KuberaNowLogo
Monday, 16/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાતનું ધોલેરા બનશે સેમિકન્ડક્ટર હબ! હોસ્પિટલ, હોટેલ, સ્કૂલ સહિતની સુવિધાઓથી સજ્જ થશે, રોકાણકારોનું ધ્યાન ખેંચશે

ભારતના પ્રથમ ઉભરતા 'સેમિકોન સિટી' તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી રહેલા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)માં હવે માત્ર ઉદ્યોગો જ નહીં, પરંતુ રહેવાલાયક આધુનિક શહેરનું માળખું પણ ઝડપથી આકાર લઈ રહ્યું છે.

Kuberanow DeskPublished On : 16 Nov 2026
Vibrant Gujarat 2027
AI Image

Vibrant Gujarat 2027: રાતના ધોલેરા SIRમાં ચાલી રહેલા મહત્ત્વના ઔદ્યોગિક અને શહેરી વિકાસના કામોમાં વેપારીઓ, રોકાણકારો, વ્યાવસાયિકો અને સ્થાનિક રહેવાસીઓ માટે એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ ઊભી કરવા આવી રહી છે. તાજેતરમાં ધોલેરાના કાર્યરત વિસ્તાર (Activation Area)માં ચાલી રહેલા વિવિધ સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિ ચકાસી હતી. જેમાં 200 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઇન્ટિગ્રેટેડ સ્કૂલ, ફાયર સ્ટેશન, હોટેલ, ગેસ્ટ હાઉસ, ફૂડ કોર્ટ, ટેન્ટ સિટી તેમજ રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ સમીક્ષા દરમિયાન ધોલેરા એક આત્મનિર્ભર શહેરી અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું.


હોસ્પિટાલિટી અને પ્રવાસન સુવિધાઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ

ધોલેરામાં આવનારા રોકાણકારો, ઔદ્યોગિક આગેવાનો, બિઝનેસ ડેલિગેશન અને મુલાકાતીઓની સુવિધા માટે અનેક હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે. અહીં સુઈટ અને કોન્ફરન્સ સુવિધાઓથી સજ્જ 42 રૂમનું ગેસ્ટ હાઉસ તૈયાર થઈ રહ્યું છે. આ ઉપરાંત એકસાથે આશરે 600 લોકો બેસીને જમી શકે તેવું વિશાળ ફૂડ કોર્ટ અને 50 ટેન્ટ ધરાવતું આધુનિક ટેન્ટ સિટી પણ ઉપલબ્ધ થશે. ધોલેરામાં મોટા પાયે ઔદ્યોગિક રોકાણ આવી રહ્યું હોવાથી આગામી વર્ષોમાં સારી હોસ્પિટલ અને હોટેલ સેવાઓની માંગ વધશે, જેથી દેશની અગ્રણી હોસ્પિટલ ચેઈન અને હોસ્પિટાલિટી ડેવલપર્સ માટે અહીં વહેલા પ્રવેશ મેળવવાની ઉત્તમ તક છે.


ટાટા સેમિકન્ડક્ટર પ્લાન્ટ બન્યો વિકાસનું મુખ્ય એન્જિન

ધોલેરાની આ તેજ ગતિ પાછળ ટાટા ઇલેક્ટ્રોનિક્સની સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન ફેસિલિટી મુખ્ય ચાલક બળ છે, જે ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રના સૌથી મોટા રોકાણોમાંથી એક છે. આ પ્લાન્ટના કારણે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, તેની સાથે જોડાયેલા અન્ય ઉદ્યોગો, ટેકનોલોજી કંપનીઓ, રિસર્ચ સંસ્થાઓ અને કુશળ વ્યાવસાયિકો માટે એક વિશાળ ઇકોસિસ્ટમ તૈયાર થઈ રહી છે, જેનાથી શહેરી સુવિધાઓની માંગમાં પણ મોટો વધારો થયો છે.


પર્યાવરણની જાળવણી માટે 1.11 લાખ છોડનું વાવેતર

ઔદ્યોગિક વિકાસની સાથે ધોલેરામાં પર્યાવરણની જાળવણી પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. વન વિભાગ અને સદભાવના ટ્રસ્ટના સહયોગથી એક્ટિવેશન એરિયાના 53 હેક્ટર વિસ્તારમાં આશરે 1.11 લાખ છોડ વાવવામાં આવ્યા છે. ધોલેરાના વાતાવરણને અનુકૂળ ગ્રીન કવર ઊભું કરવા અને છોડનો સર્વાઈવલ રેટ વધારવા માટે અહીં નવીન 'ડ્રમ પ્લાન્ટેશન ટેકનિક'નો ઉપયોગ કરવામાં આવ્યો છે.


રોડ, એર અને રેલ કનેક્ટિવિટીથી જોડાશે ધોલેરા

ધોલેરામાં રોકાણ આકર્ષવા માટે કનેક્ટિવિટીની સુવિધાઓ ઝડપથી પૂર્ણ થઈ રહી છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે કાર્યરત થવાથી મુસાફરી અને માલવહન ખૂબ જ સરળ બન્યા છે. આ ઉપરાંત ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ 2026ના અંત સુધીમાં શરૂ થવાની ધારણા છે, જેનાથી સ્થાનિક અને વૈશ્વિક કનેક્ટિવિટીમાં મોટો વધારો થશે. સાથે જ રેલ નેટવર્ક પણ મજબૂત બની રહ્યું છે. ભીમનાથ-ધોલેરા લોજિસ્ટિક હબ રેલ લાઈન અને અમદાવાદ-ધોલેરા સેમી હાઈ-સ્પીડ ડબલ રેલ લાઈન દ્વારા ધોલેરાને સીધું અમદાવાદ એરપોર્ટ અને લોથલ સાથે જોડવામાં આવશે.


VGGS 2027માં ધોલેરા બનશે ફ્લેગશિપ ડેસ્ટિનેશન

ગુજરાત સરકાર જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2027ની તૈયારીઓ કરી રહી છે, ત્યારે આ સમિટમાં ધોલેરા એક ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવશે. સમિટ દરમિયાન ધોલેરામાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગોની સાથે હેલ્થકેર, હોસ્પિટાલિટી, શિક્ષણ તેમજ રહેણાંક અને કોમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ આકર્ષવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. ટૂંકમાં, ધોલેરા હવે માત્ર એક ઔદ્યોગિક વિસ્તાર ન રહેતા વૈશ્વિક સ્તરનું સુવિધાસભર 'સ્માર્ટ સિટી' બની રહ્યું છે.

આ પણ વાંચો: Expert Speaks : સોનાની ચમક ફીકી, ફોર્સ્ડ સેલિંગ, મોંઘવારી અને ફેડના સંકેતોથી ભાવમાં તીવ્ર ઘટાડો

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

NTC 1.0

NTC 1.0: અમદાવાદમાં 22 નવેમ્બરે યોજાશે ટ્રેડર્સનો મહાકુંભ, શેરબજારના દિગ્ગજો એક મંચ પર

CSEET Result 2026

CSEET Result 2026: ગુજરાતના 1,059 વિદ્યાર્થીઓ પાસ, અમદાવાદના 7 વિદ્યાર્થીઓ દેશના ટોપ 25માં

GST Refund Rules

GST Refund Rules: નાના ઉદ્યોગોને મોટી રાહતની આશા, ટેક્સ ક્રેડિટના રિફંડમાં ફેરફારથી વર્કિંગ કેપિટલની સમસ્યા હળવી થશે

gujarat gas cng price hike 5 rupees per kg new rates

Gujarat Gas CNG Price Hike: પ્રતિ કિલો ₹5નો વધારો ઝીંકાયો, પેટ્રોલ-ડીઝલ નજીક પહોંચ્યા ભાવ

Amul Buttermilk Shrinkflation

અમૂલની છાશમાં 'શ્રિંકફ્લેશન'નો ઝટકો! ભાવ એ જ, પણ પાઉચમાં હવે મળશે ઓછી છાશ

Taranga Hill-Ambaji-Abu Road Rail Project

ઉત્તર ગુજરાતને રેલવેની મોટી ભેટ! તારંગા હિલ-અંબાજી-આબુ રોડ રેલવે લાઈનમાં બનશે 15 સ્ટેશન

Amul price hike

Amul Price Hike: મોંઘવારીનો ડબલ ઝટકો! દૂધ બાદ હવે અમૂલ દહીંના ભાવમાં વધારો

NTC 1.0

NTC 1.0: અમદાવાદમાં ટ્રેડર્સનો મહાકુંભ, શેરબજારની રણનીતિ પર થશે મંથન