Gold Silver Explainer : સોના-ચાંદીમાં છ કલાકમાં રૂ. 93 લાખ કરોડ ડૂબ્યા, હવે ખરીદીની તક કે વધુ ઘટાડો થશે?
સોનું $3,550 અને ચાંદી $41.64 નજીક, નિષ્ણાતોને હજુ 4-5% ઘટાડાની શક્યતા, ડોલરની મજબૂતી અને Fedના વ્યાજદર વધારાની આશંકાથી કિંમતી ધાતુઓમાં ભારે વેચવાલી

ભારતમાં લગ્નની તહેવારની મોસમ શરૂ થવાની સાથે જ સામાન્ય ગ્રાહકો માટે મોટા સમાચર આવ્યા છે. સોના અને ચાંદીમાં જંગી કડાકો બોલાયો છે. આ વર્ષની શરૂઆતમાં સોનું રૂ. 2 લાખ નજીક જ્યારે ચાંદી રૂ. 4 લાખને પાર થઈ ગયું હતું. આ સાથે સોનું અને ચાંદી બંને સામાન્ય ગ્રાહકોની પહોંચ બહાર નીકળી ગયા હતા. જોકે, વર્ષ પૂરું થવા આવતા-આવતા બંને કિંમતી ધાતુઓમાં મોટો કડાકો બોલાયો છે. સોનું અને ચાંદી વર્ષ 2026ના ટોચના સ્તરેથી લગભગ 60 ટકા જેટલા ગગડ્યા છે. નિષ્ણાતો મુજબ ચાંદીના ભાવ વર્ષ 1980ના સ્તરથી નીચે ઉતરી ગયા છે.
સોના અને ચાંદીમાં સવારે આવ્યો કડાકો
સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો અટકી નથી રહ્યો. 20 નવેમ્બર 2026ના રોજ સવારે 9.30 કલાકે આંતરરાષ્ટ્રીય બજાર Comex પર ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 5.68 ટકા ગગડીને 41.84 ડોલર પર આવી ગયો જ્યારે સોનું પ્રતિ ઔંસ 3.52 ટકા તૂટીને 3,555.90 ડોલરે આવ્યું હતું. MCX પર સોનાનો ડિસેમ્બર વાયદો 3.51 ટકા તૂટીને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,22,980ના સ્તરે જ્યારે ચાંદી તૂટીને 5.08 ટકા તૂટીને પ્રતિ કિલો રૂ. 1,49,480ના સ્તરે આવી ગયા હતા.
આ લખાય છે ત્યારે MCX પર સોનામાં ડિસેમ્બર વાયદાનો ભાવ રૂ. 4,923 એટલે કે 3.86 ટકા તૂટીને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,22,529 તથા ચાંદી રૂ. 8,529 એટલે કે 5.43 ટકા ગગડીને પ્રતિ કિલો રૂ. 1,48,953ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. બીજીબાજુ આંતરરાષ્ટ્રીય બજાર Comex પર સોના વાયદો પ્રતિ ઔંસ 134.60 ડોલર એટલે કે 3.65 ટકા તૂટીને 3,550 ડોલર જ્યારે ચાંદી વાયદો પ્રતિ ઔંસ 2.714 ડોલર એટલે કે 6.12 ટકા ગગડીને 41.645 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
ચાંદીમાં 1980માં કરેલું રોકાણ હાલ નેગેટિવ
સોના અને ચાંદીમાં આવેલા ઘટાડાના કારણે વિક્રમી સ્તરેથી અંદાજે 15 ટ્રિલિયન ડોલર સ્વાહા થઈ ગયા છે, જેને રૂપિયાના સંદર્ભમાં જોઈએ તો અંદાજે રૂ. 1,395 લાખ કરોડ ધોવાઈ ગયા છે. છેલ્લા છ કલ્કામાં થયેલા ઘટાડાની વાત અત્યંત ભયાનક છે. આ સમયમાં અંદાજે 1 ટ્રિલિયન ડોલર ડૂબી ગયા છે, જે રૂપિયામાં 93 લાખ કરોડ જેટલા થાય છે. આ સિવાય ચાંદીનો ભાવ 1980ના સ્તરથી નીચે ઉતરી ગયો છે. એટલે કે 1980માં કોઈએ ચાંદીમાં રૂ. 10,000નું રોકાણ કર્યું હોત તો 46 વર્ષ પછી તે રૂ. 8,800 થઈ ગયું હોત. એટલે કે રૂપિયા વધવાની જગ્યાએ રિટર્ન નેગેટિવ થઈ ગયું છે.
સોના અને ચાંદીમાં આવેલા કડાકાના કારણ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ સામાન્ય રીતે ડોલરમાં નક્કી થાય છે. ડોલર મજબૂત થાય એટલે અન્ય ચલણમાં ખરીદી કરનારા માટે સોના-ચાંદી મોંઘા થઈ જાય છે. એવામાં ખરીદી ઘટે છે. નવેમ્બર 2026માં 20 નવેમ્બર સુધી અમેરિકન ડોલર ઈન્ડેક્સ (DYX) લગભગ 1.75 ટકાથી 2 ટકા સુધી મજબૂત થયો છે. આ મહિનાની શરૂઆતમાં ડોલર ઈન્ડેક્સ 101.97ના સ્તરેથી વધીને 103.97ના 19 મહિનાના ટોચના સ્તર સુધી પહોંચી ગયો છે, જે એપ્રિલ 2025 પછી સૌથી ઊંચા સ્તરે છે. ડોયચે બેન્કને આશા છે કે ડોલર 2027ના પહેલા છ માસ સુધી મજબૂત રહેશે. વર્ષના બીજા ભાગમાં તેમાં થોડી નરમાઈ જોવા મળી શકે છે, પરંતુ બેન્કે આ નરમાઈને મર્યાદિત ગણાવી છે.

ડોલરની મજબૂતી સાથે બજારમાં એવી પણ આશા વધી છે કે અમેરિકન ફેડરલ રિઝર્વ આગામી મહિને ડિસેમ્બરમાં યોજાનારી નીતિવિષયક બેઠકમાં વ્યાજ દર વધારી શકે છે. ફેડરલ રિઝર્વ અમેરિકાની સેન્ટ્રલ બેન્ક છે, જે વ્યાજદર વધવાથી બોન્ડ અને સેવિંગ સાથે સંકળાયેલા રોકાણ પર વધુ સારું રિટર્ન મળી શકે છે. બીજીબાજુ સોનું અને ચાંદી વ્યાજ આપતી એસેટ્સ નથી. એવામાં રોકાણકાર તેમના નાણાં સોના-ચાંદીમાંથી કાઢીને વ્યાજ આપતા રોકાણોમાં કરે છે.
નિષ્ણાતો મુજબ સોના અને ચાંદીમાં હાલ જોવા મળી રહેલી નરમાઈ અટકવાની સંભાવના ઘણી ઓછી છે. કિંમતી ધાતુઓના ભાવ હજુ વધુ ઘટી શકે છે. કારણ કે ફંડામેન્ટલ અને ટેકનિકલ સ્તર પર બંને જગ્યાએ સોના અને ચાંદીના ભાવ નરમ જોવા મળી રહ્યા છે. અમેરિકન સેન્ટ્રલ બેન્ક વ્યાજ દોરમાં વધારો કરી શકે છે, જેથી કિંમતી ધાતુના ભાવ હજુ 4થી 5 ટકા ઘટી શકે છે.
ગોલ્ડ સરવેનો અહેવાલ થયો જાહેર
સોના અંગે થયેલા એક સર્વેક્ષણના આંકડા 19 નવેમ્બરે આવ્યા હતા, જેની અસર શુક્રવારે જોવા મળી છે.બેન્ક ઓફ અમેરિકાના સરવેમાં ફંડ મેનેજર્સનું કહેવું છે કે ગોલ્ડ હવે ઓવરસોલ્ડ થઈ ચૂક્યા છે. સરવેમાં સામેલ રેકોર્ડમાં 23 ટકા મેનેજર્સનું કહેવું છે કે હવે ભાવ વ્યાજબી સ્તરથી પણ નીચે જતા રહ્યા છે. આ ડેટા એટલા માટે મહત્વનો છે, કારણ કે 2008ના નાણાકીય સંકટ અને 2022માં સોનાના ઘટાડા દરમિયાન પણ આટલી મોટી સંખ્યામાં ફંડ મેનેજર્સે સોનાને ઓછી કિંમતવાળું માન્યું નહોતું. એટલે કે બજારના અનુભવી રોકાણકારોને સોનામાં હજુ આશા છે.
આ સરવે 6થી 12 નવેમ્બર વચ્ચે કરાયો હતો. તેમાં 169 ફંડ મેનેજર્સે ભાગ લીધો હતો, જે કુલ 461 અબજ ડોલરની એસેટ્સ સંભાળે છે. ફંડ મેનેજર એવા વ્યાવસાયિક રોકાણકારો હોય છે જે મોટા ફંડ અથવા સંસ્થાનો તરફથી શૅર, બોન્ડ અને સોના જેવી વસ્તુઓમાં નાણાં લગાવવાનો નિર્ણય કરે છે.
વર્ષના અંત સુધીમાં હવે સોનું ઉપર જશે કે નીચે આવશે?
સોના અંગે બે મોટી બેન્કોના વર્ષના અંત સુધીના ટાર્ગેટ વર્તમાન ભાવથી ઉપર છે. ગોલ્ડમેન સાક્સે 2026ના અંતમાં તેમનો અંદાજ ઘટાડીને 4,150 ડોલર પ્રતિ ઔંસ કર્યો છે. બીજીબાજુ યુબીએસનો 2026ના અંતનો ટાર્ગેટ પ્રતિ ઔંસ 4,500 ડોલર છે. વર્તમાન ભાવ પ્રતિ ઔંસ 3,541થી આ લક્ષ્ય લગભગ 17થી 27 ટકાની સંભવિત તેજી દર્શાવે છે, પરંતુ આ બંને ટાર્ગેટ 2026ના ડિસેમ્બર મહિના સુધીના છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Gold - Silver Price LIVE Update Today: સોનાને લાગ્યો 'કાટ'! ચાંદી વધુ તૂટશે કે આવશે રિકવરી

Rupee 7 મહિનાની ટોચે : સોના-ચાંદીમાં કડાકા વચ્ચે રૂપિયો 93ની સપાટીને પાર

Gold Silver Crash: સોનું ₹1.22 લાખે, ચાંદી ₹1.48 લાખે; ખરીદદારોને રાહત, વાયદામાં મોટું નુકસાન

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનામાં ₹4,700થી વધુનો ઘટાડો, જ્યારે ચાંદી ₹8,900થી વધુ

Gold Price Today: સોનાના ભાવમાં સતત 8મા દિવસે ઘટાડો, જાણો આજના ભાવ

મસાલા બજારમાં આગઝરતી તેજી: આ 3 કારણોસર લવિંગના ભાવમાં આવ્યો 25% નો મોટો ઉછાળો

Gondal APMC: મરચા, જીરૂ અને ક્લંજીમાં તેજી, જાણો કપાસ-મગફળી સહિત 31 જણસીના ભાવ





