KuberaNowLogo
Saturday, 21/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Aluminium Imports : સસ્તી એલ્યુમિનિયમ આયાત પર સરકારનો સકંજો, એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની તૈયારી

ચીન, મલેશિયા, વિયેતનામ અને થાઈલેન્ડથી થતી એલ્યુમિનિયમની આયાત સામે DGTRની એન્ટી-ડમ્પિંગ તપાસ શરૂ, સરકારની કાર્યવાહીથી ઘરેલુ કંપનીઓને મળી શકે રાહત

Kuberanow DeskPublished On : 21 Nov 2026
Alluminium Anti Dumping Duty.png
AI Generated Image

ભારત સરકાર સસ્તા એલ્યુમિનિયમની આયાત પર અંકુશ લગાવવા માટે એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લગાવવા પર વિચાર કરી રહી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ (DGTR)એ ચીન, મલેશિયા, વિયેતનામ અને થાઈલેન્ડમાંથી આયાત થનારા સસ્તા એલ્યુમિનિયમ એક્સટ્રુઝન ઉત્પાદનો વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. આ પગલાંથી ઘરેલુ એલ્યુમિનિયમ ઉત્પાદકોને રાહત મળવાની સંભાવના છે.


DGTRએ 9 નવેમ્બર 2026ના રોજ એલ્યુમિનિયમ એક્સટ્રુઝન પ્રોફાઈલ, સ્ટ્રક્ચર અને સંબંધિત ઉત્પાદનોની આયાત અંગે એન્ટી-ડમ્પિંગ તપાસ શરૂ કરી હતી. તપાસના દાયરામાં સામેલ ચાર દેશોની ભારતમાં કુલ સંબંધિત આયાતમાં અંદાજે 90 ટકા હિસ્સેદારી છે.


સસ્તી આયાતથી ઘરેલુ કંપનીઓ પર દબાણ વધ્યું

ઘરેલુ એલ્યુમિનિયમ નિર્માતાઓએ ફરિયાદ કરી છે કે વિદેશોમાંથી ઓછી કિંમતે આવતા ઉત્પાદનોના કારણે ભારતીય બજારમાં સ્પર્ધા વધી રહી છે. તેનાથી ઘરેલુ કંપનીઓની વેચાણ કિંમતો, નફા અને ઉત્પાદન ક્ષમતાના ઉપયોગ પર દબાણ પડે છે. ઘરેલુ ઉદ્યોગનું માનવું છેકે તપાસમાં ડમ્પિંગની પુષ્ટી થશે અને એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવશે તો ભારતીય કંપનીઓને વિદેશી ઉત્પાદનોની સરખામણીમાં સ્પર્ધા કરવામાં મદદ મળી શકે છે.


પાંચ ભારતીય કંપનીઓ પર રહેશે નજર

DGTRની તપાસ વચ્ચે NSE અને BSE પર લિસ્ટેડ 11 એલ્યુમિનિયમ એક્સટ્રુઝન ઉત્પાદકોનું સ્ક્રિનિંગ કરાયું છે, તેમાં SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. સ્ક્રિનિંગ દરમિયાન ઉત્પાદનોની સમાનતા, ઉત્પાદન ક્ષમતા, ઘરેલૂ બજાર પર નિર્ભરતા, એક્સટ્રુઝન કારોબારની ભાગીદારી અને આયાતથી સ્પર્ધાને જોખમ જેવા મુખ્ય માપદંડોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આ માપદંડોના આધારે પાંચ કંપનીઓને સંભવિત લાભાર્થી તરીકે શોર્ટલિસ્ટ કરાઈ છે.


જોકે, હજુ સુધી આ કંપનીઓને તપાસના દાયરામાં સામેલ ચાર દેશોથી આયાત સ્પર્ધા સાથે કોઈ પ્રત્યક્ષ કંપની-વિશેષ સંબંધ સ્થાપિત થયો નથી. DGTRએ એવા નવ ઘરેલૂ ઉત્પાદકોની પણ ઓળખ પણ જાહેર નથી કરી, જેમણે આ બાબતમાં ફરિયાદ નોંધાવી છે.


હાલ કોઈ ડ્યુટી લાગી નથી

રોકાણકારોએ એ સમજવું જરૂરી છે કે DGTRની તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે. હાલ કોઈપણ એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરાઈ નથી. તપાસના પરિણામના આધારે આગળની કાર્યવાહી નિશ્ચિત થશે. ડમ્પિંગ અને તેનાથી ઘરેલૂ ઉદ્યોગને થયેલા નુકસાનની પુષ્ટી થશે તો એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લગાવવાની ભલામણ કરી શકાય છે. એવામાં આગામી સમયમાં ભારતીય એલ્યુમિનિયમ એક્સટ્રુઝન કંપનીઓના શૅર રોકાણકારોના રડાર પર રહી શકે છે.જોકે, સંભવિત નીતિગત રાહતનો અર્થ એ નથી કે આ કંપનીઓના નફા અથવા શૅરના ભાવમાં વધારો નિશ્ચિત છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Gold Prices Drop

સોનાના ભાવે તોડ્યો 46 વર્ષનો રેકોર્ડ: ટોચ પરથી 25% તૂટ્યું સોનું, જાણો હવે ભાવ વધશે કે ઘટશે?

Wheat Production.png

Wheat Acreage : ભારતમાં ઘઉંનું વાવેતર 26 વર્ષના તળીયે

Gold Adulteration with Rhenium Powder

Gold Adulteration: 22 કેરેટના ભાવે 20 કેરેટ સોનું? રેનિયમ પાવડરની ભેળસેળથી બચવા અપનાવો આ 5 સરળ ટિપ્સ

Gold Silver Explainer.png

Gold Silver Explainer : સોના-ચાંદીમાં છ કલાકમાં રૂ. 93 લાખ કરોડ ડૂબ્યા, હવે ખરીદીની તક કે વધુ ઘટાડો થશે?

Gold - Silver Price fall

Gold - Silver Price: સોના-ચાંદીમાં કેમ બોલાયો કડાકો, જાણો 10 મુખ્ય કારણો

Rupee 20.png

Rupee 7 મહિનાની ટોચે : સોના-ચાંદીમાં કડાકા વચ્ચે રૂપિયો 93ની સપાટીને પાર

Gold Silver Crash

Gold Silver Crash: સોનું ₹1.22 લાખે, ચાંદી ₹1.48 લાખે; ખરીદદારોને રાહત, વાયદામાં મોટું નુકસાન

Gold Silver Price Today

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનામાં ₹4,700થી વધુનો ઘટાડો, જ્યારે ચાંદી ₹8,900થી વધુ