Pomegranate Export: વિદેશી માંગ વધતા દાડમની નિકાસમાં ઉછાળો, ખેડૂતોની આવક 25% વધી
સિઝન પૂરી થાય ત્યાં સુધીમાં 600 ટન નિકાસનું લક્ષ્યાંક. નિકાસને પ્રોત્સાહન આપવા નૂર ભાડાની અને જીએસટીની પોલિસી બનાવવાની જરૂર.

Pomegranate Exports: પેસ્ટિસાઇડના પ્રમાણ, અખાતી યુદ્ધના કારણે ઊંચા નૂર ભાડા તથા ક્વોલિટીના કારણોસર છેલ્લા બે મહિનાથી દાડમની નિકાસ માટે ઝઝૂમી રહેલા નિકાસકારોના બધા માર્ગ જાણે હવે આસાન થઈ રહ્યા છે અને દાડમની નિકાસમાં ઉછાળો જોવા મળ્યો છે. જેના કારણે ખેડૂતોને તેમની ઊપજના સારા ભાવ મળી રહ્યા છે. જોકે એક સમય વીતી ગયો હોવાથી ભારતની દાડમની નિકાસ ગત વર્ષના આંકડે નહીં પહોંચી શકે એવું નિકાસકારો માને છે.
કેબી એક્સપોર્ટ્સ ગ્રુપના ફાઉન્ડર પ્રકાશ ખખ્ખરે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિનામાં આવકો શરૂ થઈ ત્યારે નિકાસકારોને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે યુરોપ, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં દાડમની નિકાસ શરૂ થઈ છે. વૈશ્વિક બજારમાં ગત વર્ષે ત્રણ કિલો દાડમનું એક બોક્સ 10 થી 11 અમેરિકન ડોલરના ભાવે વેચાતું હતું જે હાલમાં 15 ડોલરના ભાવે વેચાવાના કારણે નિકાસકારોની પડતર થઈ છે. હાલમાં સ્થાનિક બજારોમાં એક્સપોર્ટ ક્વોલિટીના દાડમ 250 થી 300 રૂપિયે કિલો મળે છે. તેથી ખેડૂતોને પણ 20 થી 25 ટકા વધારે નફો મળી રહ્યો છે.
ભારતીય નિકાસકારો ડિસેમ્બરના અંત સુધીમાં આશરે 150 ટન અને માર્ચ 2027 માં સિઝન પૂરી થાય ત્યાં સુધીમાં આશરે 600 ટન દાડમની નિકાસ કરવાનું લક્ષ્યાંક રાખે છે. આ વખતે સ્થાનિક ભાવ હજુ ઊંચા છે પરંતુ વૈશ્વિક માગ નીકળી હોવાથી નિકાસકારોનો માલ પણ ઊંચા ભાવે વેચાય છે.
ખેડૂતોને લાભ મળી રહ્યો હોવાથી સરકારે દાડમની નિકાસને પ્રોત્સાહન આપવાની જરૂર છે. ખાસ કરીને હવાઈ માર્ગે થતી નિકાસ ઉપર 18 ટકા જીએસટી લાગે છે જ્યારે દરિયાઈ માર્ગે થતી નિકાસ ઉપર પાંચ ટકા જીએસટી વસૂલવામાં આવે છે. સરકારે નિકાસને પ્રોત્સાહન આપવા માટે બંને પ્રકારની નિકાસ ઉપરનો જીએસટીનો દર સમાન કરવાની જરૂર છે. આ ઉપરાંત શિપિંગ અને કાર્ગો કંપનીઓ દ્વારા છેલ્લા છ મહિનામાં નૂર ભાડાંમાં કરવામાં આવેલો તોતિંગ વધારો પણ નિકાસ માટે અવરોધરૂપ બન્યો છે. તેથી હાલની ઓપન સ્કાય પોલિસીની જગ્યાએ સરકારે મધ્યસ્થી કરીને નૂર ભાડાના ધારાધોરણ નક્કી કરવાની આવશ્યકતા છે.
આ પણ વાંચોઃ વરસાદની ખેંચ અને વિપરીત હવામાનથી સ્ટ્રોબેરીનું વાવેતર માંડ 40 ટકા થયું
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Gold Silver Price Today : અમેરિકામાં મોંઘવારીનો ઝટકો! સોનું $4,000ની નીચે, ચાંદીમાં 1.27%નો કડાકો

Gold Price Fall: સોનું ₹1.35 લાખથી નીચે આવશે! જાણો ભાવ ઘટવા પાછળના 4 મોટા કારણો

Gold Demand in India: દિવાળીમાં ભારતીયોએ ખરીદ્યું ₹72,000 કરોડનું સોનું, જાણો કેમ વધ્યો ક્રેઝ

ગુજરાતના પંચમહાલ સહિત 398 જિલ્લાઓમાં હોલમાર્કિંગ ફરજિયાત, 6 નવા જિલ્લાનો સમાવેશ કરાયો

વરસાદની ખેંચ અને વિપરીત હવામાનથી સ્ટ્રોબેરીનું વાવેતર માંડ 40 ટકા થયું

10 વર્ષ પહેલા સોનામાં 1,00,000 રોક્યા હોત તો આજે કેટલું વળતર મળ્યું હોત? જુઓ ગણિત

આજે ₹1 લાખનું સોનું ખરીદો છો, તો 2036માં તેની કિંમત કેટલી થશે? જાણો સંપૂર્ણ ગણતરી






