અમદાવાદમાં માત્ર ₹3.30 લાખમાં મળશે 1 BHK ફ્લેટ! 434 મકાનો માટે અરજી શરૂ
અમદાવાદમાં પોતાનું ઘર ખરીદવાનું સપનું જોતા આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે સારા સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ખાલી રહેલા 434 EWS ફ્લેટની ફાળવણી માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

AMC EWS Flats: અમદાવાદમાં પ્રોપર્ટીના સતત વધતા ભાવ વચ્ચે સામાન્ય અને આર્થિક રીતે નબળા પરિવારો માટે પોતાનું ઘર ખરીદવાની નવી તક ઊભી થઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ તૈયાર થયેલા 434 ખાલી EWS ફ્લેટની ફાળવણી માટે ફરી ડ્રો યોજવાનો નિર્ણય કર્યો છે. આ મકાનો માટે 20મી નવેમ્બર, 2026થી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
18 આવાસ યોજનાના 434 ફ્લેટ ફાળવાશે
AMC દ્વારા આશરે પાંચ વર્ષ અગાઉ કુલ 13,243 આવાસો તૈયાર કરવામાં આવ્યા હતા. તેમાં વિવિધ કારણોસર ફાળવાયા વિના રહેલા અથવા ફાળવણી બાદ ખાલી થયેલા 434 ફ્લેટ ફરી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફ્લેટ શહેરના સોલા, થલતેજ, ગોતા, મકરબા, ચાંદખેડા, નિકોલ, ઓઢવ અને અસલાલી જેવા વિસ્તારોમાં આવેલા છે. અહેવાલ મુજબ, મકાનની કિંમત અંદાજે 3.30 લાખ રૂપિયા છે.
1 BHK ફ્લેટમાં કઈ સુવિધાઓ મળશે?
આ ફ્લેટનો કાર્પેટ એરિયા આશરે 28 ચોરસ મીટર અને બિલ્ટઅપ એરિયા 33થી 35 ચોરસ મીટર છે. દરેક મકાનમાં ડ્રોઇંગ રૂમ, બેડરૂમ, રસોડું અને કોમન ટોઇલેટની વ્યવસ્થા છે. આવાસ સંકુલોમાં લિફ્ટ, પાર્કિંગ, ફાયર સેફ્ટી, ગ્રીન એરિયા, બાળકો માટે ગાર્ડન અને આંગણવાડી જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. કેટલાક સંકુલોની બહાર જીવનજરૂરી વસ્તુઓની દુકાનો પણ આવેલી છે.
કોણ કરી શકશે અરજી?
AMCની સત્તાવાર શરતો મુજબ, અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. પરિવારની કુલ વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. અરજદાર અને તેમના પરિવારના સભ્યોના નામે ભારતમાં પાકું મકાન અથવા જમીનનો પ્લોટ ન હોવો જોઈએ. અગાઉ આવાસ યોજનાનો લાભ લીધો હોય તો લાગુ પડતી શરતો પણ તપાસવી જરૂરી છે.
₹7,500 ડિપોઝિટ અને 10 હપ્તામાં ચુકવણી
અરજી કરતી વખતે ₹7,500 ડિપોઝિટ ભરવાની રહેશે. ડ્રોમાં પસંદગી થયા બાદ ત્રણ મહિનામાં મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20% રકમ ભરવી પડશે, જેમાં અગાઉ ચૂકવેલી ડિપોઝિટ બાદ કરવામાં આવશે. બાકીની 80% રકમ અંદાજે એક વર્ષમાં 10 સરખા હપ્તામાં ભરવાની રહેશે. AMCની સત્તાવાર શરતો મુજબ, છેલ્લાં હપ્તા સાથે મેન્ટેનન્સ ડિપોઝિટ અને અન્ય લાગુ ચાર્જ પણ ચૂકવવાના રહેશે. સંપૂર્ણ ચુકવણી અને દસ્તાવેજી પ્રક્રિયા બાદ મકાનનો કબજો આપવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી
• AMCની સત્તાવાર આવાસ યોજનાની વેબસાઇટ https://housingapplicationform.ahmedabadcity.gov.in/ ખોલો.
•પોતાની કેટેગરી પસંદ કરીને વ્યક્તિગત અને પરિવારની વિગતો ભરો.
•આવક, રહેઠાણ, ઓળખ અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
•7,500 રૂપિયા ડિપોઝિટ ભરી અરજી સબમિટ કરો.
આ પણ વાંચો: Gondal APMC : લાલ ડુંગળી અને મરચાંની આવક બંધ! નવી જાહેરાત સુધી ખેડૂતો માલ નહીં લાવી શકે
Also Read

Gondal APMC : લાલ ડુંગળી અને મરચાંની આવક બંધ! નવી જાહેરાત સુધી ખેડૂતો માલ નહીં લાવી શકે

Ahmedabad Railway સ્ટેશનને નવો ઓપ: ચાર પ્લેટફોર્મની 120 દિવસમાં કરાશે કાયાપલટ

ગુજરાતમાં ટોલ પ્લાઝા પર હવે માત્ર ટેક્સ નહીં, વાહનના દસ્તાવેજોની પણ થશે તપાસ

ગેમિંગના રસિકો માટે ખુશખબર! Blinkit પર મળશે GTA 6, જાણો તમારા શહેરમાં ડિલિવરી મળશે કે નહીં?

GSRTCએ 24 કલાકમાં જ પોતાનો રેકોર્ડ તોડ્યો! માત્ર 2 દિવસમાં ₹7.1 કરોડથી વધુની આવક

ગુજરાતમાં હોમસ્ટે બિઝનેસ બન્યો વધુ સરળ, સરકારે નિયમોમાં કર્યા મોટા ફેરફાર

Gujarat Police Bharti: 12 પાસ માટે ગુજરાત પોલીસમાં 3,000 જગ્યા પર ભરતી, જાણો અરજીની તારીખ




