Rupee 7 મહિનાની ટોચે : સોના-ચાંદીમાં કડાકા વચ્ચે રૂપિયો 93ની સપાટીને પાર
એપ્રિલ બાદ પહેલી વખત રૂપિયો ડોલર સામે 93ની સપાટી વટાવી; નિકાસકારોની ડોલર વેચવાલી અને નવેમ્બરમાં FPIનું ભારતીય શેરબજારમાં $12 અબજથી વધુના રોકાણથી ભારતીય ચલણને ટેકો મળ્યો

સોના અને ચાંદીમાં કડાકો બોલાયો છે ત્યારે રૂપિયો મજબૂત થયો છે અને સાત મહિનાની ટોચે પહોંચ્યો છે. આ સાથે રૂપિયાએ એપ્રિલ 20 બાદ પહેલી વખત અમેરિકન ડોલર સામે 93ની સપાટી પાર કરી છે. શુક્રવારે રૂપિયો 92.9950ની ઈન્ટ્રાડે ટોચને સ્પર્શી પાછો ફર્યો હતો. રૂપિયો અગાઉના બંધથી 30 પૈસા જેટલો ઊછળ્યો હતો. આ લખાય છે ત્યારે રૂપિયો 0.30 ટકા ગગડીને 93ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સપ્તાહે ભારતીય ચલણ યુએસ ડોલર સામે 1 રૂપિયા જેટલો મજબૂત થયો છે.
રૂપિયામાં મજબૂતીના કારણ
ભારતીય ઈક્વિટીમાં મજબૂત વિદેશી પોર્ટફોલિયો રોકાણ (FPI) પ્રવાહ, નિકાસકારો દ્વારા ડોલરની વેચવાલી અને ડોલર ઈન્ડેક્સમાં ઘટાડાએ રૂપિયાને સમર્થન આપ્યું છે. ડોલર ઈન્ડેક્સ શુક્રવારે ભારતીય સમય મુજબ સવારે 9.37 કલાકે 103.83ના સ્તરે હતો, જે અગાઉના સત્રમાં સમાન સમયમાં 103.92ના સ્તરે હતો.
નવેમ્બરમાં 12 અબજ ડોલરથી વધુનું રોકાણ
નવેમ્બર મહિનામાં ભારતીય શૅરબજારમાં વિદેશી રોકાણકારોએ 12 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. ગુરુવારે જ વિદેશી રોકાણકારોએ 641.99 મિલિયન ડોલરના શૅર ખરીદ્યા હતા. સાથે જ નવેમ્બરમાં તેમની કુલ શુદ્ધ ખરીદી અંદાજે રૂ. 1.15 લાખ કરોડ સુધી પહોંચી હતી. આ સિવાય MSCIના ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સના નવેમ્બર 2026ની સમીક્ષામાં ચાર ભારતીય સ્ટોક્સનો સમાવેશ કરાયો છે, તેથી ભારતીય બજારમાં અંદાજે બે અબજ ડોલરનું વધારાનું વિદેશી રોકાણ આવવાની સંભાવના છે. એક બ્રોકરેજ કંપનીના ડીલરે આ અંદાજ વ્યક્ત કર્યો છે.
ક્રૂડ ઓઈલના ભાવ પર રહેશે નજર
જોકે, રૂપિયાની આગામી ચાલ પર ક્રૂડ ઓઈલના ભાવની અસર પડી શકે છે. ક્રૂડ ઓઈલના પુરવઠામાં સંભવિત અવરોધો અંગે બજાર ચિંતિત છે. શુક્રવારે સવારે 9.40 કલાકે બ્રેન્ટ ક્રૂડનો જાન્યુઆરી વાયદાનો ભાવ 0.5 ટકાની તેજી સાથે 92.48 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યો હતો.
એશિયન ચલણોમાં રૂપિયાનું પ્રદર્શન સૌથી સારું
આ મહિને ભારતીય રૂપિયો એશિયાના અન્ય મહત્વના ચલણોની સરખામણીએ વધુ સારું પ્રદર્શન કરી રહ્યો છે. નવેમ્બરમાં અત્યાર સુધીમાં ડોલરની સરખામણીએ રૂપિયામાં અંદાજે 2 ટકાની મજબૂતી આવી છે. બજાર ડિલરો મુજબ શુક્રવારે બાકી કારોબારી સત્રમાં રૂપિયો ડોલરની સરખામણીએ 93.00થી 93.50ના દાયરામાં કારોબાર કરે તેવી સંભાવના છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Gold - Silver Price LIVE Update Today: સોનાને લાગ્યો 'કાટ'! ચાંદી વધુ તૂટશે કે આવશે રિકવરી

Gold Silver Crash: સોનું ₹1.22 લાખે, ચાંદી ₹1.48 લાખે; ખરીદદારોને રાહત, વાયદામાં મોટું નુકસાન

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનામાં ₹4,700થી વધુનો ઘટાડો, જ્યારે ચાંદી ₹8,900થી વધુ

Gold Price Today: સોનાના ભાવમાં સતત 8મા દિવસે ઘટાડો, જાણો આજના ભાવ

મસાલા બજારમાં આગઝરતી તેજી: આ 3 કારણોસર લવિંગના ભાવમાં આવ્યો 25% નો મોટો ઉછાળો

Gondal APMC: મરચા, જીરૂ અને ક્લંજીમાં તેજી, જાણો કપાસ-મગફળી સહિત 31 જણસીના ભાવ

Copper Price Today : 7 મહિનાના તળિયેથી તાંબું ઊછળ્યું, શું ફરી તેજી આવશે





