અદાણી ગ્રૂપને મળ્યો 25 વર્ષનો મેગા ઓર્ડર, હવે આ રાજ્યમાં આપશે 1,750 MW વીજળી
અદાણી ગ્રૂપની Adani Energy Solutionsને પશ્ચિમ બંગાળમાં રિન્યૂએબલ વીજળી સપ્લાય કરવાનો મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીની પેટાકંપની Powerpulse Trading Solutions આગામી 25 વર્ષ સુધી 1,750 મેગાવોટ વીજળી પૂરી પાડશે.

Adani Energy Solutions Order: અદાણી ગ્રૂપની ઊર્જા ક્ષેત્રની કંપની Adani Energy Solutions Limited (AESL)ને પશ્ચિમ બંગાળમાંથી મોટો ઓર્ડર મળ્યો છે. કંપનીએ શનિવારે (21 નવેમ્બર) જાહેર કર્યું છે. જેમાં તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની Powerpulse Trading Solutions Limited (PTSL)ને પશ્ચિમ બંગાળ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની (WBSEDCL) તરફથી 1,750 મેગાવોટ રિન્યૂએબલ વીજળી સપ્લાય કરવાનો લેટર ઓફ એવોર્ડ (LoA) મળ્યો છે. આ કરાર 25 વર્ષ માટેનો છે.
750 MWનો વધારાનો વિકલ્પ, કુલ ક્ષમતા 2,500 MW થશે?
કરારમાં 750 મેગાવોટનો ગ્રીનશૂ વિકલ્પ આપવામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે WBSEDCL ભવિષ્યમાં જરૂરિયાત મુજબ વધારાની 750 મેગાવોટ વીજળી ખરીદવાનો વિકલ્પ અપનાવી શકે છે. આ વિકલ્પનો ઉપયોગ થાય તો કુલ સપ્લાય ક્ષમતા 1,750 મેગાવોટથી વધીને 2,500 મેગાવોટ થઈ જશે. જોકે, વધારાના 750 મેગાવોટનો ઓર્ડર હાલ રજિયાત નથી.
વીજળીનો પુરવઠો ક્યારથી શરૂ થશે?
કંપનીના જણાવ્યા મુજબ, પ્રારંભિક 1,750 મેગાવોટ ક્ષમતા માટે વીજળીનો પુરવઠો 1 જુલાઈ, 2028થી શરૂ થવાનો છે. જો વધારાના 750 મેગાવોટનો વિકલ્પ અમલમાં મૂકવામાં આવે તો તે ક્ષમતા માટે પહેલી એપ્રિલ, 2029થી પુરવઠો શરૂ કરવાની યોજના છે. બંને કિસ્સામાં નિર્ધારિત શરૂઆતની તારીખથી 25 વર્ષ સુધી વીજળી સપ્લાય કરવાની વ્યવસ્થા રહેશે.
ઇ-રિવર્સ ઓક્શન દ્વારા મળ્યો ઓર્ડર
PTSLને આ ઓર્ડર સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા મળ્યો છે. કંપનીએ ઇ-રિવર્સ ઓક્શનમાં ભાગ લીધો હતો અને સફળ બિડર તરીકે પસંદગી પામી હતી. આ કરાર રિન્યૂએબલ એનર્જી રાઉન્ડ-ધ-ક્લોક (RE-RTC) વીજ પુરવઠા માટે છે. આ વ્યવસ્થાનો હેતુ સૌર અને પવન ઊર્જા સાથે જરૂરી સંગ્રહ તથા અન્ય વ્યવસ્થાઓ જોડીને દિવસ-રાત વિશ્વસનીય વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવાનો છે.
4.6 GW ગ્રીન એનર્જી અને 3.5 GWh બેટરી સ્ટોરેજની વ્યવસ્થા
કંપનીના જણાવ્યાનુસાર, PTSLએ અત્યાર સુધીમાં આશરે 4.6 ગીગાવોટ સૌર અને પવન ઊર્જાની ક્ષમતા તથા 3.5 ગીગાવોટ-કલાક બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) માટે કરાર કર્યા છે. કંપની ઉદ્યોગો, ડેટા સેન્ટર્સ, કોમર્શિયલ સંસ્થાઓ અને વીજ વિતરણ કંપનીઓ સાથે લાંબા ગાળાના વીજ પુરવઠાના કરારો પણ વધારી રહી છે.
Adani Energy Solutionsના શેર પર નજર
આ ઓર્ડરની જાહેરાત શનિવારે શેરબજાર બંધ હોવા દરમિયાન કરવામાં આવી હતી. અગાઉ શુક્રવાર, 20 નવેમ્બરે Adani Energy Solutionsનો શેર 1.25 ટકા વધીને 1,491.80 રૂપિયા પર બંધ થયો હતો. નવા ઓર્ડરની જાહેરાતને પગલે સોમવારના ટ્રેડિંગ સેશનમાં કંપનીના શેર પર રોકાણકારોની નજર રહેશે. જોકે, શેરના ભાવમાં તેજી આવશે જ એવું જરૂરી નથી.
આ પણ વાંચો: Apple Watchને ટક્કર આપવા આવી રહી 'Huawei Watch Air', 7 દિવસની બેટરી બનશે ખાસિયત
Also Read

E-Way Billમાં મેટ્રોની એન્ટ્રી! માલ પરિવહન માટે GSTNએ ઉમેર્યો પાંચમો વિકલ્પ

Wedding Season 2026: દેશમાં 25 દિવસમાં 52 લાખ લગ્ન ! ₹7.5 લાખ કરોડના કારોબારનો અંદાજ

Rupee vs Dollar: એક જ દિવસમાં 62 પૈસા મજબૂત થયો રૂપિયો, 2017 પછી સૌથી મોટી માસિક તેજીના એંધાણ

ભારતના કોર સેક્ટરે પકડી રફ્તાર! ઓક્ટોબરમાં 10.9% વૃદ્ધિ, જાણો કયા ક્ષેત્રે બાજી મારી

India Forex Reserves: ભારતના ફોરેક્સ રિઝર્વમાં મોટો કડાકો, એક જ અઠવાડિયામાં $14.2 અબજ ઘટીને $705.34 અબજ થયું

કેન્દ્રીય બજેટ 2027-28: નાણામંત્રી નિર્મલા સીતારમણે અર્થશાસ્ત્રીઓ સાથે યોજી પ્રથમ પ્રી-બજેટ બેઠક, જાણો મહત્વના મુદ્દા

Fuel Export Duty: કેન્દ્રએ ડીઝલ અને ATFની એક્સપોર્ટ ડ્યૂટીમાં કર્યો વધારો, વિમાન ભાડા મોંઘા




