Wheat Acreage : ભારતમાં ઘઉંનું વાવેતર 26 વર્ષના તળીયે
નબળા ચોમાસા, પાણીની તંગી અને માત્ર 1% MSP વધારાથી ઘઉંનું વાવેતર ઘટવાની આશંકા, ખેડૂતો ચણા અને સરસવ તરફ વળ્યા

ભારતમાં ઘઉંની ખેતીનું વાવેતર છેલ્લા 26 વર્ષમાં સૌથી મોટા ઘટાડા તરફ જઈ રહ્યું છે. એક દાયકાથી વધુ સમયમાં સૌથી નબળા ચોમાસુ વરસાદના કારણે અનેક રાજ્યોમાં પાણીની અછત સર્જાઈ છે. એવામાં ખેડૂતો ઘઉંની જગ્યાએ ઓછા પાણીમાં તૈયાર થતા અન્ય પાકની ખેતીને પ્રાથમિક્તા આપી રહ્યા છે. ભારતમાં રવી મોસમના મુખ્ય પાક ઘઉંની સરખામણીમાં સામાન્ય રીતે સરસવ, ચણા અને મકાઈ જેવા પાક લેવાય છે.
ઉદ્યોગ સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, વાવેતરમાં ઘટાડો અને અલ નીનોની ગંભીર અસરથી ઉપજ ઘટવાનું જોખમ છે. તેનાથી દુનિયાના બીજા સૌથી મોટા ઘઉં ઉત્પાદક દેશ ભારતમાં કુલ ઉત્પાદન પર અસર થઈ શકે છે. તેની અસર ઘઉંના ભાવ પર પણ પડી શકે છે અને ખાદ્ય મોંઘવારીને નિયંત્રિત કરવી સરકાર માટે પડકારરૂપ બની શકે છે.
ઘઉંના વાવેતર માટે પર્યાપ્ત પાણીની અછત
મહારાષ્ટ્રના જાલના જિલ્લાના ખેડૂતે જણાવ્યું કે, ઘઉંના પાક માટે ઓછામાં ઓછા 4-5 વખત સિંચાઈની જરૂર હોય છે, પરંતુ આ વર્ષે તેમની પાસે વાવેતર માટે પણ પર્યાપ્ત પાણી નથી. આ કારણે તેમણે ઘઉંની જગ્યાએ ચણાની ખેતીનો નિર્ણય કર્યો છે, કારણ કે ચણાના પાકમાં ઓછા પાણીની જરૂર રહે છે.
15.3 ટકા ઘટ્યું ઘઉંનું વાવેતર, 26 વર્ષમાં સૌથી મોટા ઘટાડાનો અંદાજ
આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતમાં ચોમાસુ વરસાદ એક દાયકા કરતાં વધુ સમયના નીચલા સ્તર પર રહ્યું. અલ નીનોની અસરથી પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા મુખ્ય ઘઉં ઉત્પાદક રાજ્યોમાં સામાન્યથી 41 ટકા સુધી ઓછો વરસાદ નોંધાયો છે.
સરકારી આંકડા મુજબ 13 નવેમ્બર સુધી દેશમાં અંદાજે 50 લાખ હેક્ટર ક્ષેત્રમાં ઘઉંનું વાવેતર થયું હતું, જે ગયા વર્ષના સમાન સમયની સરખામણીમાં 15.3 ટકા ઓછું છે. ઉદ્યોગના 10 અધિકારીઓના સરેરાશ અંદાજ મુજબ વર્ષ 2026-27ની રવી સિઝનમાં ઘઉંનું વાવેતર ગયા વર્ષના વિક્રમી 3.36 કરોડ હેક્ટરથી અંદાજે 6 ટકા ઘટી શકે છે. તેનાથી ઘઉંની ખેતીનું ક્ષેત્ર ઘટીને લગભગ 3.158 કરોડ હેક્ટર રહી શકે છે. તે 2000-01 પછી ઘઉંના વાવેતરમાં સૌથી મોટો ઘટાડો છે. સાથે જ ખેતીની ઊપજ છેલ્લા ચાર વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી શકે છે.
ખેડૂતો ઘઉંની જગ્યાએ ચણા અને સરસવને આપી રહ્યા છે પ્રાથમિક્તા
ઉદ્યોગ સાથે જોડાયેલા અધિકારીઓ મુજબ હરિયાણા અને પંજાબ જેવા મુખ્ય ઘઉં ઉત્પાદક રાજ્યોમાં વાવેતર લગભગ સ્થિર રહી શકે છે. આ રાજ્યોમાં સિંચાઈની વધુસારી સુવિધાઓ ઉપલબ્ધ છે. જોકે, અન્ય રાજ્યોમાં ખેડૂતો ઘઉંની જગ્યાએ ઓછા પાણીની જરૂરિયાતવાળા પાક જેમ કે ચણા અને સરસવને અપનાવી શકે છે. ઉત્તર પ્રદેશના એક ઉદ્યોગપતિના જણાવ્યા મુજબ ઘઉંની સરખામણીએ ચણા અને સરસવના ભાવમાં વધુ તેજી આવી છે. આ કારણથી ખેડૂતો આ પાકમાં વધુ સારા નફાની આશા રાખી રહ્યા છે. સામાન્ય રીતે ખેડૂતો ઘઉંને પહેલી પસંદ રાખે છે, પરંતુ આ વર્ષે અન્ય પાક વધુ સારું વળતર આપી રહ્યા છે.
MSPમાં માત્ર 1 ટકા વધારો પણ ઓછા વાવેતરનું કારણ
ઘઉંની ખેતીનું વાવેતર ઘટવા પાછળનું એક અન્ય કારણ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પણ છે. ભારતીય ખાદ્ય નિગમ (FCI) સરકાર તરફથી ખેડૂતો પાસેથી નિશ્ચિત MSPના દરે ઘઉં ખરીદે છે. આ વર્ષે કેન્દ્ર સરકારે ઘઉંની MSP માત્ર 1 ટકા વધારીને રૂ. 2,610 પ્રતિ ક્વિન્ટલ કર્યા છે, જે 2002-03 પછી સૌથી ઓછો વધારો છે. નવી દિલ્હી સ્થિત ગ્લોબલ ટ્રેડિંગ કંપનીના વેપાર મુજબ સરકાર સામાન્ય રીતે ઘઉંની ખેતીને પ્રોત્સાહન આપવા માટે MSPમાં પ્રત્યેક વર્ષે 5થી 6 ટકાનો વધારો કરે છે. પરંતુ આ વર્ષે માત્ર 1 ટકાના વધારાથી ખેડૂતોને ઘઉંનું વાવેતર વધારવા માટે પર્યાપ્ત પ્રોત્સાહન નથી મળી રહ્યું.
ઘઉં ઉત્પાદન અને ખાદ્ય મોંઘવારી પર શું થશે અસર?
ઘઉંના વાવેતરમાં સંભવિત ઘટાડો ભારત માટે ચિંતાજનક વિષય બની શકે છે. ઘઉંના ઓછા વાવેતર અને અલ નીનોના કારણે ઉત્પાદન ઘટવાનું જોખમ છે. ઉત્પાદન ઘટતા બજારમાં ઘઉંના ભાવ વધી શકે છે. ઘઉં મોંઘા થવાથી લોટ અને અન્ય ખાદ્ય ઉત્પાદનોના ભાવ પર દબાણ પડી શકે છે. ઘઉંનું વાવેતર અંદાજ મુજબ ઘટશે તો તેની અસર દેશના ઘઉં પુરવઠા અને આગામી મહિનાઓમાં ખાદ્ય મોંઘવારી પર જોવા મળી શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Gold Adulteration: 22 કેરેટના ભાવે 20 કેરેટ સોનું? રેનિયમ પાવડરની ભેળસેળથી બચવા અપનાવો આ 5 સરળ ટિપ્સ

Gold Silver Explainer : સોના-ચાંદીમાં છ કલાકમાં રૂ. 93 લાખ કરોડ ડૂબ્યા, હવે ખરીદીની તક કે વધુ ઘટાડો થશે?

Gold - Silver Price: સોના-ચાંદીમાં કેમ બોલાયો કડાકો, જાણો 10 મુખ્ય કારણો

Rupee 7 મહિનાની ટોચે : સોના-ચાંદીમાં કડાકા વચ્ચે રૂપિયો 93ની સપાટીને પાર

Gold Silver Crash: સોનું ₹1.22 લાખે, ચાંદી ₹1.48 લાખે; ખરીદદારોને રાહત, વાયદામાં મોટું નુકસાન

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનામાં ₹4,700થી વધુનો ઘટાડો, જ્યારે ચાંદી ₹8,900થી વધુ

Gold Price Today: સોનાના ભાવમાં સતત 8મા દિવસે ઘટાડો, જાણો આજના ભાવ





