KuberaNowLogo
Thursday, 19/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગરબાડા પ્રવાસે CM ભૂપેન્દ્ર પટેલ, આદિવાસી પરિવારના ઘરે બેસીને માણ્યું પરંપરાગત ભોજન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તારના ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન ધાનપુરના ભિંડોળ ગામમાં તડવી પરિવારના ઘરે પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો. મુખ્યમંત્રી પરિવારજનો સાથે જમીન પર બેસીને પડિયા-પતરાળીમાં જમ્યા હતા.

Kuberanow DeskPublished On : 19 Nov 2026
CM

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તારના ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન સ્થાનિક પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. પ્રવાસની પ્રથમ રાત્રે તેમણે ધાનપુરના ભિંડોળ ગામમાં એક આદિવાસી તડવી પરિવારના ઘરે જઈને પરિવારજનો સાથે જમીન પર બેસી પરંપરાગત ભોજનનો સ્વાદ માણ્યો હતો.


CM


તડવી પરિવાર સાથે જમીન પર બેસીને ભોજન

ભિંડોલ ગામના આદિવાસી તડવી પરિવારના ઘરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોઈ પણ જાતના પ્રોટોકોલ કે ઠાઠમાઠ વિના પરિવારજનો સાથે જમીન પર બેસીને ભોજન લીધું હતું. ખાસ વાત એ રહી હતી કે મુખ્યમંત્રીએ પરંપરાગત આદિવાસી સંસ્કૃતિ મુજબ પડિયા અને પતરાળીમાં પીરસાયેલા દેશી અને પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ માણ્યો હતો.


CM


સમગ્ર ભિંડોલ ગામના ગ્રામજનોમાં ભારે ઉત્સાહ

રાજ્યના વડા જ્યારે પોતાના આંગણે આવીને જમીન પર બેસીને સાથે ભોજન કરે ત્યારે તડવી પરિવાર અને સમગ્ર ભિંડોલ ગામના ગ્રામજનોમાં ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ ભોજન દરમિયાન પરિવારના સભ્યો સાથે સહજતાથી વાતચીત કરીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં મુખ્યમંત્રીનું આ રાત્રિ રોકાણ અને સ્થાનિક પરિવારો સાથેનો સીધો સંવાદ વહીવટી તંત્ર અને પ્રજા વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવે છે.


CM


ત્રણ દિવસીય આદિજાતિ વિસ્તારનો પ્રવાસ

મુખ્યમંત્રીનો આ પ્રવાસ ત્રણ દિવસનો છે. પ્રવાસની પ્રથમ રાત્રે તેમણે સ્થાનિક તડવી પરિવારના ઘરે ભોજન લઈને આદિવાસી સમાજની પરંપરાગત ભોજન સંસ્કૃતિનો અનુભવ કર્યો હતો.


CM


આ પણ વાંચો: ગેમર્સની દિવાળી હવે શરૂ! GTA 6નો મેગા ક્રેઝ, લોન્ચ પહેલાં જ કમાણી અધધધ....

આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Sumul Dairy Milk Price

ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: સુમુલ ડેરીએ દૂધના ભાવમાં ₹1 થી ₹6 સુધીનો વધારો ઝીંક્યો, જાણો નવા દર

Vibrant Gujarat Summit 2027

Vibrant Gujarat Global Summit 2027માં આસામની એન્ટ્રી, બંને રાજ્યોમાં રોકાણની તકો વધશે

Gujarat launches Operation Health

ખાદ્ય સુરક્ષા મુદ્દે સરકાર એક્શન મોડમાં, ગુજરાતભરમાં 'ઓપરેશન હેલ્થ' શરૂ

Adani Cement launches electric trucks

Adani Cement: ગુજરાતથી અદાણી સિમેન્ટની ગ્રીન પહેલ, 410 ઇલેક્ટ્રિક ટ્રક દોડાવશે

Gujarat Sees Over 38 Lakh Tourists Across 8 Spots in Diwali 2026

દિવાળીના તહેવારોમાં ગુજરાતના 8 મુખ્ય ધામો પર પ્રવાસીઓનું ઘોડાપૂર, 38 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી

Tana Riri Mahotsav 2026

વડનગરમાં 19 અને 20 નવેમ્બરે ‘તાના-રીરી મહોત્સવ-2026’નો ભવ્ય પ્રારંભ, દેશભરના દિગ્ગજ કલાકારો સુરાવલીઓ રેલાવશે

Girnar Lili Parikrama 2026

ગિરનાર લીલી પરિક્રમા 20થી 24 નવેમ્બર સુધી યોજાશે, ભાવિકો માટે 450 બસ અને 11 દવાખાનાં

Railway Reservation

ગુજરાત સહિત દેશની 2,200થી વધુ ટ્રેનોમાં નવી રિઝર્વેશન સિસ્ટમ, એક મિનિટમાં બુક થશે 1.50 લાખ ટિકિટ