ભારતના કોર સેક્ટરે પકડી રફ્તાર! ઓક્ટોબરમાં 10.9% વૃદ્ધિ, જાણો કયા ક્ષેત્રે બાજી મારી
ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઓક્ટોબર 2026માં દેશના મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રોનો ઉત્પાદન વૃદ્ધિદર વધીને 10.9% થયો છે, જે સપ્ટેમ્બરમાં 8.2% હતો.

India Core Sector Growth October 2026: ભારતીય અર્થતંત્રના ઔદ્યોગિક ક્ષેત્રમાં મજબૂત સુધારો જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે શુક્રવારે (20મી નવેમ્બર) જાહેર કરેલા આંકડા અનુસાર, ઓક્ટોબરમાં દેશના કોર સેક્ટરનો વૃદ્ધિદર વાર્ષિક ધોરણે 10.9 ટકા નોંધાયો છે. સપ્ટેમ્બરમાં આ વૃદ્ધિદર 8.2 ટકા હતો.
કોલસા, વીજળી અને લોખંડના અયસ્કમાં જોરદાર વૃદ્ધિ
કેન્દ્ર સરકાર દ્વાર જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, ઓક્ટોબરમાં સૌથી વધુ 26.4 ટકા વૃદ્ધિ લોખંડના અયસ્કના ઉત્પાદનમાં નોંધાઈ હતી. કોલસાનું ઉત્પાદન 23.1 ટકા વધ્યું હતું, જ્યારે વીજળી ઉત્પાદનમાં 21.6 ટકાનો વધારો થયો હતો. આ ઉપરાંત સિમેન્ટનું ઉત્પાદન 15.4 ટકા, સ્ટીલનું 7.3 ટકા અને પેટ્રોલિયમ રિફાઇનરી ઉત્પાદનોનું ઉત્પાદન 3.4 ટકા વધ્યું હતું. બાંધકામ અને માળખાકીય સુવિધાઓ સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં ઉત્પાદન વધવાથી ઔદ્યોગિક પ્રવૃત્તિઓને ટેકો મળ્યો છે.
આ ત્રણ ક્ષેત્રોમાં ઘટાડો
એક તરફ ઔદ્યોગિક ઉત્પાદનમાં તેજી નોંધાઈ છે, ત્યારે બીજી તરફ ત્રણ ક્ષેત્રોની કામગીરી નબળી રહી છે. ખાતરના ઉત્પાદનમાં સૌથી વધુ 12.2 ટકાનો ઘટાડો થયો છે. કુદરતી ગેસનું ઉત્પાદન 7.6 ટકા અને ક્રૂડ ઓઇલનું ઉત્પાદન 4.1 ટકા ઘટ્યું છે. આમ, નવ મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રોમાંથી છ ક્ષેત્રોમાં સકારાત્મક અને ત્રણ ક્ષેત્રોમાં નકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે.
એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન 6 ટકા વૃદ્ધિ
ચાલુ નાણકીય વર્ષના એપ્રિલથી ઓક્ટોબર 2026ના સાત મહિના દરમિયાન કોર સેક્ટરનો સંયુક્ત વૃદ્ધિદર 6 ટકા રહ્યો છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં આ વૃદ્ધિદર માત્ર 2.3 ટકા હતો. સપ્ટેમ્બર 2026નો વૃદ્ધિદર પણ અગાઉના પ્રાથમિક અંદાજ 7.9 ટકા સુધારીને 8.2 ટકા કરવામાં આવ્યો છે.
ભારતીય અર્થતંત્ર માટે કેમ મહત્ત્વપૂર્ણ
કોર સેક્ટરના આંકડા દેશની ઔદ્યોગિક પ્રવૃત્તિનું મહત્ત્વપૂર્ણ માપદંડ છે. વીજળી, સ્ટીલ, સિમેન્ટ અને કોલસા જેવા ક્ષેત્રોની કામગીરી બાંધકામ, ઉત્પાદન અને માળખાકીય વિકાસની સ્થિતિ સમજવામાં મદદ કરે છે. ઓક્ટોબરમાં આ ક્ષેત્રમાં જોવા મળેલી મજબુત વૃદ્ધિ ઔદ્યોગિક ઉત્પાદન માટે સરકારાત્મક સંકેત આપે છે. જોકે, આગામી માહિનાઓમાં આ વૃદ્ધિ જળવાઈ રહે છે કે, નહીં તે મહત્ત્વનું રહેશે.
આ પણ વાંચો: વૈશ્વિક બિઝનેસ જગતમાં ભારતીયોનો ડંકો: 236 ભારતીય નેતાઓ ચલાવે છે વિશ્વની 200 મોટી કંપનીઓ
Also Read

India Forex Reserves: ભારતના ફોરેક્સ રિઝર્વમાં મોટો કડાકો, એક જ અઠવાડિયામાં $14.2 અબજ ઘટીને $705.34 અબજ થયું

કેન્દ્રીય બજેટ 2027-28: નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થશાસ્ત્રીઓ સાથે યોજી પ્રથમ પ્રી-બજેટ બેઠક, જાણો મહત્વના મુદ્દા

Fuel Export Duty: કેન્દ્રએ ડીઝલ અને ATFની એક્સપોર્ટ ડ્યૂટીમાં કર્યો વધારો, વિમાન ભાડા મોંઘા

Budget 2027: બજેટની તૈયારીઓ તેજ, નાણામંત્રીએ અર્થશાસ્ત્રીઓ સાથે કરી પ્રથમ બેઠક

Real Estate Investment: ભારતમાં રોકાણ 39% વધ્યું, ઑફિસ પ્રોપર્ટીનો 37% હિસ્સો

India-Egypt Trade: ભારત-ઇજિપ્ત વચ્ચે 12 અબજ ડૉલરના વેપારનું લક્ષ્ય, નવા વેપાર કરારની તૈયારી

Wholesale inflation : મોંઘવારીનું નવું ટેન્શન! ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો 12.29%




