KuberaNowLogo
Wednesday, 18/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

દિવાળીના તહેવારોમાં ગુજરાતના 8 મુખ્ય ધામો પર પ્રવાસીઓનું ઘોડાપૂર, 38 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી

દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતના 8 મુખ્ય પ્રવાસન અને ધાર્મિક સ્થળો પર 38 લાખથી વધુ પ્રવાસીઓની ઐતિહાસિક ભીડ જોવા મળી છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 6 થી 14 નવેમ્બર, 2026 દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો છે, જેમાં દ્વારકા ખાતે સૌથી વધુ 128.8 ટકાનો વધારો થયો છે.

Kuberanow DeskPublished On : 18 Nov 2026
Gujarat Sees Over 38 Lakh Tourists Across 8 Spots in Diwali 2026
AI

Gujarat Tourism: દિવાળીના તહેવારોની રજાઓમાં ગુજરાતના પ્રવાસન સ્થળો અને પવિત્ર યાત્રાધામો પર દેશ-વિદેશના પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. રાજ્યના દ્વારકા, નડાબેટ, અંબાજી, સોમનાથ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના કુલ 8 મુખ્ય સ્થળો પર 38 લાખથી વધુ સ્થાનિક તેમજ બહારના પ્રવાસીઓએ મુલાકાત લઈને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.


9 દિવસમાં પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો

વર્ષ 2025ના દિવાળીના 9 દિવસના સમયગાળાની સરખામણીમાં ચાલુ વર્ષે તારીખ 6 થી 14 નવેમ્બર, 2026 દરમિયાન રાજ્યના આ 8 ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન સ્થળો પર મુલાકાતીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા યાત્રાધામો અને પ્રવાસન સ્થળો પર વિકસાવવામાં આવેલી આધુનિક સુવિધાઓ તેમજ પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને કરાયેલા સુવ્યવસ્થિત આયોજનને કારણે આ સફળતા મળી છે.


કયા સ્થળે કેટલા પ્રવાસીઓ ઉમટ્યા?

રાજ્યના આ 8 મુખ્ય સ્થળો પર નોંધાયેલા આંકડા મુજબ, સૌથી વધુ વૃદ્ધિ યાત્રાધામ દ્વારકા ખાતે જોવા મળી છે. દ્વારકા મંદિર ખાતે સૌથી વધુ 9.75 લાખ મુલાકાતીઓ નોંધાયા છે, જે ગત વર્ષ કરતાં 128.8 ટકાનો વધારો દર્શાવે છે. આ ઉપરાંત અંબાજી મંદિર, ગબ્બર હિલ અને રોપ-વે ખાતે 11.95 લાખથી વધુ (+48.9 ટકા) તેમજ સોમનાથ મંદિર ખાતે 9.12 લાખથી વધુ (+43.9 ટકા) શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.


અન્ય પ્રવાસન સ્થળો પર પણ પ્રવાસીઓનો ધસારો

ધાર્મિક સ્થળો ઉપરાંત રાજ્યના અન્ય જાણીતા પ્રવાસન સ્થળો પર પણ પ્રવાસીઓની ભારે ભીડ રહી હતી. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 5.57 લાખથી વધુ (+32.35 ટકા), નડાબેટ ખાતે 37 હજારથી વધુ (+54.1 ટકા) અને ગિરનાર રોપ-વે ખાતે 48,800થી વધુ (+25.3 ટકા) પ્રવાસીઓ નોંધાયા છે. આ સાથે જ વડનગર ખાતે 62 હજારથી વધુ અને ભુજના સ્મૃતિવન મેમોરિયલ ખાતે 25 હજારથી વધુ મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન સુવિધાઓમાં કરાયેલા સતત વધારા અને યોગ્ય વ્યવસ્થાપનને લીધે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે આ નવો કીર્તિમાન સ્થાપિત થયો છે.


આ પણ વાંચોઃ વડનગરમાં 19 અને 20 નવેમ્બરે ‘તાના-રીરી મહોત્સવ-2026’નો ભવ્ય પ્રારંભ, દેશભરના દિગ્ગજ કલાકારો સુરાવલીઓ રેલાવશે


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Tana Riri Mahotsav 2026

વડનગરમાં 19 અને 20 નવેમ્બરે ‘તાના-રીરી મહોત્સવ-2026’નો ભવ્ય પ્રારંભ, દેશભરના દિગ્ગજ કલાકારો સુરાવલીઓ રેલાવશે

Girnar Lili Parikrama 2026

ગિરનાર લીલી પરિક્રમા 20થી 24 નવેમ્બર સુધી યોજાશે, ભાવિકો માટે 450 બસ અને 11 દવાખાનાં

Railway Reservation

ગુજરાત સહિત દેશની 2,200થી વધુ ટ્રેનોમાં નવી રિઝર્વેશન સિસ્ટમ, એક મિનિટમાં બુક થશે 1.50 લાખ ટિકિટ

Shamlaji Temple Enters World Record of Excellence List

ગુજરાતનું ગૌરવ: 1500 વર્ષ પ્રાચીન શામળાજી મંદિરનું નામ 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ'માં નોંધાયું

Gujarat Rabi Sowing Reaches 5.45% of Normal Crop Area

ગુજરાતમાં રવિ વાવેતર 2.61 લાખ હેક્ટરે પહોંચ્યું, બટાકા મોખરે ઘઉંની વાવણી હજુ ધીમી

Panchmahal

પંચમહાલમાં 78,000 MVA ક્ષમતાના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું CMના હસ્તે ભૂમિપૂજન

Gujarat Vehicle Sales

ગુજરાતીઓએ દિવાળીમાં કરી વાહનોની ધૂમ ખરીદી, 15 દિવસમાં 1.26 લાખ રજિસ્ટ્રેશન

 Ahmedabad AMC Hikes DA

AMC DA Hike 2026: અમદાવાદ મ્યુનિ. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો