દેશમાં માર્ચ પછી ઇક્વિટી ETF ઇનફ્લો સૌથી ઊંચા સ્તરે
ઓક્ટોબરમાં આ સ્કીમમાં ઇક્વિટી રોકાણ રૂ. 12,974 કરોડ હતુ, જે માર્ચ 2026 પછીના સૌથી ઊંચા સ્તરે હતું. ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન ઇક્વિટી ETFએ કુલ રૂ. 30,171 કરોડ એકત્રિત કર્યા હતા.

શેરબજારની અસ્થિરતા વચ્ચે પણ ઇક્વિટી એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)માં રોકાણકારોનું આકર્ષણ વધ્યું છે. ઓક્ટોબરમાં આ સ્કીમમાં ઇક્વિટી રોકાણ રૂ. 12,974 કરોડ હતુ, જે માર્ચ 2026 પછીના સૌથી ઊંચા સ્તરે હતું. ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન ઇક્વિટી ETFએ કુલ રૂ. 30,171 કરોડ એકત્રિત કર્યા હતા. આમ તેમા ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 137 ટકાનો વધારો થયો છે.
આ સમયગાળા દરમિયાન બજાર અસ્થિર હતું. બીએસઈ સેન્સેક્સ ઓગસ્ટમાં 1.46 ટકા અને સપ્ટેમ્બરમાં 5.82 ટકા ઘટ્યો હતો. જ્યારે ઓક્ટોબરમાં 2.73 ટકા વધ્યો હતો. નિષ્ણાતો માને છે કે શેરો આકર્ષક મૂલ્યએ ઉપલબ્ધ હોવાના કારણે રોકાણકારોનો રસ વધ્યો હતો. તેમા પણ કંપનીઓના નફામાં વધારો થવાના પગલે પેસિવ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સની માંગમાં વધારો થયો છે.
નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના હેડ અરુણ સુંદરેસને જણાવ્યું હતું કે બે વર્ષ કરતાં વધુ સમયથી ફ્લેટ રિટર્ન પછી આ ફંડ આકર્ષક મૂલ્યએ ઉપલબ્ધ છે. તેમા પણ બીજા ક્વાર્ટરમાં કંપનીઓના મજબૂત પરિણામોએ રોકાણકારોમાં આશા જગાવી છે. હાલમાં વૈશ્વિક રોકાણકારો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)થી દૂર થઈ રહ્યા છે ત્યારે રોકાણકારોને ભારતીય ઇક્વિટીમાં ફરીથી રસ જાગ્યો છે. તેનો સીધો ફાયદો ઇક્વિટી ETFને મળ્યો છે.
આદિત્ય બિરલા સનલાઇફ મ્યુચ્યુઅલ ફંડના પેસિવ ઇન્વેસ્ટમેન્ટ હેડ હેમેન ભાટિયાએ ઇક્વિટી ETFની વધતી જતી લોકપ્રિયતા માટે સરળ રોકાણ માળખાને કારણભૂત ગણાવ્યું હતું. રોકાણકારો ઇક્વિટીમાં રોકાણ કરવા માટે સરળ અને પારદર્શક રસ્તા ઇચ્છે છે. તેઓ શેર અને સેક્ટર સિલેકશનના નિર્ણયની તેમની પ્રક્રિયા સરળ અને પારદર્શક હોય તેમ ઇચ્છે છે.
આ સમયગાળા દરમિયાન મ્યુચ્યુઅલ ફંડના ઇનફ્લોએ પણ વિવિધ માર્કેટ સાઇકલ દરમિયાન રોકાણકારોના ઉતારચઢાવનો અનુભવ કર્યો છે. ઉદ્યોગના નિષ્ણાતોનું માનવું છે કે પેસિવ ઇન્વેસ્ટમેન્ટની સ્વીકાર્યતાને લઈને થતી વૃદ્ધિ ફક્ત ટૂંકાગાળાની વાત નથી, પરંતુ રોકાણની પેટર્નમાં થયેલો મોટો ફેરફાર છે.
ભાટિયાએ જણાવ્યું હતું કે ઇક્વિટી ETFનો ઇનફ્લો રોકાણકારોને વૈવિધ્યકૃત કંપનીઓ અને સેક્ટરોમાં રોકાણ કરવાની તક પૂરી પાડે છે. તેના માટે તેઓએ સક્રિય રહીને તેમનો પોર્ટફોલિયો મેનેજ કરવાની જરૂર પડતી નથી. રોકાણકારોમાં પણ પેસિવ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટની વિસ્તરતી જતી રેન્જને લઈને જાગૃતિ આવી છે. તેના લીધે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં તેમની હિસ્સેદારી વધી છે. પેસિવ પ્રોડક્ટ્સની સાથે પેસિવ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ પણ વિસ્તરવાની સાથે વધી રહેલા ડિમેટ ખાતા બતાવે છે કે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં રોકાણકારોની હિસ્સેદારી વધી રહી છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

FIIsએ તોડ્યા જૂના રેકોર્ડ, 20 દિવસમાં ₹1.16 લાખ કરોડની ખરીદીથી ધમાકેદાર વાપસી

એક પછી એક 4 મોટા ઓર્ડર! ₹417 કરોડની ડીલ બાદ સોમવારે આ શેર પર રહેશે બજારની નજર

US Marketsમાં AIનો ફફડાટ! Nasdaq 100માં 5.6%, Nvidiaમાં 14% કડાકો; S&P 500 કરેક્શનમાં

રેકોર્ડબ્રેક $81.3 બિલિયન IPO બાદ એન્થ્રોપિકનો શેર 9% તૂટ્યો, વોલ સ્ટ્રીટ પર AI શેરોમાં હાહાકાર

રિલાયન્સ પર પ્રમોટર્સનો ભરોસો: ખુલ્લા બજારમાંથી 4.26 લાખ શેર ખરીદ્યા, જાણો નવો ટાર્ગેટ ભાવ

સેન્સેક્સના 30 શેરમાં મોટો ફેરફાર, Trent બહાર, આ કંપનીને મળશે સ્થાન

શેરબજારમાં તેજીના એંધાણ: FPI એ એક જ મહિનામાં ઠાલવ્યા ₹1.15 લાખ કરોડ, આ સેક્ટરમાં સૌથી વધુ ખરીદી




