Gold-Silver Crash : શું ખરેખર માત્ર 30 મિનિટમાં રૂ. 37.20 લાખ કરોડ થયા સ્વાહા
સોનામાં 3% અને ચાંદીમાં 5% સુધીનો કડાકો; ડોલરની મજબૂતી અને ફેડના વ્યાજદર વધારાની આશંકાથી કિંમતી ધાતુઓમાં ભારે વેચવાલી, હજુ 4-5% ઘટાડાની શક્યતા

વર્ષ 2025ના અંતિમ મહિના અને વર્ષ 2026ની શરૂઆતમાં સોના અને ચાંદીના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા હતા. ચાંદીનો ભાવ પ્રતિ ઔંસ 121 ડોલર અને સોનાનો ભાવ પ્રતિ ઔંસ 5,100 ડોલરને પાર થઈ ગયો હતો. બીજીબાજુ હાલ છેલ્લા એક મહિનામાં સોના-ચાંદીના ભાવમાં એકદમ વિપરિત સ્થિતિ જોવા મળી રહી છે. ભાવ એટલી ઝડપી ગતિએ તૂટી રહ્યા છે કે રોકાણકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જોકે, ભારતમાં હવે લગ્નની સિઝન શરૂ થઈ રહી છે તેવામાં આ સમાચાર રિટેલ ગ્રાહકો માટે સારા છે. જ્વેલર્સની દુકાનો પર ભીડ ફરીથી વધવા લાગી છે. આવા સમયે એક મોટા સમાચાર આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કેટલાક દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં અચાનક જોરદાર ઘટાડો નોંધાયો છે, જેથી વૈશ્વિક કોમોડિટી બજારમાં ખળભળાટ મચી ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ 16 નવેમ્બરે સોના અને ચાંદીમાં તિવ્ર વેચવાલી થઈ હતી, જેના પગલે 400 અબજ ડોલર માર્કેટ વેલ્યુનું ધોવાણ થયું હતું, જેમાં સોનામાં 343 અબજ ડોલર અને ચાંદીમાં 44 અબજ ડોલરનો સમાવેશ થાય છે. આ ઘટાડાના પગલે માત્ર 30 મિનિટના ગાળામાં રૂ. 37.20 લાખ કરોડ સ્વાહા થઈ ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ મીડિયા અહેવોલની સ્વતંત્ર પુષ્ટી થઈ શકી નથી. નિષ્ણાતોનું કહેવું છેક ભારતમાં અનેક શહેરોમાં સોનાનો ભાવ અંદાજે પ્રતિ 10 ગ્રામ રૂ. 1.28 લાખ જેટલા નીચા સ્તરે આવી ગયો છે. આ સાથે ચાંદીનો ભાવ 1980થી પણ નીચા સ્તરે જતો રહ્યો છે. કિંમતી ધાતુઓમાં આવેલા આ મોટા ઘટાડાને પગલે રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે.

સોના અને ચાંદી સપ્ટેમ્બર 2025 પછી સૌથી નીચા સ્તરે
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદી બંનેના ભાવ સપ્ટેમ્બર 2025 પછી સૌથી નીચા સ્તરે આવી ગયા છે. સોનાનો ભાવ પ્રતિ ઔંસ 3,756 ડોલરથી ગગડીને 3,704 ડોલરે આવી ગયો છે. ચાંદીનો ભાવ પણ ચાર્ટમાં અંદાજે 45.8 ડોલરથી ગગડીને 44.7 ડોલર પ્રતિ ઔંસ આવી ગયો છે. બજારના અહેવાલો અનુસાર, સોનાના ભાવમાં આશરે 3 ટકા જ્યારે ચાંદીના ભાવમાં લગભગ 5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. આ વેચવાલીને કારણે બંને કિંમતી ધાતુઓના બજારમૂલ્યમાં મોટો ઘટાડો થયો હોવાનું કહેવાય છે.
ડોલરની મજબૂતીની અસર
સોના-ચાંદીના ભાવમાં ઘટાડા પાછળ અમેરિકન ડોલરની મજબૂતીને મહત્ત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. સાથે જ અમેરિકામાં વ્યાજદર વધવાની આશંકા અને બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે રોકાણકારો કિંમતી ધાતુઓમાંથી નાણાં પાછાં ખેંચી રહ્યા હોવાનું માનવામાં આવે છે. સામાન્ય રીતે ડોલર મજબૂત બને ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરમાં વેપાર થતી સોના અને ચાંદી જેવી કોમોડિટીઝ પર દબાણ વધે છે. આ ઉપરાંત ભાવમાં અગાઉ થયેલી તેજી બાદ રોકાણકારો દ્વારા નફારૂપી વેચવાલી કરવામાં આવતાં પણ ઘટાડો વેગવાન બની શકે છે.
ફેડરલ રિઝર્વના વ્યાજદરો પર બજારની નજર
અમેરિકન સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વના વ્યાજદરો અંગે બજાર ચિંતામાં છે.એક અંદાજ મુજબ ફેડરલ રિઝર્વ ડિસેમ્બરની પોલિસીમાં વ્યાજદર અડધો ટકો વધારી શકે છે. અનેક રિપોર્ટોમાં 2027ના પહેલા ક્વાર્ટરમાં પણ અડધા ટકા સુધીના વધારાની આશંકા વ્યક્ત થઈ રહી છે. બેન્ક ઓફ અમેરિકાના નવા રિપોર્ટમાં જણાવાયું છે કે ચાંદીના ભાવને મજબૂત અમેરિકન ડોલર, મોંઘા ક્રૂડ ઓઈલ અને અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજદર વધવાનો ડર સતાવી રહ્યો છે. ચાંદીનો આંતરરાષ્ટ્રીય કારોબાર અમેરિકન ડોલરમાં થાય છે. ડોલર મજબૂત થતા અન્ય ચલણમાં ચાંદી ખરીદવી મોંઘી થઈ શકે છે. એવામાં ખરીદી ઘટવા લાગે છે. બીજીબાજુ ક્રૂડના ભાવથી દુનિયાભરમાં મુશ્કેલીઓ સતત વધી રહી છે. આવી સ્થિતિમાં રોકાણકારોએ જોવા લાગે છે કે અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદરો અંગે કયું પગલું ઉઠાવશે. વ્યાજદર વધશે તો રોકાણકારો માટે અન્ય રોકાણના વિકલ્પ ખુલશે, જ્યાં જોખમ ઓછું અને નફો વધારે હશે.
ભારતીય બજાર પર પણ અસરની શક્યતા
આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી આ ગિરાવટની અસર ભારતીય સોના-ચાંદીના બજાર પર પણ જોવા મળી શકે છે. જોકે ભારતમાં સ્થાનિક ભાવ પર આંતરરાષ્ટ્રીય ભાવ ઉપરાંત ડોલર સામે રૂપિયાની સ્થિતિ, આયાત ખર્ચ, કસ્ટમ ડ્યૂટી અને સ્થાનિક માંગ-પુરવઠાની પણ અસર પડે છે. હાલ રોકાણકારો અને ઘરેણાં ખરીદવા ઇચ્છતા ગ્રાહકોની નજર આગામી બજારની ચાલ પર ટકેલી છે. આગામી દિવસોમાં વૈશ્વિક આર્થિક સંકેતો અને અમેરિકન ફેડરલ રિઝર્વની નીતિ અંગેના નિર્ણયોના આધારે સોના-ચાંદીના ભાવની દિશા નક્કી થઈ શકે છે.
હવે આગળ શું?
સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ રહેવાની સંભાવના છે. કારણ કે ફંડામેન્ટ અને ટેકનિકલ સ્તર બંને જગ્યાએ સોના અને ચાંદીના ભાવ નબળા જોવા મળી રહ્યા છે. અમેરિકન સેન્ટ્રલ બેન્ક આગામી દિવસોમાં વ્યાજ દર વધારે તેવી સંભાવના વ્યાપક છે. તેથી સોના-ચાંદીના ભાવ 4-5 ટકા વધુ ઘટી શકે છે. તિવ્ર ઘટાડા છતાં BOFA બેન્ક ઓફ અમેરિકાના રિપોર્ટના એક અંદાજ મુજબ વર્ષ 2027માં ચાંદી પ્રતિ ઔંસ 75 ડોલર સુધી પહોંચી શકે છે. બેન્કનું કહેવું છે કે વ્યાપક આર્થિક દબાણ ઘટે તો ચાંદીને આગળ ટેકો મળી શકે છે. BOFAનું માનવું છે કે 2026માં ચાંદીનો સપ્લાય માગ કરતા 910 ટન વધુ રહી શકે છે. પરંતુ 2027માં તસવીર બદલાય તેવી સંભાવના છે. બેન્કો 2027માં ચાંદીની માગ, ઉપલબ્ધ સપ્લાયથી 852 ટન વધુ રહેવાની આશંકા છે. રિપોર્ટ મુજબ સોલર અને ઈટીએફ માગ ઘટી છે, પરંતુ આગળ જઈને તે વધી શકે છે. વિશેષરૂપે ETF ડિમાન્ડમાં સારા ગ્રોથની આશા છે. બીજીબાજુ BOFAએ 2027 માટે ચાંદીમાં તેજીનો અંદાજ વ્યક્ત કર્યો છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Raw Sugar Import: 2.15 લાખ ટન કાચી ખાંડનો ક્વોટા ફરી ખુલ્યો, ક્યારથી કરી શકશો અરજી

Tobacco FDI: તમાકુ ઉત્પાદનમાં વિદેશી રોકાણનો પ્રતિબંધ હટાવવાની ભલામણ

સોનાના ભાવ ઘટ્યા તો સેન્ટ્રલ બેન્કોએ વધારી ખરીદી, રશિયાએ 19 ટન વેચ્યું

Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવ પર ઘટાડાનું દબાણ

ગુજરાતના કૃષિ બજારમાં તેજીનો તડકો, ધાણા-જીરું અને મરચાંના ભાવમાં ₹1,500 સુધીનો ઉછાળો

સરસવના ભાવમાં જબરદસ્ત ઉછાળો, રાજસ્થાનમાં ભાવ ₹9,100એ પહોંચ્યા

Silver Price Crash: રેકોર્ડ ઊંચાઈથી ₹2.20 લાખ સસ્તી થઈ ચાંદી! જાણો ઘટાડાના 5 મોટા કારણો





