KuberaNowLogo
Friday, 20/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Europe Market : ટેક શેરોમાં વૈશ્વિક હાહાકાર, એશિયા પછી યુરોપમાં પણ બ્લડબાથ

એન્થ્રોપિકનો ઐતિહાસિક IPO પણ ટેક શેરોમાં વેચવાલી રોકવામાં નિષ્ફળ, યુરોપના બજાર એક મહિનાના તળીયે, માર્ચ બાદનું સૌથી ખરાબ સાપ્તાહિક પ્રદર્શન નોંધાવવાની તૈયારી.

Kuberanow DeskPublished On : 20 Nov 2026
Europe Market.png
AI Generated Image

વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી શૅરોમાં જંગી વેચવાલીથી શુક્રવારે એશિયાના શેરબજારોમાં બ્લડબાથ સર્જાયો હતો અને જાપાન, દક્ષિણ કોરિયા સહિતના બજારો તૂટ્યા હતા. જોકે, માત્ર ભારતીય શૅરબજારમાં તેજી જોવા મળી હતી. એશિયન બજારોની નરમાઈ પાછળ યુરોપના શેરબજારોમાં પણ શુક્રવારે ભારે વેચવાલી જોવા મળી રહી છે. વૈશ્વિક ટેકનોલોજી શેરોમાં સતત વધી રહેલા દબાણને કારણે યુરોપિયન શેરબજારો એક મહિનાના નીચલા સ્તરની નજીક પહોંચી ગયા હતા. આ સાથે માર્ચ બાદનું સૌથી ખરાબ સાપ્તાહિક પ્રદર્શન નોંધાવવાની દિશામાં બજારો આગળ વધ્યાં હતાં. જોકે,યુરોપના બજારો હજુ ચાલુ છે અને ભારતીય સમય મુજબ તે રાતે 10.00 કલાકે બંધ થશે તેથી તેમાં વધુ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.


ખાસ વાત એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રની અગ્રણી કંપની Anthropicના ઐતિહાસિક શેરબજાર પ્રવેશ (IPO) બાદ પણ વૈશ્વિક ટેક શેરોમાં રોકાણકારોનો વિશ્વાસ ફરી સ્થાપિત થઈ શક્યો નથી. કંપનીના શેરમાં જોરદાર તેજી જોવા મળી હોવા છતાં તેની અસર સમગ્ર ટેકનોલોજી સેક્ટર પર જોવા મળી નહોતી.


યુરોપના મુખ્ય બજારોમાં મોટો ઘટાડો

શુક્રવારના પ્રારંભિક કારોબારમાં યુરોપનો વ્યાપક STOXX 600 ઇન્ડેક્સ 1.6 ટકા ઘટ્યો હતો. જર્મનીનો DAX ઇન્ડેક્સ 2.2 ટકા અને ફ્રાન્સનો CAC 40 ઇન્ડેક્સ 1.6 ટકા તૂટ્યો હતો. જ્યારે લંડનનો FTSE 100 અને ઝ્યુરિખના શેરબજારમાં 0.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. યુરોપના બજારોમાં થયેલી આ વેચવાલી પાછળ અમેરિકન શેરબજારો અને એશિયન શૅરબજારોની નબળાઈ પણ મોટું કારણ બની હતી. અગાઉના ટ્રેડિંગ સેશનમાં અમેરિકાનો S&P 500 અને Nasdaq Composite બંને 2 ટકાથી વધુ ગગડ્યા હતા.


Europe Market Info.png


Anthropicના IPOની તેજી પણ કામ ન આવી

AI ક્ષેત્રની અગ્રણી કંપની Anthropicનો શેરબજારમાં પ્રવેશ ઐતિહાસિક રહ્યો હતો. કંપનીના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો હતો, પરંતુ આ તેજી અન્ય ટેકનોલોજી શેરોમાં ફેલાઈ શકી નહોતી. બજારના નિષ્ણાતોના મતે, રોકાણકારો હવે ટેક શેરોમાં ઘટાડા સમયે ખરીદી કરવાની વ્યૂહરચના છોડીને બજારમાં હજુ કેટલો ઘટાડો આવી શકે તે અંગે સવાલો ઉઠાવી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બજારનું વલણ હવે બદલાઈ રહ્યું છે. વેચવાલી માત્ર કેટલીક મોટી ટેક કંપનીઓ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ તેની અસર વ્યાપક બજારમાં પણ જોવા મળી રહી છે.


સેમિકન્ડક્ટર શેરોમાં ભારે કડાકો

યુરોપના ટેકનોલોજી સેક્ટરમાં સૌથી વધુ દબાણ સેમિકન્ડક્ટર કંપનીઓના શેરમાં જોવા મળ્યું હતું. ASML, ASM International, Infineon, BE Semiconductor, STMicroelectronicsના શેરોમાં 4 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે જ્યારે Soitecનો શેર લગભગ 9 ટકા તૂટ્યો છે. સોફ્ટવેર ક્ષેત્રમાં પણ વેચવાલી જોવા મળી હતી. SAP અને Capgemini જેવી અગ્રણી કંપનીઓના શેર 1.5 ટકાથી વધુ ઘટ્યા હતા.


Nvidiaના સારા પરિણામો પણ રોકાણકારોનો વિશ્વાસ વધારી શક્યા નહીં

AI ક્ષેત્રમાં વધતી અનિશ્ચિતતા વચ્ચે Nvidiaના મજબૂત પરિણામો પણ બજારનો માહોલ સુધારવામાં નિષ્ફળ રહ્યા હતા. AI સેક્ટરમાં ભારે રોકાણ, કંપનીઓ પર વધતું દેવું અને ડેટા સેન્ટરો સામે વધી રહેલા વિરોધને કારણે રોકાણકારો સાવચેત બન્યા છે. આ ઉપરાંત Nvidiaના CEO જેન્સન હુઆંગના અચાનક કંપની છોડવાના અહેવાલો અને AMD અંગે શોર્ટ સેલિંગ ફંડ Hunterbrook Capital સાથે સંકળાયેલા મીડિયા પ્લેટફોર્મ દ્વારા પ્રકાશિત અહેવાલે પણ ટેક સેક્ટરની ચિંતામાં વધારો કર્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.


ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો, ફેડના વ્યાજદર વધારવાના સંકેત

શેરબજારોમાં વેચવાલી વચ્ચે ભૌગોલિક રાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતાએ પણ રોકાણકારોની મુશ્કેલી વધારી છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ પર હૂતી હુમલાઓ અને વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ હોર્મુઝની સામુદ્રધુનીમાં કોમર્શિયલ ટેન્કરોની અવરજવર ખોરવાવાના અહેવાલો બાદ ક્રૂડ ઓઇલના વાયદામાં તેજી જોવા મળી હતી. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાથી વૈશ્વિક સ્તરે મોંઘવારી ફરી વધી શકે તેવી ચિંતા ઊભી થઈ છે. તેની અસર કેન્દ્રીય બેંકોની વ્યાજદર નીતિ પર પડી શકે છે.


બીજી તરફ અમેરિકન ડોલર મજબૂત બન્યો છે. સુરક્ષિત રોકાણ તરફ વધી રહેલા વલણ અને અમેરિકન ફેડરલ રિઝર્વના કડક વલણને કારણે ડોલરને ટેકો મળ્યો છે. CME Groupના FedWatch ટૂલ અનુસાર, આગામી મહિને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા 0.25 ટકાનો વ્યાજદર વધારો થવાની શક્યતા બજાર દ્વારા લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.


રોકાણકારો માટે આગળનો સમય પડકારજનક?

ટેક શેરોમાં વેચવાલી, ક્રૂડ ઓઇલના વધતા ભાવ, ભૌગોલિક રાજકીય તણાવ અને અમેરિકામાં વ્યાજદર વધવાની આશંકા જેવા પરિબળો વૈશ્વિક બજારો પર દબાણ વધારી રહ્યા છે. Anthropicના ઐતિહાસિક IPO છતાં ટેક શેરોમાં તેજી ન આવવી એ દર્શાવે છે કે અત્યારે રોકાણકારો કંપનીઓની વૃદ્ધિ કરતાં જોખમ અને ઊંચા મૂલ્યાંકન અંગે વધુ ચિંતિત છે. આગામી દિવસોમાં વૈશ્વિક શેરબજારોની દિશા નક્કી કરવામાં આ પરિબળો મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Indian Markte Rally

વૈશ્વિક ચિંતાને અવગણીને ભારતીય બજાર ધરાર વધ્યું, બીએસઈ સેન્સેક્સ 84,000ની નજીક બંધ આવ્યો, નિફ્ટીની 26 હજાર તરફ કૂચ

FIIs Cut Stake in 5 Major Indian Banks

FII એ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ 5 મોટી બેંકોમાંથી હિસ્સો ઘટાડ્યો, એક બેંકના તો 31.76 કરોડ શેર વેચી નાખ્યા

Indian Stock Market

Stock Market updates | 20 November: BSE Sensexએ 898 પોઇન્ટ વધીને 83,919 પોઇન્ટ પર તો 285 પોઇન્ટ વધી નિફ્ટી 25,800 પર બંધ

Asian Market.png

Asian Marketsમાં બ્લડબાથ : ભારત સિવાય એશિયન બજારોમાં કડાકો, ભારે વેચવાલીથી રોકાણકારોમાં ફફડાટ

Paytm Share Target

Paytm Share Price: એક અઠવાડિયામાં 10% તૂટ્યા બાદ હવે 33% તેજીની શક્યતા, જાણો ટાર્ગેટ પ્રાઈસ

Gold Loan Stocks Fall

Gold Loan Stocks: ગોલ્ડ લોન કંપનીઓનાં શેર 5% સુધી તૂટ્યા, MCX–હિન્દુસ્તાન ઝિંક પણ દબાણમાં

NSE

NSEએ રચ્યો ઇતિહાસ, વિશ્વના સૌથી મૂલ્યવાન એક્સચેન્જમાં ટોપ-5માં સ્થાન મેળવ્યું

SC Agrotech Share

SC Agrotech Share: સતત ચોથા દિવસે અપર સર્કિટ! 6 મહિનામાં 228% રિટર્ન