KuberaNowLogo
Friday, 02/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

ખિસ્સામાં કેશ રાખજો! આ દિવસે SBI UPI સેવા 45 મિનિટ બંધ રહેશે

SBIએ 3 ઓક્ટોબરે રાત્રે 12:15થી 1:00 વાગ્યા સુધી UPI સેવા અસ્થાયી રીતે બંધ રહેવાની માહિતી આપી છે. મેન્ટેનન્સ દરમિયાન UPI Liteનો ઉપયોગ કરી શકાશે, જ્યારે જરૂરી પેમેન્ટ અગાઉથી કરવાની સલાહ આપવામાં આવી છે.

desk@kuberanowPublished On : 2 Oct 2026
upi
SBI UPI AlertAI Generated Image

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના 50 કરોડથી વધુ ગ્રાહકો માટે મહત્વની માહિતી છે. બેંકે 3 ઓક્ટોબર 2026ની રાત્રે scheduled maintenanceના કારણે SBI UPI સેવા અસ્થાયી રીતે બંધ રહેવાની જાણકારી આપી છે. જો તમે SBI ખાતા દ્વારા નિયમિત રીતે UPI પેમેન્ટ કરો છો, તો આ સમયગાળો ધ્યાનમાં રાખવો જરૂરી છે.


45 મિનિટ માટે SBI UPI સેવા રહેશે બંધ

SBIના જણાવ્યા મુજબ, 3 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે 12:00 વાગ્યાથી 01:00 વાગ્યા સુધી SBI UPI સેવા ઉપલબ્ધ નહીં રહે. એટલે કે નિર્ધારિત સમય પ્રમાણે લગભગ 45 મિનિટ સુધી SBI UPI દ્વારા સામાન્ય ટ્રાન્ઝેક્શન પ્રભાવિત રહેશે. બેંકે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન જરૂરી મેન્ટેનન્સનું કામ કરવામાં આવશે. જોકે, મેન્ટેનન્સની કામગીરી નિર્ધારિત સમય કરતાં વહેલી પૂર્ણ થઈ શકે છે. તેથી સંપૂર્ણ 45 મિનિટ સુધી સેવા બંધ રહે તે જરૂરી નથી.


UPI Lite બની શકે છે વિકલ્પ

મેન્ટેનન્સ દરમિયાન ગ્રાહકો માટે UPI Liteનો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. જે ગ્રાહકોએ પહેલેથી UPI Lite એક્ટિવેટ કર્યું છે અને તેમાં પૂરતું બેલેન્સ છે, તેઓ આ સુવિધા દ્વારા પેમેન્ટ કરી શકશે. UPI Lite ખાસ કરીને નાના મૂલ્યના પેમેન્ટ માટે ઉપયોગમાં લેવાય છે. તેથી રાત્રિના આ સમયગાળા દરમિયાન નાના પેમેન્ટ કરવાની જરૂર હોય તો અગાઉથી ઉપલબ્ધ UPI Lite બેલેન્સનો ઉપયોગ કરી શકાય છે.


જરૂરી પેમેન્ટ હોય તો અગાઉથી કરી લો

જો 3 ઓક્ટોબરની રાત્રે 12:15થી 1:00 વાગ્યા દરમિયાન કોઈ જરૂરી પેમેન્ટ કરવાનું હોય, તો તેને અગાઉથી પૂર્ણ કરવું યોગ્ય રહેશે. ખાસ કરીને એવા પેમેન્ટ માટે, જેને છેલ્લી ક્ષણ સુધી મુલતવી રાખી શકાય નહીં, ગ્રાહકોએ સમયનું ધ્યાન રાખવું જરૂરી છે. મેન્ટેનન્સ પૂર્ણ થયા બાદ SBIની UPI સેવા સામાન્ય રીતે ફરી ઉપલબ્ધ થશે.


તમામ UPI સેવા બંધ નહીં થાય

અહીં એક મહત્વની બાબત એ છે કે આ જાહેરાત માત્ર SBIની UPI સેવા સાથે સંબંધિત છે. તેનો અર્થ એ નથી કે 45 મિનિટ માટે દેશભરમાં તમામ બેંકોની UPI સેવા બંધ રહેશે. જો ગ્રાહક પાસે અન્ય બેંકનું ખાતું હોય, તો તે બેંકની UPI સેવા ઉપલબ્ધ હોય તેવી સ્થિતિમાં તેનો ઉપયોગ કરી શકાય છે.


SBIએ ગ્રાહકોને અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો

SBIએ પોતાના અપડેટમાં જણાવ્યું છે કે scheduled maintenanceના કારણે થનારી અસુવિધા બદલ બેંકને ખેદ છે. સાથે જ બેંકે સ્પષ્ટ કર્યું છે કે મેન્ટેનન્સનું કામ નિર્ધારિત સમય કરતાં વહેલું પણ પૂર્ણ થઈ શકે છે.


આ પણ વાંચો : Term Insurance ખરીદવાનો સાચો સમય કયો? 25, 30, 35 કે 40.. ?

આ પણ જુઓ :

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
  2. Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
  3. NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
  4. Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા

Economy

See more
  1. ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
  2. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  3. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  4. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM