Jio IPO Allotment: શેર મળશે કે નહીં? PANથી આ રીતે તપાસો સ્ટેટસ
રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સના ₹30,213 કરોડના IPO બાદ હવે રોકાણકારોની નજર શેરની ફાળવણી પર છે. અલોટમેન્ટ 26 ઓક્ટોબરે નક્કી થવાની અપેક્ષા છે, જ્યારે 28 ઓક્ટોબરે લિસ્ટિંગનું આયોજન છે. પરિણામ ઉપલબ્ધ થયા બાદ રોકાણકારો PAN અથવા અરજી નંબરથી સ્ટેટસ તપાસી શકશે.

Jio Platforms IPO: Jio પ્લેટફોર્મ્સના IPOમાં અરજી કરી છે તો હવે સૌથી મોટો સવાલ છે—શેર મળશે કે નહીં? બિડિંગ પૂર્ણ થયા બાદ રોકાણકારોની નજર અલોટમેન્ટ પર કેન્દ્રિત થઈ છે. ઉપલબ્ધ સમયપત્રક પ્રમાણે, શેરની ફાળવણી 26 ઓક્ટોબર, 2026ના રોજ નક્કી થવાની અપેક્ષા છે.
Jio પ્લેટફોર્મ્સના IPO માટે અરજી કરવાની પ્રક્રિયા 21 ઓક્ટોબરે શરૂ થઈ હતી અને 23 ઓક્ટોબરે પૂર્ણ થઈ હતી. હવે શેરની ફાળવણી (Allotment) 26 ઓક્ટોબર, 2026નાં રોજ થશે, રિફંડ પ્રક્રિયા અને ડિમેટમાં શેર જમા 27 ઓક્ટોબર, 2026નાં રોજ થશે. BSE અને NSE પર લિસ્ટિંગ 28 ઓક્ટોબર, 2026એ થશે.
IPOમાં કેટલો પ્રતિસાદ મળ્યો?
Jio પ્લેટફોર્મ્સના IPOને કુલ 22.19 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. ઓફર કરાયેલા 19,75,25,934 શેર સામે 4,38,26,15,568 શેર માટે બિડ મળી હતી. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ એટલે કે QIBનો હિસ્સો 70.55 ગણો ભરાયો હતો. નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો 14 ગણો અને રિટેલ રોકાણકારોનો હિસ્સો 2.72 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.
NSE પર PANથી સ્ટેટસ કેવી રીતે તપાસશો?
NSEના સત્તાવાર પોર્ટલ પર IPOની અરજી અને બિડની વિગતો તપાસવાની સુવિધા છે. એક્સચેન્જના જણાવ્યા પ્રમાણે, રજિસ્ટ્રાર પાસેથી મળેલી અલોટમેન્ટની માહિતી પણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
1. NSEનું IPO Bid/Allotment પેજ ખોલો.
2. ‘Equity & SME IPO bid details’ વિકલ્પ પસંદ કરો.
3. Select Symbolમાં સંબંધિત કંપનીનો ઉપલબ્ધ વિકલ્પ પસંદ કરો.
4. PAN નંબર અથવા અરજી નંબર દાખલ કરો.
5. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને ઉપલબ્ધ વિગતો તપાસો.
અરજી અથવા બિડની વિગતો દેખાવાનો અર્થ શેરની ફાળવણી થઈ ગઈ એવો નથી. અલોટમેન્ટની પુષ્ટિ માટે ફાળવણીની માહિતી ઉપલબ્ધ થાય તેની રાહ જોવી જરૂરી છે. અલોટમેન્ટ જાહેર થયા બાદ BSE, NSE અને ઇશ્યૂના રજિસ્ટ્રાર KFin Technologies મારફતે સ્ટેટસ તપાસી શકાશે. સંબંધિત ઇશ્યૂ પસંદ કરીને પોર્ટલ પર માગવામાં આવેલી અરજીની વિગતો દાખલ કરવી પડશે.
આ પણ વાંચો: બ્રોકરો ટેકનોલોજી અને રિસર્ચ પર ભાર મૂકેઃ કમલેશ શ્રોફ
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Zetwerk IPO: Peak XV, Lightspeed, Kae અને Accelને 38 ગણું વળતર

સાત ચાવીરૂપ સીમાચિન્હો સર કરનારો Jio IPO દેશનો સૌપ્રથમ IPO

Jio IPO સમયે જ 100 અબજ ડોલરથી વધુ મૂલ્ય હાંસલ કરનારી વિશ્વની ચોથી કંપની બનવાની તૈયારીમાં

Jio IPOનો મેગા ધમાકો, 1 કરોડથી વધુ અરજીઓ સાથે ઈતિહાસ સર્જ્યો

Jioની મેગા એન્ટ્રીથી અન્ય કંપનીઓએ IPO પાછળ ધકેલ્યા

Tonbo Imaging India IPO Listing: રોકાણકારોને દિવાળી! 66% પ્રીમિયમ સાથે બખ્ખાં

IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે






