New PUC Rules 2026: કેન્દ્ર સરકારે બદલ્યા PUCના નિયમ, આ વાહનોને મળશે 3 વર્ષની માન્યતા
કેન્દ્ર સરકારે વાહનચાલકોને રાહત આપતા PUC સર્ટિફિકેટની માન્યતા સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે.નવા નિયમો મુજબ છ વર્ષ સુધી જૂના BS6 ખાનગી વાહનો માટે PUC સર્ટિફિકેટ ત્રણ વર્ષ અને પરિવહન વાહનો માટે બે વર્ષ માન્ય રહેશે.

PUC New Rules 2026: કાર અને બાઇક ચાલકો માટે કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર એટલે કે PUC સર્ટિફિકેટની માન્યતા સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે છ વર્ષ સુધી જૂના BS6 ખાનગી વાહનો માટે PUC સર્ટિફિકેટ ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે. જોકે, આ રાહત તમામ વાહનોને નહીં મળે. વાહનની ઉંમર, પ્રકાર અને ઉત્સર્જન ધોરણ પ્રમાણે અલગ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
BS6 ખાનગી કાર અને બાઇક માટે શું બદલાયું?
નવા નિયમો અનુસાર, છ વર્ષ સુધી જૂના BS6 ખાનગી વાહનોનું PUC સર્ટિફિકેટ ત્રણ વર્ષ માન્ય રહેશે. છ વર્ષથી વધુ પરંતુ 10 વર્ષ સુધી જૂના વાહનો માટે દર વર્ષે સર્ટિફિકેટ રિન્યૂ કરાવવું પડશે. જ્યારે 10 વર્ષથી વધુ જૂના BS6 વાહનો માટે દર છ મહિને રિન્યૂઅલ ફરજિયાત રહેશે.
કોમર્શિયલ વાહનો માટે અલગ નિયમ
BS6 ધોરણવાળા પરિવહન વાહનોને પણ રાહત આપવામાં આવી છે. છ વર્ષ સુધી જૂના પરિવહન વાહનોનું PUC સર્ટિફિકેટ બે વર્ષ સુધી માન્ય રહેશે. છથી 10 વર્ષ જૂના વાહનો માટે એક વર્ષ અને 10 વર્ષથી વધુ જૂના વાહનો માટે છ મહિનાની માન્યતા નક્કી કરવામાં આવી છે.
BS4 અને તેનાથી જૂના વાહનોનું શું?
સરકારે જૂના ઉત્સર્જન ધોરણો ધરાવતા વાહનો માટે ટૂંકી માન્યતા રાખી છે. BS1, BS2 અને BS3 વાહનોનું PUC સર્ટિફિકેટ ત્રણ મહિના માન્ય રહેશે. જ્યારે BS4 વાહનો માટે તેની માન્યતા છ મહિના નક્કી કરવામાં આવી છે.
PUCની મુદત પૂરી થાય તે પહેલાં રિન્યૂ કરાવશો તો?
નવા નિયમોમાં રિન્યૂઅલની તારીખ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જો વાહનમાલિક સર્ટિફિકેટની મુદત પૂરી થવાના છેલ્લા 10 દિવસમાં રિન્યૂઅલ કરાવે, તો નવા સર્ટિફિકેટની માન્યતા જૂના સર્ટિફિકેટની સમાપ્તિની તારીખથી શરૂ થશે. મુદત પૂરી થયા બાદ રિન્યૂ કરાવવાથી નવી માન્યતા રિન્યૂઅલની તારીખથી ગણાશે.
નવા નિયમો ક્યારથી લાગુ થશે?
કેન્દ્ર સરકારે Central Motor Vehicles (Sixteenth Amendment) Rules, 2026 હેઠળ આ ફેરફાર કર્યા છે. નિયમો 19 નવેમ્બર, 2026ના રોજ ગેઝેટમાં પ્રકાશિત થતાં અમલમાં આવ્યા છે. અગાઉથી જાહેર થયેલા PUC સર્ટિફિકેટની માન્યતા આપમેળે વધશે નહીં. હાલનું સર્ટિફિકેટ માન્ય હોય તો તેની નિર્ધારિત મુદત યથાવત્ રહેશે. નવા નિયમોનો લાભ તેના પ્રથમ રિન્યૂઅલ વખતે મળશે.
આ પણ વાંચો: Fintech Stocks: Paytmમાં 10%નો કડાકો, MobiKwik અને Pine Labsના શેર પણ તૂટ્યા
Also Read

ગેમર્સની દિવાળી હવે શરૂ! GTA 6નો મેગા ક્રેઝ, લોન્ચ પહેલાં જ કમાણી અધધધ....

GTA 6 game: PM મોદી Gen Z મોડમાં! GTA VI ગેમને લઈ સૌને કરી દીધાં આશ્ચર્યચકિત, ભારતનાં વિકાસની બતાવી ઝલક

Ramayana Box Office: વિશ્વભરમાં ₹1,500 કરોડને પાર, ભારતમાં ‘ધુરંધર’ને પાછળ છોડી

8મું પગાર પંચ: 2.25 ફિટમેન્ટ ફેક્ટરનો અર્થ પગાર બમણો થવો નથી, જાણો 6થી 8 લેવલના કર્મચારીઓનો પગાર કેટલો વધશે?

રીલ્સ ચોરી કરનારાઓની ખેર નથી! ઇન્સ્ટાગ્રામે લોન્ચ કર્યું ખાસ કન્ટેન્ટ પ્રોટેક્શન ટૂલ, જાણો કેવી રીતે કરશે કામ

આયુષ્માન કાર્ડ બનાવતા પહેલા સાવધાન! આ 5 ભૂલો કરશો તો અરજી થઈ જશે રિજેક્ટ

Panchayat Season 5: 3 ડિસેમ્બરથી ફુલેરામાં ફરી જામશે ‘પંચાયત’, OTTની સફળ ફ્રેન્ચાઇઝી




