
હુથીના હુમલાથી ઓઈલ માર્કેટમાં ખળભળાટ, સપ્લાય કટનું જોખમ કેટલું?
સાઉદીના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વાસ્તવિક નુકસાનની ચિંતા વચ્ચે બ્રેન્ટ 100 ડોલરની નજીક પહોંચ્યું

સાઉદી અરબમાં હુથી બળવાખોરોના કથિત હુમલાના અહેવાલો બાદ મંગળવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રારંભિક કારોબારસમયે તેજી જોવા મળી હતી. સાઉદી અરબના ઓઈલ ઉત્પાદન અથવા નિકાસ સંબંધિત મહત્વપૂર્ણ સ્થળોને નુકસાન પહોંચશે તો વૈશ્વિક ઓઈલ પૂરવઠો ખોરવાઈ શકે છે તે બાબતે રોકાણકારોની ચિંતા વધી ગઈ હતી.
બ્રેન્ટ ક્રૂડ મંગળવારે પ્રારંભિક કારોબારમાં પ્રતિ બેરલ 100.5 ડોલરની આજુબાજુ પહોંચી ગયું હતું જ્યારે અમેરિકાનું વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમિડિયરીઝ (WTI) ક્રૂડ પ્રતિ બેરલ અંદાજે 89.5 ડોલરના સ્તર પર ટ્રેડ થથું જોવા મળ્યું હતું. જોકે, પાછળથી ક્રૂડના ભાવમાં નરમાઈ જોવા મળી હતી.
હુથી બળવાખોરોએ દાવો કર્યો હતો કે તેણે સાઉદી અરબમાં અનેક સ્થળોને નિશાન બનાવ્યા હતા, જેમાં રિયાધના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, રાબિધ સ્થિત અરામકો રિફાઈનરી અને અબહા એરપોર્ટનો સમાવેશ થાય છે. જૂથે રિયાધ અને ખુરૈસ ક્ષેત્રમાં સાઉદી ઓઈલ કંપની અરામકો સાથે સંકળાયેલા સ્થળો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કરવાનો પણ દાવો કર્યો છે. જોકે, સાઉદી અધિકારીઓએ આ બધા જ હુમલાની સ્વતંત્ર પુષ્ટી કરી નથી. એવામાં ઓઈલ બજાર હાલ સંભવિત નુકસાન અને વાસ્તવિક સપ્લાય અવરોધોના સંકેતો પર નજર રાખી રહ્યું છે.
સપ્લાયમાં અવરોધો ઊભા થવાની આશંકાથી જોખમ વધ્યું
સાઉદી અરબ દુનિયાના સૌથી મોટા ઓઈલ ઉત્પાદકો અને નિકાસકારોમાં સામેલ છે. તેથી ત્યાં ઓઈલ ઉત્પાદન અને નિકાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માળખા પર કોઈ મોટા હુમલાની સ્થિતિમાં વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલની ઉપલબ્ધતા પર અસર પડી શકે છે. બજારમાં આ આશંકાના પગલે ઓઈલના ભાવમાં જિયોપોલિટિકલ રિસ્ક પ્રીમિયમ જોડાઈ ગયું છે. જોકે, માત્ર હુમલાના અહેવાલો ભાવમાં મોટી અને ટકાઉ તેજી માટે પર્યાપ્ત નથી. રોકાણકારો એ પણ જોઈ રહ્યા છે કે શું હકીકતમાં ઓઈલ ઉત્પાદન અથવા નિકાસમાં મોટો ઘટાડો આવે છે કે કેમ?
ક્રૂડની વધેલી નિકાસ અને રણનીતિક ભંડારે ભાવ સ્થિર
બીજીબાજુ મધ્ય-પૂર્વથી ઓઈલના પૂરવઠામાં કંઈક સુધારાએ કિંમતો પર દબાણ ઘટાડ્યું છે. સપ્ટેમ્બરમાં અખાત દેશોમાંથી ઓઈલ શિપમેન્ટ યુદ્ધ પૂર્વેના સ્તરની નજીક 81 ટકા સુધી પહોંચવાના સમાચાર છે. સાઉદી અરબે નિકાસમાં પણ વધારો નોંધાવ્યો છે. આસિવાય G-7 દેશો દ્વારા ઈમરજન્સી ભંડારમાંથી અંદાજે 100 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ અને ડીઝલ બજારમાં જાહેર કરવાની પણ યોજનાએ સંભવિત પૂરવઠા સંકટની આશંકાને કંઈક અંશે ઘટાડી દીધી છે.
નિષ્ણાતોની નજર હવે સાઉદી ઓઈલના સંસ્થાનો પર થયેલા વાસ્તવિક નુકસાન અને આગામી દિવસોમાં ઓઈલ નિકાસ પર રહેશે. આ હુમલાના કારણે ઉત્પાદન અથવા નિકાસમાં મોટો અને લાંબા સમય સુધી ચાલનારો અવરોધ આવશે તો ક્રૂડ ઓઈલના ભાવમાં તિવ્ર ઊછાળો જોવા મળી શકે છે. તેનાથી વિપરિત સાઉદીના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામાન્ય રૂપે કામ કરતા રહેશે અને ખાડી ક્ષેત્રમાંથી થતી નિકાસ યથાવત્ ચાલુ રહેશે તો બજારમાં વર્તમાન જોખમ પ્રીમિયમ ધીમે ધીમે ઘટી શકે છે. હાલ આંતરરાષ્ટ્રીય ઓઈલ બજારમાં ભૂ-રાજકીય તણાવ અને વાસ્તવિક સપ્લાયની સ્થિતિ વચ્ચે સીધી સ્પર્ધા ચાલુ છે.
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See more- શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
- Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
- NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
- Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા
Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

