Skyways Air Services: સતત બીજા ક્વાર્ટરમાં નફો 100%થી વધુ વધ્યો! નવી લિસ્ટેડ કંપનીના શેરમાં 4%ની તેજી
નવી લિસ્ટેડ લોજિસ્ટિક્સ કંપની સ્કાયવેઝ એર સર્વિસિસે સતત બીજા ક્વાર્ટરમાં 100 ટકાથી વધુ નફાવૃદ્ધિ નોંધાવી છે. Q2FY27માં કંપનીનો નફો લગભગ 130 ટકા વધીને ₹33.18 કરોડ થયો છે.

Skyways Air Services Q2 Profit Jumps 130%: શેરબજારમાં તાજેતરમાં લિસ્ટ થયેલી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ કંપની સ્કાયવેઝ એર સર્વિસિસ (Skyways Air Services)એ રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે. કંપનીએ સતત બીજા ક્વાર્ટરમાં 100%થી વધુ નફાવૃદ્ધિ નોંધાવી છે. જૂન ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન બાદ 14મી નવેમ્બરે જાહેર થયેલા સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામોમાં પણ કંપનીનો નફો લગભગ 130 ટકા વધ્યો છે. આ પરિણામો વચ્ચે શેરમાં 4 ટકાથી વધુની તેજી જોવા મળી હતી.
Q2FY27માં નફો વધીને ₹33.18 કરોડ થયો
સ્કાયવેઝ એર સર્વિસિસનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો (PAT) સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા ક્વાર્ટરમાં વધીને 33.18 કરોડ રૂપિયચા થયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 14.45 કરોડ રૂપિયા હતો. આમ, વાર્ષિક ધોરણે નફામાં લગભગ 129.62 ટકાનો વધારો નોંધાયો છે. અગાઉ જૂન ક્વાર્ટરમાં પણ કંપનીએ 100%થી વધુ નફાવૃદ્ધિ નોંધાવી હતી.
શેરમાં 4.27%ની તેજી
મજબૂત પરિણામો વચ્ચે આજે (16મી નવેમ્બર) સવારે લગભગ 10 વાગ્યે સ્કાયવેઝ એર સર્વિસિસનો શેર 4.27% વધીને ₹121.24 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ 0.58% વધીને 25,289 પર હતો. કંપનીએ પહેલી સપ્ટેમ્બર, 2026ના રોજ શેરબજારમાં પ્રવેશ કર્યો હતો.
એર કાર્ગો માર્કેટમાં કંપનીની સ્થિતિ મજબૂત
નિયમનકારી ફાઇલિંગ મુજબ, સ્થાનિક હવાઈ નિકાસ બજારમાં કંપનીનો હિસ્સો 6.2%થી વધીને 6.3% થયો છે. વર્લ્ડ ACD અનુસાર, કંપનીએ ભારતના સૌથી મોટા એર એક્સપોર્ટ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રોવાઇડર તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. FY27ના પહેલા છ મહિનામાં કંપનીએ ભારત અને અન્ય 11 દેશોની ઓફિસો મારફતે 51,115 ટન એર કાર્ગોનું સંચાલન કર્યું હતું. આ સમયગાળામાં કંપનીનો કોન્સોલિડેટેડ PAT 135.50 ટકા વધીને 59.97 કરોડ રૂપિયા થયો હતો.
કંપનીના ચેરમેન, MD અને CEO યશપાલ શર્માના જણાવ્યા અનુસાર, વધતી નિકાસ, નવા એરપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસથી લોજિસ્ટિક્સ ક્ષેત્રને લાભ મળી રહ્યો છે. કંપની ટેકનોલોજીની મદદથી એર, સી, એક્સપ્રેસ, ક્રોસ-બોર્ડર કસ્ટમ્સ બ્રોકરેજ અને ટ્રકિંગ સેવાઓને એકસાથે જોડીને ગ્રાહકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મેનેજમેન્ટ ટૂંકા અને લાંબા ગાળાના વિકાસ અંગે આશાવાદી છે.
₹0.40ના ડિવિડન્ડની જાહેરાત
કંપનીના બોર્ડે FY27 માટે પ્રતિ શેર ₹0.40નું બીજું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. 10 રૂપિયાની ફેસ વેલ્યુ સામે આ 4% ડિવિડન્ડ છે. ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ 20 નવેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે. કંપની જાહેરાતના 30 દિવસની અંદર ડિવિડન્ડ ચૂકવશે.
આ પણ વાંચો: Expert Speaks : સોનાની ચમક ફીકી, ફોર્સ્ડ સેલિંગ, મોંઘવારી અને ફેડના સંકેતોથી ભાવમાં તીવ્ર ઘટાડો
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Closing Bell: BSE Sensexએ 82,000ની સપાટી વટાવી, Nifty 25,300ની નજીક,FMCGમાં તેજી, Auto, Metal અને Realtyમાં ઘટાડો

Stock Market Closing 16 November: BSE Sensexમાં 512 પોઈન્ટનો ઉછાળો; Nifty 25,300ની નજીક, FMCGમાં તેજી, Auto, Metal અને Realtyમાં ઘટાડો

ટેલિકોમ સેક્ટરમાં જબરદસ્ત તેજી: એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયાના શેરોમાં ઉછાળો

ટાટાના આ શેરે રોકાણકારોને આપ્યો ઝટકો, ભાવ 9% સુધી ગગડ્યો

શેરબજારમાં વિદેશી રોકાણ વધશે! સેબી FPI ડિસ્ક્લોઝર નિયમો હળવા કરવાની તૈયારીમાં

Inox Wind Share Crash: Q2 પરિણામ બાદ શેર 10% તૂટ્યો

શેરબજારમાં કડાકો: આજે આ 5 શેરોમાં ભારે વેચવાલી, એકમાં લાગી 15% ની લોઅર સર્કિટ





