KuberaNowLogo
Thursday, 19/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગેમર્સની દિવાળી હવે શરૂ! GTA 6નો મેગા ક્રેઝ, લોન્ચ પહેલાં જ કમાણી અધધધ....

13 વર્ષની લાંબી રાહ બાદ GTA 6 લોન્ચ થઈ છે. લોન્ચ પહેલાં જ વિશ્વભરમાં 1.49 કરોડ પ્રી-ઓર્ડર અને ₹12,000 કરોડથી વધુની કમાણી થયાનો દાવો કરવામાં આવ્યો છે. ગેમના ક્રેઝને ધ્યાનમાં રાખીને ભારતની એક કંપનીએ 19 નવેમ્બરે કર્મચારીઓને રજા આપી છે.

Kuberanow DeskPublished On : 19 Nov 2026
GTA 6 Launch
GTA 6 LaunchAI Generated Image

GTA 6 Launch: વિશ્વભરના ગેમિંગ પ્રેમીઓ માટે 13 વર્ષની લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો છે. લોકપ્રિય વીડિયો ગેમ ગ્રાન્ડ થેફ્ટ ઓટોનું નવું વર્ઝન GTA 6 લોન્ચ થયાનો અહેવાલ છે. ગેમને લઈને એવો ક્રેઝ જોવા મળી રહ્યો છે કે ભારતની એક કંપનીએ કર્મચારીઓને ગેમ રમવા માટે રજા આપી દીધી છે. લોન્ચ પહેલાં જ 1.49 કરોડ પ્રી-ઓર્ડર થયા છે અને ₹12,000 કરોડથી વધુની કમાણી થઈ છે.


GTA 6ના પ્રી-ઓર્ડરથી ₹12,000 કરોડની કમાણીનો દાવો

GTA 6નું પ્રી-લોડિંગ 10 નવેમ્બરથી શરૂ થયું હતું. વિશ્વભરમાં 1.49 કરોડ લોકોએ ગેમનો પ્રી-ઓર્ડર કર્યો છે. આ પ્રી-ઓર્ડરથી ₹12,000 કરોડથી વધુની કમાણી થઇ છે.


ભારતીય કંપનીએ કર્મચારીઓને રજા આપી

ભારતની ઇન્ટીરિયર ડિઝાઇન કંપની ઇન્ડે બાય ચેયર્સકાર્ટે GTA 6ના લોન્ચને ધ્યાનમાં રાખીને 19 નવેમ્બરે કંપનીમાં રજા જાહેર કરી છે. કંપનીના ફાઉન્ડર અને CEO કિશોર શનમુગમે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે કર્મચારીઓ લાંબા સમયથી આ ગેમની રાહ જોઈ રહ્યા હતા. તેથી તેમને કામની ચિંતા વિના ગેમનો આનંદ માણવાની તક આપવામાં આવી છે. કંપનીનો આ નિર્ણય સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક યુઝર્સે નિર્ણયની પ્રશંસા કરી હતી, જ્યારે કેટલાકે કંપનીમાં નોકરીની ખાલી જગ્યાઓ અંગે પણ પૂછ્યું હતું.


ભારતમાં GTA 6ની કિંમત કેટલી?


GTA 6 Launch


અલ્ટિમેટ એડિશનમાં પ્રીમિયમ વાહનો, ખાસ કપડાં, કસ્ટમાઇઝ્ડ હથિયારો, બે વ્હીકલ મોડ શોપ્સ અને એક એક્સક્લુસિવ મિશન મળવાનો દાવો છે. આ ઉપરાંત 19 નવેમ્બર સુધી પ્રી-ઓર્ડર કરનારાઓને વિન્ટેજ વાઇસ સિટી પેક અને એક મહિનાનું GTA+ સબ્સ્ક્રિપ્શન મફત મળવાનું જણાવાયું છે.


GTA 6 ડાઉનલોડ કરવા કેટલી સ્ટોરેજ જોઈએ?

GTA 6 ઇન્સ્ટોલ કરવા માટે 212GB સુધીની સ્ટોરેજની જરૂર પડી શકે છે. જોકે, કન્સોલ પ્રમાણે આ જરૂરિયાત અલગ હોઈ શકે છે. ગેમનું પ્રી-ઓર્ડર કરનારા ખેલાડીઓ તેને લોન્ચ પહેલાં ડાઉનલોડ કરી શકતા હતા, પરંતુ 19 નવેમ્બરની મધરાત સુધી ગેમ રમવાની મંજૂરી નહોતી. હાલમાં GTA 6 માત્ર કન્સોલ માટે ઉપલબ્ધ છે. Rockstar Gamesએ PC વર્ઝનની લોન્ચ તારીખ હજુ જાહેર કરી નથી.


GTA 6માં શું ખાસ છે?

GTA 6માં ખેલાડીઓ ફરી એકવાર Vice Cityમાં પહોંચી શકશે. આ શહેર અમેરિકાના Miami પરથી પ્રેરિત છે. આ ઉપરાંત ગેમમાં Leonida નામનું મોટું રાજ્ય પણ સામેલ કરવામાં આવ્યું છે. ગેમની સ્ટોરી બે મુખ્ય પાત્રો Jason Duval અને Lucia Caminosની આસપાસ ફરે છે. એક લૂંટ નિષ્ફળ જતાં બંને મોટી ગુનાહિત ઘટનામાં ફસાઈ જાય છે અને ત્યાંથી તેમની નવી સફર શરૂ થાય છે.


ગેમર્સનો કેવો પ્રતિસાદ મળ્યો?

ન્યૂઝીલેન્ડમાં GTA 6 અન્ય દેશોની સરખામણીમાં વહેલી ઉપલબ્ધ થઈ હતી. ત્યાંના ખેલાડીઓ તરફથી શરૂઆતમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ગેમર્સે ખાસ કરીને ગ્રાફિક્સ, સરળ ગેમપ્લે અને નાની વિગતો પર કરવામાં આવેલા કામની પ્રશંસા કરી છે. ભારતમાં પણ 13 વર્ષ બાદ આવેલા આ નવા વર્ઝનને લઈને ગેમિંગ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો: Fintech Stocks: Paytmમાં 10%નો કડાકો, MobiKwik અને Pine Labsના શેર પણ તૂટ્યા

આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

PUC New Rules 2026

New PUC Rules 2026: કેન્દ્ર સરકારે બદલ્યા PUCના નિયમ, આ વાહનોને મળશે 3 વર્ષની માન્યતા

Narendra modi tweet on GTA 6 game

GTA 6 game: PM મોદી Gen Z મોડમાં! GTA VI ગેમને લઈ સૌને કરી દીધાં આશ્ચર્યચકિત, ભારતનાં વિકાસની બતાવી ઝલક

Ramayana Film

Ramayana Box Office: વિશ્વભરમાં ₹1,500 કરોડને પાર, ભારતમાં ‘ધુરંધર’ને પાછળ છોડી

8th Pay Commission, Level 6 to 8 Salary Hike

8મું પગાર પંચ: 2.25 ફિટમેન્ટ ફેક્ટરનો અર્થ પગાર બમણો થવો નથી, જાણો 6થી 8 લેવલના કર્મચારીઓનો પગાર કેટલો વધશે?

Instagram Launches Content Protection Tool to Stop Reels Copying

રીલ્સ ચોરી કરનારાઓની ખેર નથી! ઇન્સ્ટાગ્રામે લોન્ચ કર્યું ખાસ કન્ટેન્ટ પ્રોટેક્શન ટૂલ, જાણો કેવી રીતે કરશે કામ

Ayushman Card and Checklist Rejected

આયુષ્માન કાર્ડ બનાવતા પહેલા સાવધાન! આ 5 ભૂલો કરશો તો અરજી થઈ જશે રિજેક્ટ

Panchayat Season 5

Panchayat Season 5: 3 ડિસેમ્બરથી ફુલેરામાં ફરી જામશે ‘પંચાયત’, OTTની સફળ ફ્રેન્ચાઇઝી

khan market

જ્યાં પગ મૂકવાની જગ્યાનું ભાડું પણ લાખોમાં! દિલ્હીનું ખાન માર્કેટ ફરી બન્યું દેશનું સૌથી મોંઘું બજાર