
અનાજ ક્યાંથી આવ્યું, ક્યાં અટક્યું અને ક્યાં પહોંચ્યું? રેશનના એક-એક દાણા પર ગાંધીનગરથી રહેશે નજર
ગુજરાત સરકારે 250 સરકારી ગોડાઉનથી 17 હજાર વાજબી ભાવની દુકાનો સુધીની અનાજ સપ્લાય ચેઇનને ડિજિટલ બનાવી છે. GPS, જિયો-ફેન્સિંગ, 7 હજાર CCTV કેમેરા અને ‘અન્ન દર્પણ’ પોર્ટલ દ્વારા ગાંધીનગર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી અનાજના પરિવહન અને સ્ટોક પર સતત નજર રાખવામાં આવે છે.

રાજ્યના ગરીબ પરિવારો સુધી પહોંચતા અનાજના વિતરણમાં પારદર્શિતા વધારવા માટે સમગ્ર સપ્લાય ચેઇનને ડિજિટલ બનાવવામાં આવી છે. રાજ્યના 250 સરકારી ગોડાઉન અને 17 હજાર વાજબી ભાવની દુકાનોને ICT લોજિસ્ટિક્સ સોફ્ટવેર સાથે જોડવામાં આવી છે, જ્યારે સમગ્ર વ્યવસ્થાની ગાંધીનગર સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સીધી દેખરેખ રાખવામાં આવે છે.
GPS અને જિયો-ફેન્સિંગથી વાહનો પર નજર
અનાજનું પરિવહન કરતા તમામ વાહનોનું GPS અને જિયો-ફેન્સિંગ દ્વારા રિયલ-ટાઇમ ટ્રેકિંગ કરવામાં આવે છે. નિર્ધારિત રૂટમાં ફેરફાર થાય અથવા વાહન પાંચ મિનિટથી વધુ સમય બિનજરૂરી રીતે રોકાય તો સિસ્ટમમાં તરત એલર્ટ જનરેટ થાય છે. ત્યારબાદ કંટ્રોલ રૂમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. આ વ્યવસ્થાથી પરિવહન દરમિયાન ગેરરીતિ અને અનાજની હેરફેરની શક્યતા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
7 હજાર CCTV અને ‘અન્ન દર્પણ’થી સ્ટોક પર નજર
રાજ્યના ગોડાઉન પર 7 હજાર CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવે છે. ‘અન્ન દર્પણ’ પોર્ટલની મદદથી ગોડાઉનમાં ઉપલબ્ધ અનાજના જથ્થાની લાઇવ માહિતી પણ કંટ્રોલ સેન્ટર સુધી પહોંચે છે. આથી અનાજની આવક, જાવક અને ઉપલબ્ધ સ્ટોકની સતત દેખરેખ શક્ય બની છે. સ્માર્ટ રૂટ પ્લાનિંગના કારણે પરિવહન ખર્ચ ઘટાડવામાં પણ મદદ મળી છે અને દુકાનો સુધી જરૂરી જથ્થો સમયસર પહોંચાડવાની વ્યવસ્થા વધુ સુદૃઢ બની છે.
આ પણ વાંચો: ડાયમંડ સિટીને મળશે ડાયમંડ જેવી મેટ્રો, જાણો કેવો હશે રૂટ અને શું રહેશે તેની ખાસિયતો
ટેકાના ભાવે ખરીદી પણ ડિજિટલ
ખેડૂતો પાસેથી ટેકાના ભાવે થતી ખરીદીમાં પણ ડિજિટલ ચકાસણીનો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતના આધાર, બેંક ખાતા અને જમીનના રેકોર્ડની ઓનલાઇન ચકાસણી કર્યા બાદ રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ચુકવણીની માહિતી ખેડૂતને તરત SMS દ્વારા આપવામાં આવે છે.
લાભાર્થી સુધી પૂરતો જથ્થો પહોંચાડવાનો પ્રયાસ
ડિજિટલ ટ્રેકિંગ, લાઇવ સ્ટોક મોનિટરિંગ અને વાહનોની સતત દેખરેખ દ્વારા અનાજના વિતરણમાં પારદર્શિતા વધારવાનો અને લાભાર્થી સુધી નિર્ધારિત જથ્થો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See more- શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
- Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
- NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
- Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા
Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા


