KuberaNowLogo
Wednesday, 07/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

ડાયમંડ સિટીને મળશે ડાયમંડ જેવી મેટ્રો, જાણો કેવો હશે રૂટ અને શું રહેશે તેની ખાસિયતો

સુરત મેટ્રો માત્ર પરિવહન પ્રોજેક્ટ નહીં, પરંતુ એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, પર્યાવરણ અને શહેરની ઓળખને જોડતો પ્રોજેક્ટ બની રહ્યો છે. 110 ફૂટ ઊંડા સ્ટેક્ડ સ્ટેશન, ડાયમંડ કટ્સથી પ્રેરિત ડિઝાઇન, 700 વર્ષ જૂના વૃક્ષને બચાવવા રૂટમાં ફેરફાર અને 3,000થી વધુ વૃક્ષો ધરાવતા ડેપો જેવી વિશેષતાઓ તેને આગવી ઓળખ આપે છે.

kuberanowPublished On : 6 Oct 2026
SURAT METRO

સુરત મેટ્રો પ્રોજેક્ટ શહેરના પરિવહનને નવી દિશા આપવાની સાથે એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, પર્યાવરણ અને વારસાના જતનનું વિશેષ ઉદાહરણ બની રહ્યો છે. ડાયમંડ સિટી તરીકેની ઓળખને મેટ્રોની ડિઝાઇનમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે ગીચ વિસ્તારોમાં ઓછી જગ્યામાં મેટ્રો સેવા શક્ય બને તે માટે સ્ટેક્ડ સ્ટેશન જેવી નવીન રચનાઓ તૈયાર કરવામાં આવી રહી છે.


મેટ્રોમાં દેખાશે સુરતની ડાયમંડ ઓળખ

મેટ્રો ટ્રેનની સિલિંગ અને બહારની ડિઝાઇનમાં હીરાના વિવિધ કટ્સથી પ્રેરિત ડિઝાઇન રાખવામાં આવી છે. મુસાફરો મેટ્રોમાં પ્રવેશ કરે ત્યારે તેમને સુરતની ડાયમંડ સિટી તરીકેની ઓળખનો અનુભવ થાય તે રીતે અંદરની રચના તૈયાર કરવામાં આવી છે.


110 ફૂટ ઊંડાઈએ સ્ટેક્ડ સ્ટેશન

સુરત મેટ્રોની મોટી વિશેષતાઓમાં સ્ટેક્ડ સ્ટેશન ટેક્નોલોજી સામેલ છે. ગીચ વિસ્તારોમાં અંદાજે 110 ફૂટ ઊંડાઈએ બે માળના ભૂગર્ભ સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યા છે. સામાન્ય મેટ્રો સ્ટેશનમાં બંને દિશાના ટ્રેક બાજુબાજુ હોય છે, જ્યારે સ્ટેક્ડ સ્ટેશનમાં એક દિશાનો ટ્રેક ઉપર અને બીજી દિશાનો ટ્રેક નીચે રહે છે. આથી ઓછી જગ્યામાં બંને દિશામાં ટ્રેન ચલાવી શકાય છે. સુરત મેટ્રોમાં આવા બે સ્ટેક્ડ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.


SURAT METRO 1


700 વર્ષ જૂનું વૃક્ષ બચાવવા રૂટ બદલાયો

અડાજણ ગામ વિસ્તારમાં મેટ્રો રૂટમાં આવતું 700 વર્ષથી વધુ જૂનું ‘ચોર આમલી’ વૃક્ષ બચાવવા મેટ્રોનું અલાઈનમેન્ટ જ બદલવામાં આવ્યું છે. આ નિર્ણય દ્વારા પ્રોજેક્ટમાં વિકાસ સાથે પર્યાવરણ અને વારસાને પણ મહત્વ આપવામાં આવ્યું છે.


ડ્રીમ સિટી ડેપોમાં 3,000થી વધુ વૃક્ષો

ખજોદ ખાતે આશરે 20 હેક્ટરમાં ડ્રીમ સિટી ડેપો તૈયાર કરવામાં આવ્યો છે. અહીં એકસાથે 24 મેટ્રો ટ્રેનો ઊભી રાખી શકાય તેવી સુવિધા છે. ડેપોમાં મેન્ટેનન્સ, વોશિંગ પ્લાન્ટ, ટેકનિકલ યુનિટ અને વહીવટી બ્લોક ઉપરાંત 3,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. પાણીના પુનઃઉપયોગ માટે સુએઝ અને એફલ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યા છે.


થાંભલા વગર વીજળીથી દોડશે મેટ્રો

સુરત મેટ્રોમાં 750 વોલ્ટ DC થર્ડ રેલ સિસ્ટમથી વીજ પુરવઠો આપવામાં આવશે. આ સિસ્ટમમાં પરંપરાગત વીજ થાંભલાની જરૂર નહીં પડે અને ભારે પવન કે વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં વીજ પુરવઠા સાથે જોડાયેલા જોખમો ઘટાડવામાં મદદ મળશે.


મજુરાગેટ બનશે ઇન્ટરચેન્જ હબ

મજુરાગેટ સ્ટેશન સુરત મેટ્રોના બંને કોરિડોરને જોડતું પ્રથમ ઇન્ટરચેન્જ હબ બનશે. આ સાથે રેલવે સ્ટેશન, સિટી બસ અને GSRTC ડેપોને જોડતી મલ્ટી-મોડલ પરિવહન વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવશે.


આ પણ વાંચો: હુથીના હુમલાથી ઓઈલ માર્કેટમાં ખળભળાટ, સપ્લાય કટનું જોખમ કેટલું?


85 મીટરના ગર્ડરનો ઉપયોગ

સારોલી અને રઘુકૂલ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં મેટ્રો માટે 85 મીટર લાંબો ઓપન વેબ ગર્ડર લોન્ચ કરવામાં આવ્યો છે. આ ગર્ડર માટે આશરે 810 ટન સ્ટીલ અને 47,000થી વધુ નટ-બોલ્ટનો ઉપયોગ થયો છે.


સ્ટેક્ડ સ્ટેશન શા માટે જરૂરી?

સ્ટેક્ડ મેટ્રો સ્ટેશનમાં બંને દિશાના પ્લેટફોર્મ અને ટ્રેક બાજુબાજુના બદલે ઉપર-નીચે બનાવવામાં આવે છે. આથી સાંકડા અને ભીડવાળા વિસ્તારોમાં વધારે જમીન સંપાદન કર્યા વગર મેટ્રો સ્ટેશન બનાવી શકાય છે. આવી રચનામાં વર્ટિકલ સ્ટેક્ડ ટનલ, ડાયાફ્રામ વોલ અને ટોપ-ડાઉન કન્સ્ટ્રક્શન જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Kubera Commodity

Market

See more
  1. શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
  2. Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
  3. NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
  4. Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા

Economy

See more
  1. ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
  2. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  3. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  4. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
GDB India

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના