GSRTCએ 24 કલાકમાં જ પોતાનો રેકોર્ડ તોડ્યો! માત્ર 2 દિવસમાં ₹7.1 કરોડથી વધુની આવક
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ ડિજિટલ ટિકિટ બુકિંગમાં નવો કીર્તિમાન સ્થાપ્યો છે. 11 નવેમ્બરે બનાવેલો પોતાનો જ રેકોર્ડ માત્ર 24 કલાકમાં તોડીને 12 નવેમ્બરે 1.50 લાખથી વધુ બેઠકોનું બુકિંગ નોંધાવ્યું છે. આ બે દિવસમાં નિગમને ₹7.1 કરોડથી વધુની આવક થઈ છે.

GSRTC Online Booking: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ ડિજિટલ ટિકિટ બુકિંગ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નિગમે 11 નવેમ્બર, 2026ના રોજ એક જ દિવસમાં સૌથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગનો નવો રેકોર્ડ બનાવ્યો હતો, પરંતુ આ રેકોર્ડ માત્ર 24 કલાકમાં જ તૂટી ગયો છે. 12 નવેમ્બરે બુકિંગ અને આવક બંનેમાં નવી ઊંચાઈ સર કરીને GSRTCએ માત્ર બે દિવસમાં ₹7.1 કરોડથી વધુની આવક મેળવી છે.
24 કલાકમાં જ તૂટ્યો ભાઈબીજનો રેકોર્ડ
GSRTC દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 11 નવેમ્બર, 2026ના ભાઈબીજના દિવસે કુલ 1,46,875 બેઠકોનું બુકિંગ થયું હતું, જેનાથી ₹3.55 કરોડની આવક થઈ હતી. તેના બીજા જ દિવસે એટલે કે 12 નવેમ્બરે આ આંકડો વધીને 1,50,010 બેઠકો પર પહોંચ્યો હતો અને આવક ₹3.64 કરોડ થઈ હતી. આમ, માત્ર એક જ દિવસના ગાળામાં અગાઉના રેકોર્ડની સરખામણીએ 3,135 વધુ બેઠકો બુક થઈ અને આવકમાં ₹9.38 લાખથી વધુનો વધારો નોંધાયો છે.
મોબાઇલ એપથી બુકિંગમાં પણ નવો કીર્તિમાન
આ રેકોર્ડબ્રેક સિદ્ધિમાં GSRTCની મોબાઇલ એપનો મોટો ફાળો રહ્યો છે. 11 નવેમ્બરે મોબાઇલ એપ મારફતે 99,402 બેઠકો બુક થઈ હતી, જેનાથી ₹2.26 કરોડની આવક થઈ હતી. જ્યારે 12 નવેમ્બરે મોબાઇલ એપ દ્વારા બુક થયેલી બેઠકોની સંખ્યા એક લાખનો આંકડો પાર કરીને 1,00,283 પર પહોંચી ગઈ અને તેનાથી ₹2.30 કરોડની આવક નોંધાઈ હતી.
સતત 7મા વર્ષે 'નંબર 1 એસ.ટી.યુ.' નું ગૌરવ
રાજ્યમાં જાહેર પરિવહન સેવાઓના ડિજિટલાઇઝેશનની દિશામાં આ એક મોટી સફળતા છે. ઓનલાઈન અને મોબાઇલ એપ જેવી સુવિધાઓને કારણે મુસાફરો માટે ટિકિટ મેળવવી સરળ બની છે. સતત 7મા વર્ષે દેશભરની તમામ એસ.ટી. યુનિટ્સમાં સૌથી વધુ બુકિંગ અને આવકનો રેકોર્ડ બનાવીને ગુજરાતને 'નંબર 1 એસ.ટી.યુ.' બનવાનું ગૌરવ મળ્યું છે. મુસાફરોને સરળ અને પારદર્શક સુવિધાઓ આપવા માટે કટિબદ્ધ GSRTCએ આ સિદ્ધિ બદલ તમામ મુસાફરોનો આભાર માન્યો છે.
આ પણ વાંચોઃ સુરત હીરા ઉદ્યોગમાં જબરદસ્ત તેજી: 25 દિવસના બદલે માત્ર 15 દિવસનું વેકેશન, 4 વર્ષ બાદ મંદી હટી
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ગુજરાતમાં હોમસ્ટે બિઝનેસ બન્યો વધુ સરળ, સરકારે નિયમોમાં કર્યા મોટા ફેરફાર

Gujarat Police Bharti: 12 પાસ માટે ગુજરાત પોલીસમાં 3,000 જગ્યા પર ભરતી, જાણો અરજીની તારીખ

Vibrant Gujarat Summit 2027 માટે રોકાણકારોને આમંત્રણ, ગુવાહાટીમાં રોડ-શો

હવે કાર-બાઈક પર જાતિ દર્શાવતાં લખાણ નહીં ચાલે! ગુજરાત સરકારે બદલ્યા નિયમો

અમદાવાદમાં હવાનું પ્રદૂષણ 'જોખમકારક': નરોડામાં AQI 225, કેર હેલ્થ ઇન્શ્યોરન્સે જાહેર કરી એડવાઇઝરી

ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: સુમુલ ડેરીએ દૂધના ભાવમાં ₹1 થી ₹6 સુધીનો વધારો ઝીંક્યો, જાણો નવા દર

Vibrant Gujarat Global Summit 2027માં આસામની એન્ટ્રી, બંને રાજ્યોમાં રોકાણની તકો વધશે





