KuberaNowLogo
Thursday, 12/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold Silver Price Today : અમેરિકામાં મોંઘવારીનો ઝટકો! સોનું $4,000ની નીચે, ચાંદીમાં 1.27%નો કડાકો

અમેરિકામાં મોંઘવારી અપેક્ષા કરતાં વધુ રહેતાં ડિસેમ્બરમાં વ્યાજદર વધવાની આશંકા મજબૂત બની છે. ડોલર અને બોન્ડ યીલ્ડને સપોર્ટ મળતાં સોના-ચાંદી પર દબાણ વધ્યું.

kuberanow deskPublished On : 12 Nov 2026
Gold Silver12.png
AI Generated Image

આંતરરાષ્ટ્રીય બજારમાં અમેરિકામાં મોંઘવારીના આંકડા અપેક્ષા કરતાં વધુ ઊંચા આવવાના કારણે ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદર વધારવાની સંભાવનાઓ વધુ મજબૂત થઈ છે. જેથી સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. ગુરુવારે 12 નવેમ્બરે વૈશ્વિક બજાર Comex પર સોનાના વાયદાનો ભાવ 19.70 ડોલર એટલે કે 0.49 ટકા ઘટીને પ્રતિ ઔંસ 3,980 ડોલર અને ચાંદી વાયદાનો ભાવ 0.662 ડોલર એટલે કે 1.27 ટકા ઘટીને પ્રતિ ઔંસ 51.340 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. ઘરેલુ બજાર MCX પર સોના વાયદાનો ભાવ 0.66 ટકા ઘટીને પ્રતિ 10 ગ્રામ 1,38,790 તેમજ ચાંદી વાયદાનો ભાવ 1.08 ટકા ઘટીને 1,82,525 ડોલરે ટ્રેડ થઈ રહ્યા હતા.


સોનાના ભાવમાં નરમાઈ

સોનાના વાયદાના ભાવની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 434ના ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,38,282ના ભાવે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,39,716 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ રૂ. 929 એટલે કે 0.66 ટકાના ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,38,790ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાનો વાયદો આ વર્ષે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,80,779ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.


ચાંદીમાં પણ ઘટાડો

ચાંદીના વાયદાના ભાવની શરૂઆત પણ સુસ્ત રહી હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ.1,926ના ઘટાડા સાથે પ્રતિ કિલો રૂ. 1,82,599ના સ્તરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ કિલો રૂ. 1,84,525ના સ્તરે હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ રૂ. 2000 એટલે કે 1.08 ટકાના ઘટાડા સાથે પ્રતિ કિલો રૂ. 1,82,525ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીનો વાયદો આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.


Gold Silver Infoo.png


વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદી નરમ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના ચાંદીના ભાવ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. Comex પર સોનું 3,994 ડોલર પ્રતિ ઔંસના ભાવે ખૂલ્યું હતું. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 4,000.50 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 19.70 ડોલર એટલે કે 0.49 ટકાના ઘટાડા સાથે પ્રતિ ઔંસ 3,980 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનાના ભાવ આ વર્ષે પ્રતિ ઔંસ 5,586.20 ડોલરનું સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા.


Comex પર ચાંદી વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 51.64 ડોલરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 52 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 0.662 ડોલર એટલે કે 1.27 ટકાના ઘટાડા સાથે પ્રતિ ઔંસ 51.340 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તેના ભાવ આ વર્ષે પ્રતિ ઔંસ 121.79 ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા.


અમેરિકામાં મોંઘવારીના પગલે કિંમતી ધાતુઓમાં ઘટાડો

અમેરિકામાં મોંઘવારી અપેક્ષા કરતાં વધુ રહેવાના કારણે અમેરિકામાં ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરમાં વધુ વધારાની સંભાવના મજબૂત બની છે. તેનાથી ડોલર અને અમેરિકન ટ્રેઝરી બોન્ડના યીલ્ડને ટેકો મળ્યો છે. બોન્ડ યીલ્ડ વધવાથી સોના જેવી વ્યાજ વિનાની એસેટની માગ ઘટે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ભાવમાં ઘટાડા છતાં એમસીએક્સ પર ચાંદીની સામાન્ય તેજી બંને બજારોમાં અલગ અલગ વલણ દર્શાવે છે.


દરમિયાન દિલ્હીના સર્રાફા બજારમાં ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂ. 5,000 ગગડીને રૂ. 1,87,500ના સ્તરે પહોંચ્યા હતા જ્યારે રિટેલ બજારમાં ગુડરિટર્ન્સ મુજબ ચાંદીનો ભાવ ઘટીને પ્રતિ કિલો રૂ. 2,00,000 થઈ ગયો છે.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Indian Pomegranate Exports Surge Farmer Income Rises 25

Pomegranate Export: વિદેશી માંગ વધતા દાડમની નિકાસમાં ઉછાળો, ખેડૂતોની આવક 25% વધી

Gold and Silver Prices Drop 4 Reasons and China Nov 16 Plan

Gold Price Fall: સોનું ₹1.35 લાખથી નીચે આવશે! જાણો ભાવ ઘટવા પાછળના 4 મોટા કારણો

Gold Demand Jumps 30 Percent This Diwali Buyers Spend Huge

Gold Demand in India: દિવાળીમાં ભારતીયોએ ખરીદ્યું ₹72,000 કરોડનું સોનું, જાણો કેમ વધ્યો ક્રેઝ

Mandatory Gold Hallmarking Expanded to 6 More Districts

ગુજરાતના પંચમહાલ સહિત 398 જિલ્લાઓમાં હોલમાર્કિંગ ફરજિયાત, 6 નવા જિલ્લાનો સમાવેશ કરાયો

Mahabaleshwar Strawberry Cultivation Drops 40 Percent Prices Rise

વરસાદની ખેંચ અને વિપરીત હવામાનથી સ્ટ્રોબેરીનું વાવેતર માંડ 40 ટકા થયું

gold 10 year return 370 percent 1 lakh to 4 6 lakh growth

10 વર્ષ પહેલા સોનામાં 1,00,000 રોક્યા હોત તો આજે કેટલું વળતર મળ્યું હોત? જુઓ ગણિત

gold investment return 2036 10 year cagr profit calculation

આજે ₹1 લાખનું સોનું ખરીદો છો, તો 2036માં તેની કિંમત કેટલી થશે? જાણો સંપૂર્ણ ગણતરી

gold silver price today bhai dooj mcx rates surge 2026

ભાઈ બીજ પર સોના-ચાંદીમાં મોટો ભડકો: ચાંદી ₹3,500 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ