KuberaNowLogo
Friday, 20/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગેમિંગના રસિકો માટે ખુશખબર! Blinkit પર મળશે GTA 6, જાણો તમારા શહેરમાં ડિલિવરી મળશે કે નહીં?

લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી લોકપ્રિય વીડિયો ગેમ GTA 6 (Grand Theft Auto VI) હવે ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. ક્વિક કોમર્સ પ્લેટફોર્મ Blinkitએ 11 શહેરોમાં આ ગેમની મિનિટોમાં ડિલિવરી કરવાની સેવા શરૂ કરી છે.

Kuberanow DeskPublished On : 20 Nov 2026
GTA 6 Blinkit Delivery
GTA 6 Blinkit DeliveryAI Image

GTA 6 Blinkit Delivery: ભારતના ગેમિંગ પ્રેમીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. દુનિયાની સૌથી લોકપ્રિય વીડિયો ગેમ સિરીઝ પૈકીની એક Grand Theft Autoનું નવું વર્ઝન GTA 6 આખરે લોન્ચ થઈ ગયું છે. આ ગેમ ખરીદવા માટે હવે ગેમિંગ સ્ટોર સુધી જવાની જરૂર નહીં પડે. ક્વિક કોમર્સ કંપની Blinkitએ ભારતનાં 11 શહેરોમાં GTA 6ની મિનિટોમાં ડિલિવરી કરવાની સેવા શરૂ કરી છે. કંપનીએ PlayStation 5 માટે ગેમની સ્ટાન્ડર્ડ એડિશનની કિંમત ₹5,999 રાખી છે.


કયા 11 શહેરોમાં મળશે GTA 6?

Blinkit અને તેની પેરેન્ટ કંપની Eternalના CEO અલબિંદર ઢીંડસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ જાહેરાત કરી હતી. શરૂઆતમાં ભારતનાં 11 શહેરોના પસંદગીના વિસ્તારોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં અમદાવાદ, મુંબઈ, પુણે, દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ, નોઈડા, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા સામેલ છે. કંપનીએ 18મી અને 19મી નવેમ્બર દરમિયાન અન્ય શહેરોમાં પણ ડિલિવરી સેવા વિસ્તારવાની યોજના જાહેર કરી હતી.


₹5,999માં ગેમ મળશે, પરંતુ ડિસ્ક નહીં!

Blinkit પર GTA 6ની PlayStation 5 Standard Edition ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે ગ્રાહકને ગેમિંગ ડિસ્ક નહીં મળે. તેના બદલે એક ફિઝિકલ બોક્સ આપવામાં આવશે, જેમાં ડિજિટલ ડાઉનલોડ કોડ હશે. ગ્રાહક આ કોડને PlayStation Store પર રિડીમ કરીને પોતાના PS5 કન્સોલમાં ગેમ ડાઉનલોડ કરી શકશે. આ બોક્સને ગેમિંગ ચાહકો યાદગીરી તરીકે પણ સાચવી શકશે.


13 વર્ષની રાહ બાદ GTA 6ની એન્ટ્રી

Rockstar Games દ્વારા વિકસાવવામાં આવેલી GTA 6 ગેમ 19મી નવેમ્બર, 2026ના રોજ વૈશ્વિક સ્તરે લોન્ચ થઈ છે. આ ગેમ PlayStation 5 અને Xbox Series X|S માટે રજૂ કરવામાં આવી છે. GTA 5 પછી લગભગ 13 વર્ષના લાંબા અંતરે નવી ગેમ લોન્ચ થતાં ગેમિંગ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવી ગેમની વાર્તા Vice City અને કાલ્પનિક રાજ્ય Leonidaની આસપાસ ફરે છે. તેમાં Jason Duval અને Lucia Caminos મુખ્ય પાત્રો છે.

આ પણ વાંચો: રિલાયન્સ પર પ્રમોટર્સનો ભરોસો: ખુલ્લા બજારમાંથી 4.26 લાખ શેર ખરીદ્યા, જાણો નવો ટાર્ગેટ ભાવ


Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

GSRTC Breaks Own Online Booking Record

GSRTCએ 24 કલાકમાં જ પોતાનો રેકોર્ડ તોડ્યો! માત્ર 2 દિવસમાં ₹7.1 કરોડથી વધુની આવક

 Gujarat Homestay Policy

ગુજરાતમાં હોમસ્ટે બિઝનેસ બન્યો વધુ સરળ, સરકારે નિયમોમાં કર્યા મોટા ફેરફાર

gujarat police bharti

Gujarat Police Bharti: 12 પાસ માટે ગુજરાત પોલીસમાં 3,000 જગ્યા પર ભરતી, જાણો અરજીની તારીખ

 Vibrant Gujarat Summit 2027

Vibrant Gujarat Summit 2027 માટે રોકાણકારોને આમંત્રણ, ગુવાહાટીમાં રોડ-શો

 Gujarat Vehicle Rules 2026

હવે કાર-બાઈક પર જાતિ દર્શાવતાં લખાણ નહીં ચાલે! ગુજરાત સરકારે બદલ્યા નિયમો

Air Pollution

અમદાવાદમાં હવાનું પ્રદૂષણ 'જોખમકારક': નરોડામાં AQI 225, કેર હેલ્થ ઇન્શ્યોરન્સે જાહેર કરી એડવાઇઝરી

Sumul Dairy Milk Price

ગૃહિણીઓનું બજેટ ખોરવાશે: સુમુલ ડેરીએ દૂધના ભાવમાં ₹1 થી ₹6 સુધીનો વધારો ઝીંક્યો, જાણો નવા દર

Vibrant Gujarat Summit 2027

Vibrant Gujarat Global Summit 2027માં આસામની એન્ટ્રી, બંને રાજ્યોમાં રોકાણની તકો વધશે