અમદાવાદમાં હવાનું પ્રદૂષણ 'જોખમકારક': નરોડામાં AQI 225, કેર હેલ્થ ઇન્શ્યોરન્સે જાહેર કરી એડવાઇઝરી
દેશભરમાં અને ખાસ કરીને અમદાવાદમાં હવાનું પ્રદૂષણ વધતા કેર હેલ્થ ઇન્શ્યોરન્સે નાગરિકો માટે જાહેર આરોગ્ય સલાહ બહાર પાડી છે. કંપનીના ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં શ્વાસોશ્વાસ સંબંધિત બીમારીઓના હોસ્પિટલ દાવામાં બાળકો અને વરિષ્ઠ નાગરિકોનો હિસ્સો સંયુક્તપણે 58 ટકા નોંધાયો છે.

Air Pollution Advisory: સમગ્ર ભારતમાં અને ખાસ કરીને શિયાળાની શરૂઆત સાથે અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળતા કેર હેલ્થ ઇન્શ્યોરન્સે નાગરિકોને સાવચેત રહેવા માટે જાહેર આરોગ્ય સલાહ (પબ્લિક હેલ્થ એડવાઈઝરી) બહાર પાડી છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 150 ને વટાવી ગયો છે, જેમાં નરોડામાં 225 તેમજ ઇસનપુર અને મણિનગરમાં 200 સુધી પહોંચતા આ વિસ્તારો 'જોખમકારક' શ્રેણીમાં કે તેની નજીક આવી ગયા છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઠંડી રાતો અને ઠંડા પવનોને કારણે પ્રદૂષણમાં વધુ વધારો થઈ શકે છે.
શ્વાસની બીમારીના દાવામાં બાળકો અને વૃદ્ધો સૌથી વધુ પ્રભાવિત
કેર હેલ્થ ઇન્શ્યોરન્સના દાવા સંબંધિત ડેટા મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં હોસ્પિટલમાં દાખલ થઈને સારવાર લેવાના કુલ દાવામાં શ્વાસોશ્વાસ સંબંધિત બીમારીઓનું પ્રમાણ અંદાજે 8.2 ટકા હતું. સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2025માં આ પ્રમાણ વધીને 11-11 ટકા પર પહોંચ્યું હતું, જે સમગ્ર વર્ષનો સૌથી ઊંચો માસિક વધારો છે.
આંકડા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2025-26માં શ્વાસની સમસ્યાના દાવામાં 0 થી 12 વર્ષના બાળકોનો હિસ્સો 40 ટકા અને 60 વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોનો હિસ્સો 17 ટકા હતો, જે સંયુક્તપણે 58 ટકા થાય છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2025માં બાળકોના દાવાનું પ્રમાણ વધીને 48-48 ટકા થયું હતું, અને ઓક્ટોબર 2025માં બાળકો તથા વૃદ્ધોનો સંયુક્ત હિસ્સો 63 ટકા નોંધાયો હતો. વધુમાં, એપ્રિલથી જૂન 2025ની સરખામણીમાં એપ્રિલથી જૂન 2026માં વરિષ્ઠ નાગરિકોના દાવાનો હિસ્સો વધ્યો છે.
નાણાકીય ભારણ અને સજ્જતા અંગે કંપનીનું નિવેદન
આ તારણો અંગે કેર હેલ્થ ઇન્શ્યોરન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ બિઝનેસ ઓફિસર મનિષ ડોદેજાએ જણાવ્યું હતું કે, હવાનું પ્રદૂષણ શ્વાસોશ્વાસ અને હૃદય-ધમનીના સ્વાસ્થ્યની સાથે હેલ્થકેરના ખર્ચમાં પણ વધારો કરે છે. ગંભીર બીમારીને કારણે પરિવારો પર સારવારનો ઊંચો ખર્ચ અને કામથી દૂર રહેવાનું આર્થિક ભારણ આવે છે, તેથી પ્રદૂષણથી બચવા ઉપરાંત બિનઆયોજિત તબીબી ખર્ચ માટે સજ્જ રહેવું જરૂરી છે.
કેર હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા સૂચવાયેલા મુખ્ય નિવારણાત્મક પગલાં:
બહારની પ્રવૃત્તિ મર્યાદિત કરો: દરરોજ વિસ્તારનો AQI તપાસો અને જો તે 200 થી વધુ હોય તો વહેલી સવારે અને મોડી સાંજે બહાર કસરત કરવાનું ટાળો.
માસ્ક અને એર ફિલ્ટરનો ઉપયોગ: વધુ પ્રદૂષણવાળા દિવસોમાં યોગ્ય રીતે ફિટ થાય તેવું N95 માસ્ક પહેરો, પીક અવર્સમાં બારી-બારણાં બંધ રાખો અને ઘરમાં HEPA-ફિલ્ટર વાપરવા વિચારો.
સંવેદનશીલ વર્ગની કાળજી: બાળકો, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ તેમજ અસ્થમા, COPD, હૃદયરોગ કે ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કાળજી રાખવી અને ઇનહેલર તથા ડૉક્ટરે સૂચવેલી દવાઓ નિયમિત લેવી.
લક્ષણો દેખાય તો તબીબી સલાહ લો: શ્વાસ લેવામાં તકલીફ, સતત કફ, છાતીમાં દુઃખાવો કે ધબકારામાં વધઘટ જણાય તો જાતે દવા લેવાને બદલે ડૉક્ટરનો સંપર્ક કરો.
ધુમાડો ટાળો અને વીમાની સમીક્ષા કરો: કચરો કે પાન બાળવાનું ટાળો, ઘરમાં અગરબત્તી કે મચ્છરની કોઇલનો ધુમાડો મર્યાદિત રાખો અને વધતા સારવાર ખર્ચ મુજબ હેલ્થ વીમાકવચ તથા વર્ચ્યુઅલ કન્સલ્ટેશન સેવાઓની નિયમિત સમીક્ષા કરો.
આ પણ વાંચોઃ ગ્રાહકોને મોટી રાહત: હોટેલ-રેસ્ટોરન્ટ બિલમાં ફરજિયાત સર્વિસ ચાર્જ નહીં વસૂલી શકે – હાઈકોર્ટ
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

ગરબાડા પ્રવાસે CM ભૂપેન્દ્ર પટેલ, આદિવાસી પરિવારના ઘરે બેસીને માણ્યું પરંપરાગત ભોજન

ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: સુમુલ ડેરીએ દૂધના ભાવમાં ₹1 થી ₹6 સુધીનો વધારો ઝીંક્યો, જાણો નવા દર

Vibrant Gujarat Global Summit 2027માં આસામની એન્ટ્રી, બંને રાજ્યોમાં રોકાણની તકો વધશે

ખાદ્ય સુરક્ષા મુદ્દે સરકાર એક્શન મોડમાં, ગુજરાતભરમાં 'ઓપરેશન હેલ્થ' શરૂ

Adani Cement: ગુજરાતથી અદાણી સિમેન્ટની ગ્રીન પહેલ, 410 ઇલેક્ટ્રિક ટ્રક દોડાવશે

દિવાળીના તહેવારોમાં ગુજરાતના 8 મુખ્ય ધામો પર પ્રવાસીઓનું ઘોડાપૂર, 38 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી

વડનગરમાં 19 અને 20 નવેમ્બરે ‘તાના-રીરી મહોત્સવ-2026’નો ભવ્ય પ્રારંભ, દેશભરના દિગ્ગજ કલાકારો સુરાવલીઓ રેલાવશે





