KuberaNowLogo
Tuesday, 17/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

AMC DA Hike 2026: અમદાવાદ મ્યુનિ. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે.હવે DA 60%થી વધીને 63% થયો છે અને જુલાઈથી ચાર મહિનાનું એરિયર્સ ચૂકવાશે.

Kuberanow DeskPublished On : 17 Nov 2026
 Ahmedabad AMC Hikes DA
Ahmedabad AMC Hikes DA AI Generated Image

AMC DA Hike 2026: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિ. દ્વારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે DA હવે 60 ટકાથી વધીને 63 ટકા થયો છે. આ વધારાનો લાભ 24 હજાર કર્મચારીઓ અને 16 હજાર પેન્શનર્સને મળશે. નવા દર જુલાઈથી લાગુ કરવામાં આવતા જુલાઈથી ઓક્ટોબર સુધીના ચાર મહિનાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે.


જુલાઈથી લાગુ થશે 63% DA

દિવાળી પહેલાં રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ મ્યુનિ. દ્વારા પણ DAમાં 3 ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. હવે મ્યુનિ. કર્મચારીઓ અને પેન્શનર્સને મૂળ પગાર પર 63 ટકા મુજબ મોંઘવારી ભથ્થું મળશે. નવા દર જુલાઈ 2026થી લાગુ કરવામાં આવશે. જુલાઈથી ઓક્ટોબર સુધીના ચાર મહિનાના એરિયર્સ પેટે મ્યુનિ. દ્વારા કુલ ₹10.57 કરોડ ચૂકવવામાં આવશે.


ડિસેમ્બરમાં ચાર મહિનાનું એરિયર્સ મળશે

નવેમ્બર મહિનાના પગાર સાથે ડિસેમ્બરમાં ચાર મહિનાનું એરિયર્સ એકસાથે ચૂકવવામાં આવશે. સાથે જ નવેમ્બર મહિનાના પગારમાં નવા દર પ્રમાણે મૂળ પગારના 63 ટકા મુજબ મોંઘવારી ભથ્થાની ગણતરી કરવામાં આવશે. ઈપીએફ અને એનપીએસના કર્મચારીઓને પણ નવા દર પ્રમાણે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ અગાઉ મે મહિનામાં મ્યુનિ. દ્વારા DAમાં 2 ટકાનો વધારો કરીને તેને 58 ટકાથી વધારીને 60 ટકા કરવામાં આવ્યો હતો.


મ્યુનિ.ને વર્ષે ₹36 કરોડનો વધારાનો ખર્ચ

નવા DAના અમલથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ખર્ચમાં પણ વધારો થશે. નવા ભથ્થા મુજબ મ્યુનિ.ને દર મહિને અંદાજે ₹3 કરોડ અને વર્ષે વધારાના ₹36 કરોડનો ખર્ચ થશે.


પેટા સંસ્થાઓ માટે અલગ નિર્ણય લેવાશે

હાલમાં નવા મોંઘવારી ભથ્થાની અમલવારી માત્ર અમદાવાદ મ્યુનિ.ના કર્મચારીઓ અને પેન્શનર્સ પૂરતી મર્યાદિત છે. AMTS, સ્કૂલ બોર્ડ, VS હોસ્પિટલ, MJ લાયબ્રેરી સહિત મ્યુનિ. પાસેથી ગ્રાન્ટ મેળવતી પેટા સંસ્થાઓમાં આ નિર્ણય આપમેળે લાગુ નહીં પડે. આ સંસ્થાઓ પોતાની નાણાકીય તરલતાના આધારે અલગથી નિર્ણય લઈને ઠરાવ કરી શકશે.


કર્મચારીઓને દર મહિને ₹500થી ₹2,000 સુધીનો લાભ

મ્યુનિ.ના વર્ગ 4થી વર્ગ 1ના કર્મચારીઓ અને અધિકારીઓનો બેઝિક પગાર સામાન્ય રીતે આશરે ₹18,000થી ₹70-80 હજાર સુધીનો હોય છે. આ ગણતરી મુજબ એક કર્મચારી અથવા પેન્શનરને દર મહિને આશરે ₹500થી ₹2,000 સુધીના વધારાનો લાભ મળી શકે છે.


આ પણ વાંચો: Stocks In News | 17 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Panchmahal

પંચમહાલમાં 78,000 MVA ક્ષમતાના નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું CMના હસ્તે ભૂમિપૂજન

Gujarat Vehicle Sales

ગુજરાતીઓએ દિવાળીમાં કરી વાહનોની ધૂમ ખરીદી, 15 દિવસમાં 1.26 લાખ રજિસ્ટ્રેશન

Vibrant Gujarat 2027

ગુજરાતનું ધોલેરા બનશે સેમિકન્ડક્ટર હબ! હોસ્પિટલ, હોટેલ, સ્કૂલ સહિતની સુવિધાઓથી સજ્જ થશે, રોકાણકારોનું ધ્યાન ખેંચશે

NTC 1.0

NTC 1.0: અમદાવાદમાં 22 નવેમ્બરે યોજાશે ટ્રેડર્સનો મહાકુંભ, શેરબજારના દિગ્ગજો એક મંચ પર

CSEET Result 2026

CSEET Result 2026: ગુજરાતના 1,059 વિદ્યાર્થીઓ પાસ, અમદાવાદના 7 વિદ્યાર્થીઓ દેશના ટોપ 25માં

GST Refund Rules

GST Refund Rules: નાના ઉદ્યોગોને મોટી રાહતની આશા, ટેક્સ ક્રેડિટના રિફંડમાં ફેરફારથી વર્કિંગ કેપિટલની સમસ્યા હળવી થશે

gujarat gas cng price hike 5 rupees per kg new rates

Gujarat Gas CNG Price Hike: પ્રતિ કિલો ₹5નો વધારો ઝીંકાયો, પેટ્રોલ-ડીઝલ નજીક પહોંચ્યા ભાવ

Amul Buttermilk Shrinkflation

અમૂલની છાશમાં 'શ્રિંકફ્લેશન'નો ઝટકો! ભાવ એ જ, પણ પાઉચમાં હવે મળશે ઓછી છાશ