવી પૂનમના મેળા નિમિત્તે રેલવે દ્વારા અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ
ખેડબ્રહ્માના ભાદરવી પૂનમ મેળામાં જતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે અમદાવાદ મંડળ દ્વારા અસારવા અને ખેડબ્રહ્મા વચ્ચે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

ખેડબ્રહ્મામાં યોજાનારા પ્રસિદ્ધ ભાદરવી પૂનમ મેળામાં જતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા અસારવા અને ખેડબ્રહ્મા વચ્ચે વિશેષ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન સેવા 19 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2026 સુધી દરરોજ સંચાલિત કરવામાં આવશે.
અસારવાથી ખેડબ્રહ્મા સુધીની ટ્રેન સેવા
ટ્રેન નંબર 09405 અસારવા-ખેડબ્રહ્મા સ્પેશિયલ અસારવાથી સવારે 9:35 કલાકે ઉપડશે. આ ટ્રેન નરોડા, હિંમતનગર અને વડાલી સ્ટેશને રોકાઈને બપોરે 12:10 કલાકે ખેડબ્રહ્મા પહોંચશે.
ટ્રેન નંબર 09406 ખેડબ્રહ્મા-અસારવા સ્પેશિયલ ખેડબ્રહ્માથી બપોરે 3:35 કલાકે પ્રસ્થાન કરશે અને વડાલી, હિંમતનગર તથા નરોડા સ્ટેશને રોકાઈને સાંજે 6:10 કલાકે અસારવા પહોંચશે.
ટ્રેનમાં રહેશે 8 કોચની MEMU સુવિધા
આ વિશેષ ટ્રેન 8 કોચની MEMU રેકથી ચલાવવામાં આવશે. તેમાં તમામ કોચ અનરિઝર્વ્ડ સેકન્ડ ક્લાસના રહેશે. બંને દિશામાં ટ્રેન નરોડા, હિંમતનગર અને વડાલી સ્ટેશને સ્ટોપ આપશે. યાત્રીઓ ટ્રેનના સમય, સ્ટોપેજ અને અન્ય વિગતો માટે ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ પર માહિતી મેળવી શકશે.
આ પણ વાંચો : Google Geminiએ 3 કંપનીઓને હેક કરતા વિશ્વભરમાં ખળભળાટ
આ પણ જુઓ :

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

