KuberaNowLogo
Saturday, 21/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

અલ-નીનોના ડરના લીધે કઠોળની આયાતમાં 60 ટકા ઉછાળો

એપ્રિલથી સપ્ટેમ્બર વોલ્યુમના સંદર્ભમાં કઠોળની આયાત લગભગ 60 ટકા વધીને 24 લાખ ટન થઈ છે. મૂલ્યના સંદર્ભમાં જોઈએ તો એપ્રિલથી સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા છ મહિના દરમિયાન આયાત 35 ટકા વધીને 1.43 અબજ ડોલર થઈ છે.

Kuberanow DeskPublished On : 21 Nov 2026
Pulse
AI Image

ભારતમાં ચાલુ વર્ષે અલ-નીનોના ડરના કારણે કઠોળની આયાતમાં લગભગ 60 ટકા ઉછાળો થયો છે. એપ્રિલથી સપ્ટેમ્બર વોલ્યુમના સંદર્ભમાં કઠોળની આયાત લગભગ 60 ટકા વધીને 24 લાખ ટન થઈ છે. મૂલ્યના સંદર્ભમાં જોઈએ તો એપ્રિલથી સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા છ મહિના દરમિયાન આયાત 35 ટકા વધીને 1.43 અબજ ડોલર થઈ છે. નીચું મૂલ્ય દર્શાવે છે કે ઊંચી આયાતને નીચા વૈશ્વિક ભાવનો ફાયદો મળ્યો હતો.


વેપારીઓએ જણાવ્યું હતું કે આગામી મહિનાઓમાં પણ કઠોળની માંગમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અન્ય દેશોનો બજારમાં આવનારો કઠોળનો પાક આ માંગ પૂરી કરશે. ઇન્ડિયા પલ્સીસ એન્ડ ગ્રેઇન્સ એસોસિયેશનના સેક્રેટરી સતીશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે અલ નીનોના લીધે સ્થાનિક સ્તરે ઉત્પાદનમાં પડેલી ઘટ જોતાં કઠોળની આયાત 60 લાખ ટનને વટાવી જાય તો આશ્ચર્ય નહીં થાય.


એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળામાં મસૂર અને પીણા વટાણાની આવક ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 235 ટકા અને 0.84 ટકા વધીને 7.60 લાખ ટન અને 6.3 લાખ ટન થઈ હતી. અડદની આવક આ સમયગાળા દરમિયાન ચાર ટકા ઘટીને 3.80 લાખ ટન થઈ હતી. તુવેરની આયાત 8 ટકા વધીને 4.80 લાખ ટન થઈ હતી.

Pulse


નાણાકીય વર્ષ 2025-26માં ભારતની કઠોળની આયાત વાર્ષિક ધોરણે 34 ટકા ઘટીને 3.63 અબજ ડોલર થઈ હતી. તે સમયે વેપારી વર્તુળોએ તેના માટે નબળી માંગ અને સ્થાનિક સ્તરે ઊંચા ઉત્પાદનને કારણભૂત ગણાવ્યું હતું. જ્યારે 2024-25માં કઠોલની આયાત 5.54 અબજ ટન હતી.


કઠોળની મુખ્ય જાત તુવેર, ચણા અને અડદનો ભાવ શનિવારે પ્રતિ કિલો રૂ. 136, રૂ. 95 અને રૂ. 127 હતો, એમ પ્રાઇસ મોનિટરિંગ સેલ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ (ડીઓસીએ)ના આંકડામાં જણાવ્યું હતું. આ ગયા વર્ષની તુલનાએ 17, 12 અને 10 ટકાનો વધારો દર્શાવે છે.


ખરીફ કઠોળની વાવણી 1.18 કરોડ હેક્ટરમાં થઈ છે. આમ તેમા વાર્ષિક ધોરણે 1.42 ટકાનો વધારો થયો છે. જો કે પાકની ઉપજને ફટકો પડ્યો છે, કારણ કે કઠોળનું ઉત્પાદન કરતાં મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા અગ્રણી રાજ્યોમાં ઓછા વરસાદના લીધે ફટકો પડ્યો છે. શિયાળાના મહિનામાં વરસાદ અને તાપમાનની પેટર્ન ચાવીરૂપ રવી કઠોળ ચણા અને મસુર પર અસર કરી શકે છે.


ભારત દર વર્ષે તેની કઠોળની ખપતના 18થી 20 ટકાની આયાત કરે છે. ભારત મુખ્યત્વે તુવેર, અડદ, મસૂર, પીળા વટાણા અને બંગાળી ચણાની કેનેડા, રશિયા, બ્રાઝિલ, મ્યાનમાર અને આફ્રિકાથી આયાત કરે છે. કુલ આયાતમાં 25 ટકા હિસ્સા સાથે તુવેર ભારતની કુલ 60 લાખ ટન કઠોળની આયાતમાં સૌથી અગ્રેસર છે, મસૂર 19 ટકા સાથે બીજા ક્રમે, પીળા વટાણા 18 ટકા સાથે ત્રીજા ક્રમે અને અડદ 16 ટકા સાથે ચોથા ક્રમે આવે છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Alluminium Anti Dumping Duty.png

Aluminium Imports : સસ્તી એલ્યુમિનિયમ આયાત પર સરકારનો સકંજો, એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની તૈયારી

Gold Prices Drop

સોનાના ભાવે તોડ્યો 46 વર્ષનો રેકોર્ડ: ટોચ પરથી 25% તૂટ્યું સોનું, જાણો હવે ભાવ વધશે કે ઘટશે?

Wheat Production.png

Wheat Acreage : ભારતમાં ઘઉંનું વાવેતર 26 વર્ષના તળીયે

Gold Adulteration with Rhenium Powder

Gold Adulteration: 22 કેરેટના ભાવે 20 કેરેટ સોનું? રેનિયમ પાવડરની ભેળસેળથી બચવા અપનાવો આ 5 સરળ ટિપ્સ

Gold Silver Explainer.png

Gold Silver Explainer : સોના-ચાંદીમાં છ કલાકમાં રૂ. 93 લાખ કરોડ ડૂબ્યા, હવે ખરીદીની તક કે વધુ ઘટાડો થશે?

Gold - Silver Price fall

Gold - Silver Price: સોના-ચાંદીમાં કેમ બોલાયો કડાકો, જાણો 10 મુખ્ય કારણો

Rupee 20.png

Rupee 7 મહિનાની ટોચે : સોના-ચાંદીમાં કડાકા વચ્ચે રૂપિયો 93ની સપાટીને પાર

Gold Silver Crash

Gold Silver Crash: સોનું ₹1.22 લાખે, ચાંદી ₹1.48 લાખે; ખરીદદારોને રાહત, વાયદામાં મોટું નુકસાન