KuberaNowLogo
Saturday, 21/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

FIIsએ તોડ્યા જૂના રેકોર્ડ, 20 દિવસમાં ₹1.16 લાખ કરોડની ખરીદીથી ધમાકેદાર વાપસી

નવેમ્બરમાં ખરીદીની સુપર બૂમ : પહેલા 15 દિવસમાં ₹84,292 કરોડથી બજાર સેન્ટિમેન્ટ મજબૂત, જાન્યુઆરીથી ઓક્ટોબરની ₹2.95 લાખ કરોડની વેચવાલીમાંથી લગભગ 40% રિકવર

Kuberanow DeskPublished On : 21 Nov 2026
FII Buying.png
AI Generated Image

વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)એ નવેમ્બરમાં ભારતીય શૅરબજારમાં ખરીદીના બધા જ જૂના વિક્રમો તોડી નાંખ્યા છે. સતત અનેક મહિનાઓ સધી વેચવાલી કર્યા પછી વિદેશી રોકાણકારો હવે ભારતીય બજારમાં પાછા ફર્યા છે. 1થી 20 નવેમ્બર 2026 સુધીમાં FIIsએ ભારતીય શૅરબજારમાં કુલ રૂ. 1,16,938 કરોડનં રોકાણ કર્યું છે. આ ખરીદીથી બજારમાં તેજીને પણ ટેકો મળ્યો છે. જોકે, આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં થયેલી ભારે વેચવાલીની સરખામણીમાં હજુ ઘણી રીકવરી કરવાની બાકી છે.


નવેમ્બરના પહેલા 15 દિવસમાં જ FIIsએ રૂ. 84,292 કરોડના શૅર ખરીદ્યા હતા. આ પહેલા ડિસેમ્બર 2023માં વિદેશી રોકાણકારોએ 15 દિવસમાં રૂ. 42,731 કરોડની ખરીદી કરી હતી, જે તેમ સમયનો વિક્રમ હતો. આ વખતે વિદેશી રોકાણકારોએ જૂના રેકોર્ડની સરખામણીમાં બમણું રોકાણ કર્યું છે. ત્યાર બાદ પણ 16થી 19 નવેમ્બર દરમિયાન ખરીદીનો સિલસિલો ચાલુ રાખ્યો. 16 નવેમ્બરે FIIsએ રૂ. 4,864.7 કરોડ, 17 નવેમ્બરે 4,195.4 કરોડ, 18 નવેમ્બરે રૂ. 5,866.8 કરોડ અને 19 નવેમ્બરે રૂ. 7,411.4 કરોડ તેમજ 20 નવેમ્બરે રૂ. 10,308.42 કરોડની ખરીદી કરી.


FII Buying Info.png


જાન્યુઆરીથી ઓક્ટોબર સુધી FIIsએ કરી હતી વેચવાલી

નવેમ્બરમાં FIIsની વિક્રમી ખરીદીને આ વર્ષની કુલ વેચવાલીની દૃષ્ટિએ જોઈએ તો તસવીર થોડી અલગ જોવા મળે છે. જાન્યુઆરીથી ઓક્ટોબર 2026 વચ્ચે વિદેશી રોકાણકારોએ ભારતીય શૅરબજારમાંથી કુલ રૂ. 2,95,149 કરોડ ઉપાડી લીધા હતા. ત્યાર બાદ નવેમ્બરમાં 20 તારીખ સુધીમાં રૂ. 1,16,938 કરોડની ખરીદી કરી ચૂક્યા છે. આ હિસાબથી વિદેશી રોકાણકારોએ જાન્યુઆરીથી ઓક્ટોબર વચ્ચે કરેલી કુલ વેચવાલીના અંદાજે 39.92 ટકા હિસ્સાનું જ પાછું રોકાણ કર્યું છે. એટલે કે હજી પણ તેમની કુલ વેચવાલીના લગભગ 60.38 ટકા હિસ્સો રિકવર થવાનો બાકી છે.


નવેમ્બરમાં ખરીદીએ બજારનું વલણ બદલ્યું

સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી ભારતીય શૅર બજાર પર દબાણ બન્યું હતું. સપ્ટેમ્બરના પહેલા પખવાડિયામાં FIIsએ રૂ. 14,116 કરોડ અને બીજા પખવાડિયામાં રૂ. 21,745 કરોડના શૅર વેચ્યા હતા. આ રીતે સપ્ટેમ્બરમાં વેચવાલીનું દબાણ બનેલું હતું. ઓક્ટોબરના પહેલા પખવાડિયામાં વિદેશી રોકાણકારોની વેચવાલી વધુ તિવ્ર બની હતી. આ સમયમાં તેમણે રૂ.47,956 કરોડના શૅર વેચ્યા હતા. જોકે, ઓક્ટોબરના બીજા પખવાડિયામાં વલણ બદલાયું અને FIIsએ રૂ. 13,113 કરોડની ખરીદી કરી હતી.


નવેમ્બરમાં ખરીદીની ગતિ વધી હતી. પહેલા 15 દિવસમાં રૂ. 84,292 કરોડ અને 20 નવેમ્બર સુધીમાં કુલ રૂ. 1,16,938 કરોડની ખરીદીએ બજાર સેન્ટિમેન્ટ મજબૂત કર્યું છે. વિશેષ વાત એ છે કે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ભારતીય બેન્કિંગ અને નાણાકીય કંપનીઓમાં મજબૂત થયો છે. આસિવાય ટેલિકોમ સેક્ટરમાં રૂ. 7,570 કરોડ, ઓટો સેક્ટરમાં રૂ. 7,551 કરોડ અને કન્ઝ્યુમર સર્વિસીસ સેક્ટરમાં રૂ. 6,519 કરોડનું રોકાણ કર્યું. આઈટી સેક્ટરમાં રૂ. 5,080 કરોડ અને FMCG સેક્ટરમાં રૂ. 3,042 કરોડની ખરીદી કરી હતી.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read