વૈશ્વિક ચિંતાને અવગણીને ભારતીય બજાર ધરાર વધ્યું, બીએસઈ સેન્સેક્સ 84,000ની નજીક બંધ આવ્યો, નિફ્ટીની 26 હજાર તરફ કૂચ
BSE Sensex 897.96 પોઈન્ટ અથવા 1.08 ટકા વધીને 83,919.71 પર બંધ રહ્યો હતો. બજાર ગઈકાલના 83,021ના બંધ સામે 82,558.25 પર ખૂલ્યુ હતુ અને નીચામાં 82,403 પોઇન્ટ ગયું હતું. તેના પછી તેણે 84,037.96 પોઇન્ટની ટોચ બનાવી હતી.

વૈશ્વિક બજારોના નબળા સંકેતો છતાં ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. આખા વિશ્વના બજારો એઆઇની ચિંતાના લીધે હલબલી ગયા હતા. આ સમયે ભારતીય શેરબજારે જબરદસ્ત તેજી નોંધાવી છે. આના પગલે ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ 20 નવેમ્બરે જોરદાર તેજી સાથે બંધ રહ્યા હતા. Nifty 25,800ની સપાટીએ પહોંચ્યો હતો.
આના પગલે કારોબારના અંતે BSE Sensex 897.96 પોઈન્ટ અથવા 1.08 ટકા વધીને 83,919.71 પર બંધ રહ્યો હતો. બજાર ગઈકાલના 83,021ના બંધ સામે 82,558.25 પર ખૂલ્યુ હતુ અને નીચામાં 82,403 પોઇન્ટ ગયું હતું. તેના પછી તેણે 84,037.96 પોઇન્ટની ટોચ બનાવી હતી. જ્યારે Nifty 286.30 પોઈન્ટ અથવા 1.12 ટકા વધીને 25,800.60ના સ્તરે બંધ રહ્યો હતો. નિફટી ગઇકાલના 25,514 પોઇન્ટના બંધ સામે 25,368 પોઇન્ટ પર ખૂલ્યો હતો, 25,345.20ની લો બનાવી હતી અને 25,808.80ની ટોચ બનાવી હતી. બજારમાં કુલ 1582 શેરોમાં વધારો નોંધાયો હતો, 2456 શેરોમાં ઘટાડો થયો હતો અને 179 શેરોના ભાવ યથાવત્ રહ્યા હતા. Niftyમાં સૌથી વધુ વધનારા શેરોમાં Apollo Hospitals, Axis Bank, Max Healthcare, HDFC Bank અને Maruti Suzukiનો સમાવેશ થયો હતો. જ્યારે સૌથી વધુ ઘટનારા શેરોમાં Titan Company, Tata Steel, NTPC, Eternal અને HUL સામેલ હતા.
IT શેરોમાં ખરીદીથી બજારમાં જોરદાર રિકવરી
શેરબજારમાં આવેલા જોરદાર સુધારા પાછળનું એક મુખ્ય કારણ IT શેરોમાં થયેલી ખરીદી હતું. IT ઇન્ડેક્સ 1%ના વધારા સાથે બંધ રહ્યો હતો. Tech Mahindra, Infosys, HCL Tech અને TCS જેવા IT શેરોમાં 1%થી 1.7% સુધીનો વધારો નોંધાયો હતો અને આ શેરો Niftyના મુખ્ય ગેઇનર્સમાં સામેલ રહ્યા હતા. બજાર એક સમયે 620 પોઇન્ટ ડાઉન હતુ, પરંતુ આઇટી શેરોમાં લેવાલીના લીધે બજાર નીચલા સ્તરેથી ઉચકાયુ હતું.
બેન્કિંગ અને IT સેક્ટરમાં તેજી, Media અને Metalમાં ઘટાડો
સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો Nifty Private Bankમાં 3%, Nifty Bankમાં 2.5%, PSU Bankમાં 1.2% અને IT ઇન્ડેક્સમાં 1.3%નો વધારો નોંધાયો હતો. બીજી તરફ, Media ઇન્ડેક્સમાં લગભગ 2%નો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે Metal અને Consumer Durables ઇન્ડેક્સમાં 0.2%થી 0.4% સુધીનો ઘટાડો નોંધાયો હતો. વ્યાપક બજારમાં Nifty Midcap ઇન્ડેક્સ 0.66 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે Smallcap ઇન્ડેક્સમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો.
Asian Marketsમાં ભારત સિવાય એશિયન બજારોમાં કડાકો
એઆઈના શેરોમાં વેચવાલીથી એશિયન બજારો ગગડ્યા, દક્ષિણ કોરિયાના કોસ્પી બજારનું ટ્રેડિંગ રોકવું પડ્યું, હોંગકોંગનું હેંગસેંગ પણ ચાર મહિનાના તળીયે, તાઈવાન બજારમાં સૌથી મોટો કડાકો. રોકાણકારોએ ટેક્નોલોજી શેરોમાં નફારૂપી વેચવાલી કરતાં સમગ્ર એશિયાના બજારો પર દબાણ વધ્યું હતું. તાઇવાનનો તાઇએક્સ સૂચકાંક 6.23 ટકાના મોટા ઘટાડા સાથે 36,033.29ના સ્તરે બંધ રહ્યો હતો.જાપાનનો નિક્કેઈ 225 સૂચકાંક 5.06 ટકા તૂટીને 56,436.65ના સ્તરે બંધ થયો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 5.21 ટકા ઘટીને 4,869.96ના સ્તરે પહોંચ્યો હતો.શાંઘાઈ કમ્પોઝિટ સૂચકાંક 1.22 ટકા ઘટીને 3,533.79ના સ્તરે બંધ થયો હતો. જ્યારે શેનઝેન સૂચકાંકમાં 3.09 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 10,256.39ના સ્તરે રહ્યો હતો. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ પણ લગભગ બે ટકા તૂટતા ચાર મહિનાની નીચલા સ્તરે પહોંચી ગયો છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Europe Market : ટેક શેરોમાં વૈશ્વિક હાહાકાર, એશિયા પછી યુરોપમાં પણ બ્લડબાથ

FII એ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ 5 મોટી બેંકોમાંથી હિસ્સો ઘટાડ્યો, એક બેંકના તો 31.76 કરોડ શેર વેચી નાખ્યા

Stock Market updates | 20 November: BSE Sensexએ 898 પોઇન્ટ વધીને 83,919 પોઇન્ટ પર તો 285 પોઇન્ટ વધી નિફ્ટી 25,800 પર બંધ

Asian Marketsમાં બ્લડબાથ : ભારત સિવાય એશિયન બજારોમાં કડાકો, ભારે વેચવાલીથી રોકાણકારોમાં ફફડાટ

Paytm Share Price: એક અઠવાડિયામાં 10% તૂટ્યા બાદ હવે 33% તેજીની શક્યતા, જાણો ટાર્ગેટ પ્રાઈસ

Gold Loan Stocks: ગોલ્ડ લોન કંપનીઓનાં શેર 5% સુધી તૂટ્યા, MCX–હિન્દુસ્તાન ઝિંક પણ દબાણમાં

NSEએ રચ્યો ઇતિહાસ, વિશ્વના સૌથી મૂલ્યવાન એક્સચેન્જમાં ટોપ-5માં સ્થાન મેળવ્યું




