KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Tourism: ભારતીયો ક્યાં અને કેટલો ખર્ચ કરે છે? ધાર્મિક પ્રવાસ ટોચ પર, મેડિકલ ટ્રાવેલ સૌથી ખર્ચાળ

છેલ્લા 365 દિવસમાં રજાઓ, મનોરંજન, ધાર્મિક યાત્રા, આરોગ્ય અને ખરીદી જેવા હેતુઓ માટે થયેલી રાત્રી રોકાણવાળી મુસાફરીમાં લગભગ 48% યાત્રાઓ ધાર્મિક કારણોસર થઈ હતી. હેલ્થ અને મેડિકલ પ્રવાસ 30% હિસ્સા સાથે બીજી સૌથી મોટી કેટેગરી રહી હતી.

KuberaNow
desk@kuberanowPublished On : 25 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Travel Expense
Travel ExpenseAI Generated Image

ભારતીય પરિવારોની મુસાફરીની પસંદગી અને ખર્ચ અંગે National Statistics Office (NSO)ના તાજેતરના Domestic Tourism Expenditure Surveyમાં રસપ્રદ માહિતી સામે આવી છે. દેશમાં સૌથી વધુ રાત્રી રોકાણવાળી મુસાફરી ધાર્મિક અને તીર્થયાત્રા માટે થાય છે, જ્યારે હેલ્થ અને મેડિકલ પ્રવાસ સૌથી વધુ ખર્ચાળ કેટેગરી તરીકે સામે આવ્યો છે. જેમાં બિઝનેસ ટ્રાવેલમાં સરેરાશ ખર્ચ સૌથી વધુ નોંધાયો છે.


ભારતમાં પ્રવાસ માત્ર મનોરંજન માટે નહીં પરંતુ ધાર્મિક, આરોગ્ય અને સામાજિક કારણોસર પણ મોટા પ્રમાણમાં થાય છે. NSOના Domestic Tourism Expenditure Survey અનુસાર, જુલાઈ 2025થી જૂન 2026 દરમિયાન કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું કે રાત્રી રોકાણવાળી યાત્રાઓમાં સૌથી મોટો હિસ્સો ધાર્મિક અને તીર્થયાત્રાનો છે.

 

છેલ્લા 365 દિવસમાં રજાઓ, મનોરંજન, ધાર્મિક યાત્રા, આરોગ્ય અને ખરીદી જેવા હેતુઓ માટે થયેલી રાત્રી રોકાણવાળી મુસાફરીમાં લગભગ 48% યાત્રાઓ ધાર્મિક કારણોસર થઈ હતી. હેલ્થ અને મેડિકલ પ્રવાસ 30% હિસ્સા સાથે બીજી સૌથી મોટી કેટેગરી રહી હતી.

 

મેડિકલ પ્રવાસ સૌથી ખર્ચાળ

 

સર્વે મુજબ આરોગ્ય સંબંધિત પ્રવાસ દરમિયાન પરિવારોનો ખર્ચ સૌથી વધુ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોના પરિવારો માટે હેલ્થ અને મેડિકલ પ્રવાસનો સરેરાશ ખર્ચ ₹29,454 રહ્યો હતો, જ્યારે શહેરી પરિવારો માટે આ ખર્ચ વધીને ₹41,649 થયો હતો. મેડિકલ પ્રવાસમાં પેકેજ અને નોન-પેકેજ બંને પ્રકારના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સારવાર, મુસાફરી, રોકાણ અને અન્ય જરૂરી ખર્ચને કારણે આ કેટેગરી સૌથી ખર્ચાળ બની છે.

 

બિઝનેસ ટ્રિપમાં સૌથી વધુ સરેરાશ ખર્ચ

 

છેલ્લા 30 દિવસ દરમિયાન બિઝનેસ, સામાજિક મુલાકાત, શિક્ષણ અને તાલીમ સંબંધિત પ્રવાસનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ સમયગાળામાં સામાજિક મુલાકાતોનો હિસ્સો સૌથી વધુ 89% રહ્યો હતો, પરંતુ સરેરાશ ખર્ચની દૃષ્ટિએ બિઝનેસ ટ્રાવેલ સૌથી આગળ રહ્યું હતું. ગ્રામ્ય પરિવારો માટે એક બિઝનેસ ટ્રિપનો સરેરાશ ખર્ચ ₹5,179 અને શહેરી પરિવારો માટે ₹6,934 નોંધાયો હતો.

 

NSOના સર્વેમાં રાત્રી રોકાણ વગરની એટલે કે Same-Day Tripsનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. છેલ્લા 30 દિવસમાં ઓછામાં ઓછી એક દિવસીય યાત્રા કરનાર પરિવારોમાં ગ્રામ્ય વિસ્તારોનો હિસ્સો 65.1% અને શહેરી વિસ્તારોનો હિસ્સો 46.2% રહ્યો હતો. એક દિવસીય પ્રવાસમાં સામાજિક મુલાકાતો સૌથી સામાન્ય રહી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં 32% અને શહેરી વિસ્તારોમાં 37% યાત્રાઓ સામાજિક કારણોસર થઈ હતી. જોકે ખર્ચની દૃષ્ટિએ ખરીદી સૌથી આગળ રહી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં એક દિવસીય પ્રવાસના કુલ ખર્ચમાં ખરીદીનો હિસ્સો 51% અને શહેરી વિસ્તારોમાં 41% રહ્યો હતો.

 

ગ્રામ્ય અને શહેરી પ્રવાસની પસંદગીમાં તફાવત

 

પ્રવાસના માધ્યમમાં પણ ગ્રામ્ય અને શહેરી પરિવારો વચ્ચે તફાવત જોવા મળ્યો છે. મનોરંજન અને રજાઓ માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી થતી મુસાફરીમાં બસનો હિસ્સો 32% રહ્યો હતો, જ્યારે શહેરી પરિવારોમાં ટ્રેનનો હિસ્સો 35% હતો. શહેરી વિસ્તારોમાં હોટલ અને ગેસ્ટહાઉસનો ઉપયોગ 36% પ્રવાસોમાં થયો હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 28% પ્રવાસ માટે અન્ય બિન-વ્યાવસાયિક રહેઠાણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એકંદરે, NSOના આંકડા દર્શાવે છે કે ભારતમાં પ્રવાસ બજાર ઝડપથી બદલાઈ રહ્યું છે. ધાર્મિક યાત્રા સૌથી મોટું કારણ છે, જ્યારે મેડિકલ અને બિઝનેસ પ્રવાસ ખર્ચની દૃષ્ટિએ મહત્વપૂર્ણ કેટેગરી બની રહ્યા છે.


આ પણ વાંચો: અમદાવાદથી Weekend Trip માટે 5 સ્થળોએ અચૂક મુલાકાત લેવી


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. જો તમારા ડિમેટ ખાતામાં આ 3 શેર છે તો વેચતા નહીં! કંપની આપવાની છે ડિવિડન્ડ, જાણો રેકોર્ડ ડેટ
  2. ગઇકાલના ઘટાડાની બજારમાં અમુક અંશે ભરપાઈઃ સેન્સેક્સ 315 પોઇન્ટ વધ્યો
  3. કઈ જ્વેલરી કંપનીના પ્રમોટરોએ વોરંટ્સનું ઇક્વિટીમાં કર્યુ રૂપાંતર
  4. અમેરિકામાં જંગી ઓર્ડર મળતાં Welspun Corpમાં પાંચ ટકાનો ઉછાળો

Economy

See more
  1. મકાન-જમીન ખરીદતા પહેલા જાણો આ નિયમ! 1 ઓક્ટોબરથી પ્રોપર્ટી TDSમાં આવશે મોટો ફેરફાર
  2. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  3. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  4. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. પોસ્ટ ઓફિસમાં આંખો મીંચીને રોકાણ ન કરતાં! પહેલાં જાણો આ 5 મહત્વની વાતો
  2. સિનિયર સિટીઝન માટે સોનેરી તક ! આ 5 બેંકો આપશે FD પર 8% સુધી વ્યાજ
  3. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  4. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM