KuberaNowLogo
Thursday, 03/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

'હનુમાન અંશ'નો કમાણીમાં 'હનુમાન' કૂદકો, સિક્વલમાં બતાવશે આધ્યાત્મિક યાત્રા

ફિલ્મે પ્રમોશનલ ઈવેન્ટ, માર્કેટિંગ કે મેઈનસ્ટ્રીમ પ્રવાહ પર આધાર રાખ્યા વિના સફળતાપૂર્વક દર્શકોને થિયેટરોમાં આકર્ષ્યા છે

KuberaNow
desk@kuberanow3 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Film Collection
Box Office CollectionAI GENERATED IMAGE

આધ્યાત્મિક ફિલ્મ 'હનુમાન અંશ' કોઈપણ મોટા પ્રમોશનલ ઝુંબેશ વિના થિયેટરોમાં રિલીઝ થઈ હોવા છતાં તેને દર્શકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે. કોઈ પ્રમોશનલ ઈવેન્ટ અથવા માર્કેટિંગ કર્યા વિના દર્શકોની પોઝિટિવ સમીક્ષાઓને કારણે ફિલ્મે બોક્સ ઓફિસ પર મજબૂત સ્થાન બનાવ્યું છે. 7 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર ₹60 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. આ નોંધપાત્ર સફળતાને જોતાં દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીએ સિક્વલની જાહેરાત કરી હોવાની વિગતો સામે આવી છે. જોકે, હજુ સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે. 2026માં 'ધુરંધર 2' બાદ 'હનુમાન અંશ' બીજી બ્લોકબસ્ટર ફિલ્મ બની છે.


સિક્વલમાં નીમ કરોલી બાબાની આધ્યાત્મિક યાત્રા દર્શાવાશે


દિગ્દર્શકે પુષ્ટિ કરી છે કે ફિલ્મનું બીજું પ્રકરણ હાલમાં લેખન અને ડેવલપમેન્ટના તબક્કામાં છે. જાણવા મળ્યું છે કે આગ્રાના એક સિનેમા હોલમાં વિશાલ ચતુર્વેદીએ દર્શકો સાથેની વાતચીત દરમિયાન ખુલાસો કર્યો કે 'હનુમાન અંશ 2' નીમ કરોલી બાબાના જીવન સાથે સંકળાયેલા ઘણા મહત્વપૂર્ણ સ્થળો દર્શાવવામાં આવશે. ફિલ્મની વાર્તા તેમના જન્મસ્થળ ફિરોઝાબાદથી શરૂ થઈ આગ્રા અને મથુરા જેવા તેમની આધ્યાત્મિક યાત્રાના મુખ્ય કેન્દ્રોની આસપાસ ફરશે.


બિન-વાણિજ્યિક ફિલ્મ માટે મજબૂત બોક્સ ઓફિસ પ્રદર્શન


પ્રમોશનલ ઈવેન્ટ, માર્કેટિંગ કે મેઈનસ્ટ્રીમ પ્રવાહ પર આધાર રાખ્યા વિના ફિલ્મે સફળતાપૂર્વક દર્શકોને થિયેટરોમાં આકર્ષ્યા છે. ફિલ્મ ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શે જણાવેલા આંકડાઓ અનુસાર, ચોથા સપ્તાહમાં મંગળવાર સુધીમાં ₹51.68 કરોડનું કલેક્શન કર્યુ છે. આ ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં ₹63.82 કરોડનો ગ્રોસ કલેક્શન કર્યુ છે, જ્યારે તેનું નેટ કલેક્શન ₹54.13 કરોડ વટાવી ગયું છે. ફિલ્મ રિલિઝ થયાનાં પ્રથમ દિવસે ₹8 લાખની કમાણી કરી હતી, જ્યારે 26મા દિવસે ₹50 કરોડની કમાણી કરી છે. વિશ્લેષકોનાં મતે ઓછા બજેટવાળી આધ્યાત્મિક ફિલ્મ માટે આ કમાણી ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે.


આ પણ વાંચો: જાણો, ફિલ્મમેકિંગમાં પ્રોડક્શન હાઉસની ભૂમિકા અને તેનું જટિલ બિઝનેસ મોડેલ



અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ઓગસ્ટમાં ન્યુ એજ લિસ્ટેડ સ્ટાર્ટઅપ્સમાં શેર વેચાણ રૂ. 27,000 કરોડ
  2. ભારતીય શેરબજાર ત્રણ દિવસના ઘટાડા પછી પોઝિટિવ ઝોનમાં
  3. Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી
  4. Stocks In News |3 September 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Economy

See more
  1. GIFT IFSC બન્યું ગ્લોબલ બેંકિંગ હબ, FCNR(B) વિતરણ $52.82 બિલિયન સુધી પહોંચ્યું
  2. ભારત-રશિયા વેપારમાં સ્થાનિક ચલણનો દબદબો, 96% ચુકવણી રૂપિયા અને રુબલમાં
  3. રશિયન ક્રૂડ ઓઇલ આયાતમાં ઘટાડો, ઓગસ્ટમાં ભારતની ખરીદી 26% ઘટી
  4. NRIના ડોલરથી ભારતને મોટો ટેકો, RBIની FCNR(B)માં $100 અબજથી વધુ જમા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. વિદેશમાં નિકાસ કરો છો? Marine Insuranceથી મેળવો આર્થિક સુરક્ષા
  2. UPIમાં આવી શકે છે મોટો ફેરફાર, હવે AI Agent તમારી તરફથી પેમેન્ટ કરી શકશે
  3. સતત પાંચમાં દિવસે ઘટ્યા સોનાના ભાવ, MCX Goldમાં ₹10,700થી વધુનો ઘટાડો
  4. કરદાતાઓએ બનાવ્યો રેકોર્ડ, 31 ઓગસ્ટ સુધી 7.8 કરોડથી વધુ ITR ફાઈલ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM