KuberaNowLogo
Thursday, 19/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સોનાના ભાવ ઘટ્યા તો સેન્ટ્રલ બેન્કોએ વધારી ખરીદી, રશિયાએ 19 ટન વેચ્યું

વર્ષ 2026માં અત્યાર સુધી કેન્દ્રીય બેન્કોએ 675 ટન સોનું ખરીદ્યું, Q3માં ખરીદી 321 ટન રહી, સેન્ટ્રલ બેન્કો લાંબા ગાળે પોર્ટફોલિયો ડાયવર્સિફિકેશન માટે સોનું વધારી રહી છે, રશિયાએ વેચાણ કર્યું

Kuberanow DeskPublished On : 19 Nov 2026
Gold Central Bank.png
AI Generated Image

સોનાના ભાવમાં ઘટાડાના પગલે રોકાણકારો હજુ વધુ ઘટાડાની રાહ જોઈ રહ્યા છે ત્યારે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો સોનાની ખરીદી વધારી રહી છે. તાજેતરમાં જ સોનું એક વર્ષના નીચલા સ્તરે પહોંચ્યું હતું, પરંતુ સેન્ટ્રલ બેન્કોએ આ ઘટાડાનો ખરીદીની તક તરીકે ઉપયોગ કર્યો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર (Q3)માં કેન્દ્રીય બેન્કોએ 321 ટન સોનાની ખરીદી કરી હતી. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં તેમની ખરીદી પાછલા ક્વાર્ટરના 296.3 ટનની સરખામણીએ 8.5 ટકાથી વધુ રહી. બીજીબાજુ પહેલા ક્વાર્ટરમાં કેન્દ્રીય બેન્કોએ માત્ર 57 ટન સોનું ખરીદ્યું હતું. સાથે જ 2026માં અત્યાર સુધીમાં કેન્દ્રીય બેન્કોએ કુલ 675 ટન સોનાની ખરીદી કરી હતી, જે ગયા વર્ષના સમાન સમય કરતાં 6 ટકા વધુ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ મુજબ સોનાની ખરીદીનો આ સિલસિલો આગળ પણ ચાલુ રહી શકે છે અને 2026માં કેન્દ્રીય બેન્કોની કુલ માગ ઓછામાં ઓછા 2025ના સ્તરને સમકક્ષ રહી શકે છે.


કેન્દ્રીય બેન્ક સોનાની ખરીદી વધારી રહી છે

દુનિયાભરમાં કેન્દ્રીય બેન્કો સોનાની ખરીદી વધારી રહી છે. જોકે, તેનું કારણ માત્ર એટલું નથી કે સોનાના ભાવ ઘટી રહ્યા છે. હકીકતમાં તેની પાછળ સેન્ટ્રલ બેન્કોની લાંબા ગાળાની રોકાણ વ્યૂહરચના પણ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ આ વર્ષના બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં કેન્દ્રીય બેન્કોની ખરીદી ઝડપી થઈ છે. આ સમય દરમિયાન સોનાના સરેરાશ ભાવ પહેલા ક્વાર્ટરના ટોચના સ્તરેથી ગગડ્યા છે અને ભાવમાં ઉતાર-ચઢાવ પણ ઓછા થયા છે. સોનાના ભાવમાં આવેલી નરમાઈએ સેન્ટ્રલ બેન્કોની ખરીદીને વધુ સારી તક આપી છે. જોકે, ભાવ ઐતિહાસિકરૂપે હજુ પણ ઊંચા સ્તર પર હતા. એવામાં એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય બેન્ક માત્ર રોકાણ પોર્ટફોલિયોમાં ડાયવર્સિટી લાવવા માગે છે અને જોખમ ઘટાડવા માટે સોનાનો ભંડાર વધી રહી છે.


કેન્દ્રીય બેન્કોની વાસ્તવિક ખરીદી જાહેર આંકડાથી વધુ

કેન્દ્રીય બેન્કો સોનાની ખરીદીના જે આંકડા જાહેર કરે છે તેના કરતા વાસ્તવિક માગ ઘણી વધુ હોઈ શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ ત્રીજા ક્વાર્ટરમાં કેન્દ્રીય બેન્કોએ સત્તાવાર રીતે 120 ટન સોનાની ખરીદીની માહિતી આપી. જોકે, આ સમયમાં તેમની કુલ અંદાજિત ખરીદી 321 ટન રહી. એટલે કે જાહેર કરવામાં આવેલી ખરીદી અને વાસ્તવિક અંદાજિત માગ વચ્ચે મોટું અંતર છે. તેનો અર્થ એ છે કે અનેક સેન્ટ્રલ બેન્કો સોનાની ખરીદી કરે છે, પરંતુ તેની સંપૂર્ણ માહિતી જાહેર નથી કરી રહી. ત્રીજા ક્વાટ્રમાં કુલ ખરીદીના અંદાજે 63 ટકા હિસ્સો એવી ખરીદીનો હતો, જેની સત્તાવાર માહિતી અપાઈ નથી. આ વલણ 2022થી સતત જોવા મળી રહ્યું છે. તેથી અલગ અલગ દેશો તરફથી જાહેર ખરીદીના આંકડાથી કેન્દ્રીય બેન્કોની વાસ્તવિક માગનો પૂરો અંદાજ લગાવવો મુશ્કેલ છે.


કેટલાક દેશોએ સોનાની ખરીદી ઘટાડી

ત્રીજા ક્વાર્ટરમાં મોટાભાગની પ્રવૃત્તિ સોનાની ખરીદી સાથે સંકળાયેલી રહી અને વેચાણ ઘણું મર્યાદિત રહ્યું. કતાર, કિર્ગિઝ રિપબ્લિક અને સંયુક્ત આરબ અમિરાત (UAE)એ તેમના ગોલ્ડ રિઝર્વમાં થોડો કાપ મૂક્યો છે. જોકે, આ દેશોના કુલ સોનાના ભંડારની સરખામણીમાં તે ખૂબ જ મામૂલી હતો. રશિયા આ બાબતમાં અન્ય દેશોથી અલગ રહ્યું. તેણે ત્રીજા ક્વાર્ટરમાં તેના ગોલ્ડ રિઝર્વમાં 19 ટનનો કાપ મૂક્યો. આ સમયમાં રશિયા એકમાત્ર એવો દેશ રહ્યો, જેણે મોટાપાયે સોનાનું વેચાણ કર્યું.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn