હવે કાર-બાઈક પર જાતિ દર્શાવતાં લખાણ નહીં ચાલે! ગુજરાત સરકારે બદલ્યા નિયમો
ગુજરાત સરકારે ખાનગી વાહનો પર જાતિ દર્શાવતાં લખાણ અને ચિહ્નો અંગે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે મોટર વાહન નિયમોમાં સુધારો કરીને કાર, બાઈક, બસ અને ટ્રક સહિતનાં ખાનગી વાહનો પર જાતિસૂચક લખાણ અને ચિહ્નોના પ્રદર્શન પર નિયંત્રણ મૂક્યું છે. આ માટે 17 નવેમ્બર, 2026ના રોજ 'ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026' જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં હવે કાર કે બાઈક પર પોતાની જાતિની ઓળખ દર્શાવતાં લખાણ કે ચિહ્નો લગાવનારાઓએ સાવચેત રહેવું પડશે. રાજ્ય સરકારે ખાનગી વાહનો પર જાતિસૂચક લખાણ અને ચિહ્નોના પ્રદર્શનને નિયંત્રિત કરવા મોટર વાહન નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવા નિયમો હેઠળ પાટીદાર, રાજપૂત સહિત જાતિ દર્શાવતાં શબ્દો અને ચિહ્નો પર નિયંત્રણ લાગુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાહનો પર અન્ય પ્રકારનાં લખાણ અને આકૃતિઓના પ્રદર્શન અંગે પણ જોગવાઈ કરવામાં આવી છે.
કારથી લઈને ટ્રક સુધી લાગુ થશે નિયમ
ગુજરાત સરકારના બંદરો અને વાહન-વ્યવહાર વિભાગે 17 નવેમ્બર, 2026ના રોજ 'ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026' જાહેર કર્યા છે. આ સુધારા હેઠળ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર, બસ અને ટ્રક સહિતનાં ખાનગી વાહનો પર જાતિ દર્શાવતાં ચિહ્નો અને લખાણના પ્રદર્શન પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે.
નિયમ 125 અને 138માં શું ફેરફાર થયો?
ગુજરાત મોટર વાહન નિયમો, 1989ના નિયમ 125ના પેટાનિયમ (1)માં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ જોગવાઈમાં 'No advertising device, figure' શબ્દો હતા. હવે તેમાં 'caste signage' શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નિયમ 138માં પેટાનિયમ (2) પછી નવું પેટાનિયમ (3) ઉમેરવામાં આવ્યું છે. નવી જોગવાઈ મુજબ, રાજ્ય સરકારના સામાન્ય અથવા વિશેષ હુકમથી મંજૂરી આપવામાં આવી હોય તેવા અપવાદ સિવાય ખાનગી વાહનો પર જાહેરાતનાં ઉપકરણો, જાતિ દર્શાવતાં ચિહ્નો, આકૃતિઓ અથવા કોઈપણ પ્રકારનાં લખાણનું પ્રદર્શન કરી શકાશે નહીં.
30 દિવસમાં કોઈ વાંધો મળ્યો નહીં
રાજ્ય સરકારે આ નિયમોનો મુસદ્દો 11 જૂન, 2026ના રોજ ગુજરાતના અસાધારણ રાજપત્રમાં જાહેર કર્યો હતો. ત્યારબાદ લોકો પાસેથી 30 દિવસની અંદર વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જોકે, નિર્ધારિત સમયગાળા દરમિયાન સરકારને કોઈ વાંધો કે સૂચન મળ્યું નહોતું. આથી સરકારે હવે નિયમોના અંતિમ સુધારા જાહેર કર્યા છે.
સરકારની મંજૂરીથી મળી શકે છૂટ
નવા નિયમોમાં રાજ્ય સરકારને સામાન્ય અથવા વિશેષ હુકમ દ્વારા અપવાદ મંજૂર કરવાની સત્તા આપવામાં આવી છે. એટલે કે સરકારની મંજૂરી હોય તેવી ચોક્કસ પરિસ્થિતિમાં વાહનો પર લખાણ કે ચિહ્નો પ્રદર્શિત કરવાની છૂટ મળી શકે છે. આ ફેરફારથી ખાનગી વાહનો પર જાતિ આધારિત ઓળખ દર્શાવવાની પ્રવૃત્તિ સામે નિયમનાત્મક કાર્યવાહી કરવાનો માર્ગ ખુલ્યો છે.
આ પણ વાંચો: NSEએ રચ્યો ઇતિહાસ, વિશ્વના સૌથી મૂલ્યવાન એક્સચેન્જમાં ટોપ-5માં સ્થાન મેળવ્યું
આ પણ જુઓ:
Also Read

અમદાવાદમાં હવાનું પ્રદૂષણ 'જોખમકારક': નરોડામાં AQI 225, કેર હેલ્થ ઇન્શ્યોરન્સે જાહેર કરી એડવાઇઝરી

ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: સુમુલ ડેરીએ દૂધના ભાવમાં ₹1 થી ₹6 સુધીનો વધારો ઝીંક્યો, જાણો નવા દર

Vibrant Gujarat Global Summit 2027માં આસામની એન્ટ્રી, બંને રાજ્યોમાં રોકાણની તકો વધશે

ખાદ્ય સુરક્ષા મુદ્દે સરકાર એક્શન મોડમાં, ગુજરાતભરમાં 'ઓપરેશન હેલ્થ' શરૂ

Adani Cement: ગુજરાતથી અદાણી સિમેન્ટની ગ્રીન પહેલ, 410 ઇલેક્ટ્રિક ટ્રક દોડાવશે

દિવાળીના તહેવારોમાં ગુજરાતના 8 મુખ્ય ધામો પર પ્રવાસીઓનું ઘોડાપૂર, 38 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી

વડનગરમાં 19 અને 20 નવેમ્બરે ‘તાના-રીરી મહોત્સવ-2026’નો ભવ્ય પ્રારંભ, દેશભરના દિગ્ગજ કલાકારો સુરાવલીઓ રેલાવશે





