KuberaNowLogo
Friday, 16/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Indian Passport Ranking: ભારતીય પાસપોર્ટનો વૈશ્વિક રૅન્કિંગમાં સુધારો

ભારતીય પાસપોર્ટના વૈશ્વિક રૅન્કિંગમાં સુધારો થયો છે, પરંતુ વિઝા વિના પ્રવાસની સુવિધા ધરાવતાં દેશોની સંખ્યા પણ ઘટી છે. ઑક્ટોબર 2026ના હેનલી ઇન્ડેક્સ (Henley Passport Index)માં ભારત 84મા સ્થાને છે. ભારતીય પાસપોર્ટ યુઝર્સને 55 સ્થળોએ અગાઉથી વિઝા લીધા વિના પ્રવાસની સુવિધા છે, જોકે દરેક દેશની પ્રવેશની શરતો અલગ અલગ હોઈ શકે છે.

desk@kuberanowPublished On : 16 Oct 2026
Indian Passport Ranking
Indian Passport RankingAI Image

વિદેશ પ્રવાસ ભારતીયો માટે હવે માત્ર ફરવાની તક નથી; નવી સંસ્કૃતિને સમજવા, પરિવાર સાથે સમય વિતાવવા અને યાદગાર અનુભવો મેળવવાનું માધ્યમ પણ છે. પ્રવાસનું આયોજન કરતી વખતે બજેટ, વિઝાની સરળતા, સુરક્ષા અને કનેક્ટિવિટી મહત્વનાં બને છે. વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટની ‘તાકાત’ માત્ર તેના રૅન્કિંગથી ગણવામાં આવતી નથી. ભારતીય પાસપોર્ટના તાજેતરમાં જાહેર થયેલા આંકડા આ દર્શાવે છે. ઑક્ટોબર 2026ના Henley Passport Indexમાં ભારત એક સ્થાન સુધરીને 84મા ક્રમે પહોંચ્યું છે, પરંતુ અગાઉથી વિઝા લીધા વિના જઈ શકાય તેવાં દેશોની સંખ્યા ઘટી છે.


9 ઑક્ટોબરે જાહેર થયેલા રૅન્કિંગ અનુસાર, ભારત અલ્જેરિયા અને મોરિટાનિયા સાથે સંયુક્ત સ્થાન ધરાવે છે. ઑક્ટોબર 2025માં ભારત 85મા ક્રમે હતું અને 57 દેશોએ વિઝા વિના ફરવા જવાની સુવિધા મળતી હતી જે હવે સંખ્યા ઘટીને 55 થઈ છે. 2026 દરમિયાન પણ ભારતના રૅન્કિંગમાં ઉતાર-ચઢાવ રહ્યો છે. જાન્યુઆરીમાં ભારત 80મા, ફેબ્રુઆરીમાં 75મા અને જુલાઈમાં 81મા સ્થાને હતું.


વૈશ્વિક યાદીમાં સિંગાપોર 193 દેશોની સુવિધા સાથે પ્રથમ છે. જાપાન, દક્ષિણ કોરિયા અને સંયુક્ત આરબ અમીરાત—UAE, દરેક 188 દેશો સાથે બીજા સ્થાને છે. બીજી તરફ, અફઘાનિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો રહ્યો છે. તે 106મા સ્થાને છે અને તેના નાગરિકોને માત્ર 22 દેશોની સુવિધા મળે છે.


Indian Passport Ranking


ભારતીય પાસપોર્ટ માટે દર્શાવેલાં 55 દેશો

અંગોલા, બાર્બાડોસ, ભૂટાન, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ, બુરુન્ડી, કંબોડિયા, કોમોરો આઇલેન્ડ્સ, કોસ્ટા રિકા, જિબૂતી, ડોમિનિકા, ઇથિયોપિયા, ફિજી, ગ્રેનેડા, ગિની-બિસાઉ, હૈતી, ઇન્ડોનેશિયા, જમૈકા, જોર્ડન, કઝાખસ્તાન, કેન્યા, કિરિબાતી, લાઓસ, મકાઉ-ચીનનો વિશેષ વહીવટી પ્રદેશ, મેડાગાસ્કર, મલેશિયા, માલદીવ્સ, માર્શલ આઇલેન્ડ્સ, મોરિશિયસ, માઇક્રોનેશિયા, મોંગોલિયા, મોન્ટસેરાટ, મોઝામ્બિક, મ્યાનમાર, નેપાળ, નિયુએ, પલાઉ આઇલેન્ડ્સ, ફિલિપાઇન્સ, કતાર, રવાંડા, સમોઆ, સેનેગલ, સેશેલ્સ, સિએરા લિયોન, શ્રીલંકા, સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ધ ગ્રેનેડાઇન્સ, તાન્ઝાનિયા, થાઇલેન્ડ, ધ ગેમ્બિયા, તિમોર-લેસ્તે, ટ્રિનિડાડ એન્ડ ટોબેગો, તુવાલુ, વાનુઆતુ અને ઝિમ્બાબ્વે.


હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ વિશ્વના 199 પાસપોર્ટનું મૂલ્યાંકન કરે છે. તેમાં 227 પ્રવાસ દેશો આવરી લેવાય છે અને રૅન્કિંગ માટે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન—IATAના ડેટાનો આધાર લેવાય છે. અહીં મહત્વનો તફાવત સમજવો જરૂરી છે: અગાઉથી વિઝા ન લેવો પડે તેનો અર્થ દરેક સ્થળે સંપૂર્ણપણે વિઝા-મુક્ત પ્રવેશ નથી. સ્થળ પ્રમાણે વિઝા ઑન અરાઇવલ, ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઑથોરાઇઝેશન અથવા અન્ય શરતો હોઈ શકે છે. તેથી ટિકિટ અને હોટેલ બુક કરતાં પહેલાં સંબંધિત દેશની સત્તાવાર પ્રવેશની શરતો તપાસવી જરૂરી છે.


આ પણ વાંચો: Tourism: ભારતીયો ક્યાં અને કેટલો ખર્ચ કરે છે? ધાર્મિક પ્રવાસ ટોચ પર, મેડિકલ ટ્રાવેલ સૌથી ખર્ચાળ


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn