KuberaNowLogo
Tuesday, 17/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Crude Prices : ક્રૂડ ઓઈલમાં મોટો કડાકો! બ્રેન્ટ $92ની નીચે, સપ્લાય વધવાની સંભાવના

મધ્ય-પૂર્વમાં તણાવ છતાં બજારમાં વધારાના ઓઈલ સપ્લાયની શક્યતાથી ભાવ પર દબાણ; WTI પણ 85.43 ડોલર સુધી ગગડ્યું.

kuberanow deskPublished On : 17 Nov 2026
CrudeOil17.png
AI Generated Image

આંતરરાષ્ટ્રીય બજારમાં મંગળવારે 17 નવેમ્બરે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેનું મુખ્ય કારણ વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલનો સપ્લાય માગ કરતાં વધુ હોવાની સંભાવના છે. મધ્ય-પૂર્વના દેશોમાંથી ઓઈલની નિકાસ ફરી વધી રહી છે. તેનાથી ખાડી ક્ષેત્રમાં ઓઈલ ટેન્કરો પર ચાલુ હુમલા અને તણાવની અસર પણ ભાવ પર મર્યાદિત જોવા મળી રહી છે.


આ લખાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજાર Comex પર બ્રેન્ટ ક્રૂડનો ભાવ 0.630 ડોલર એટલે કે 0.68 ટકા ઘટીને પ્રતિ ઔંસ 91.810 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ગઈકાલે 92.440ના સ્તરે બંધ થયો હતો. મંગળવારે સવારે સમાન સ્તરે ખૂલ્યો હતો. બીજીબાજુ અણેરિકન વેસ્ટ ટેક્સાસ ઈન્ડરમીડિયેટ (WTI) 0.290 ડોલર એટલે કે 0.34 ટકા ઘટીને પ્રતિ બેરલ 85.430 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. WTI ગઈકાલે 85.72ના સ્તરે બંધ આવ્યો હતો. મંગળવારે સવારે તે સમાન સ્તરે ખૂલ્યો હતો.


માગ કરતાં વધુ સપ્લાયની સંભાવનાથી ભાવ પર દબાણ

ઓઈલના ભાવમાં ઘટાડો આવવાનું મુખ્ય કારણ માગ કરતાં વધુ સપ્લાય છે. બજારનું માનવું છે કે ક્રૂડ ઓઈલનો સપ્લાય માગના સ્તરે પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં જ માગ કરતાં સપ્લાયનું પ્રમાણ વધી શકે છે. માગ અને સપ્લાય વચ્ચે બદલાતા સંતુલનથી હાલ ઓઈલના ભાવ પર દબાણ બની રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA)એ શુક્રવારે કહ્યું હતું કે, આ વર્ષે ચોથા ત્રિમાસિકમાં વૈશ્વિક ઓઈલ બજારમાં વધારાના સપ્લાયની સ્થિતિ બની શકે છે. મધ્ય-પૂર્વમાં ઓઈલની નિકાસ ઝડપથી સુધરવા લાગી છે. જહાજો પર હુમલા છતાં આ ક્ષેત્રમાંથી ઓઈલની નિકાસ વૈશ્વિક માગની સરખામણીમાં વધુ ઝડપથી વધી રહી છે.


હોર્મુઝમાં હુમલાથી અનિશ્ચિતતા યથાવત્

ક્રૂડ ઓઈલના સપ્લાયમાં સુધારાના સંકેત મળી રહ્યા હોવા છતાં હોર્મુઝની ખાડીના ક્ષેત્રમાં ઊર્જા સ્થળો અને ઓઈલનું પરિવહન કરતા જહાજો પર હુમલા ચાલુ છે. હોર્મુઝની ખાડી દુનિયાના સૌથી મહત્વપૂર્ણ ઓઈલ નિકાસ માર્ગોમાંથી એક છે. અહીં સતત થઈ રહેલા હુમલાના કારણે ક્રૂડ ઓઈલનો સપ્લાય ખોરવાઈ જવા અંગે અનિશ્ચિતતા યથાવત્ રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષથી પેદા થયેલું ભૂ-રાજકીય જોખમ સંપૂર્ણપણે ખથમ થયું નથી. જોકે, હાલ ઓઈલના ભાવ પર અસર કરવામાં તેની ભૂમિકા સપ્લાય અને માગની સરખામણીમાં ઘટી ગઈ છે.


ઓપેક બેઠકમાં ઓઈલ ઉત્પાદન ક્ષમતાની સમીક્ષા

ઓઈલ નિકાસકાર દેશોના સંગઠન ઓપેક (OPEC)એ સોમવારે ઓનલાઈન બેઠક કરી હતી. તેમાં સભ્ય દેશોની મહત્તમ ટકાઉ ઓઈલ ઉત્પાદન ક્ષમતાની સમીક્ષા પર ચર્ચા થઈ હતી. આ સમીક્ષા મહત્વપૂર્ણ છે, કારણ કે તેના આધારે 2027 અને ત્યાર પછી સભ્ય દેશોના ઓઈલ ઉત્પાદનનો ક્વોટા નક્કી કરવામાં મદદ મળશે. રશઇયાના નેતૃત્વવાળા સહયોગી દેશો સહિત ઓપેક પ્લસ જૂથની આગામી બેઠક 29 નવેમ્બરે યોજાશે. આ બેઠકમાં 2027 માટે ઓઈલ ઉત્પાદનની નીતિ પર નિર્ણય લેવાશે.


અમેરિકાનો રણનીતિક ઓઈલ ભંડાર 44 વર્ષના તળીયે

દરમિયાન અમેરિકાનો રણનીતિક પેટ્રોલિયમ ભંડાર (SPR)માં પણ મોટો ઘટાડો નોંધાયો છે. અમેરિકન ઊર્જા વિભાગના આંકડા મુજબ ગયા સપ્તાહે અમેરિકાના રણનીતિક ઓઈલ ભંડારમાં ક્રૂડ ઓઈલનો સ્ટોક ઘટીને 27.64 કરોડ બેરલ રહી ગયો, જે ઓગસ્ટ 1982 પછી સૌથી નીચા સ્તરે છે. હાલના સમયમાં આ ભંડારમાંથી ઓઈલની નિકાસ અમેરિકાની એ સમજૂતીનો ભાગ છે, જેના હેઠળ રણનીતિક ભંડારમાંથી કુલ 17.2 કરોડ બેરલ ઓઈલ બજારમાં જવાનું છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn