KuberaNowLogo
Tuesday, 17/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાતની સોલર કંપનીના IPOને BSEની મંજૂરી, 43.60 લાખ શેરનો ઇશ્યૂ આવશે!

વડોદરામાં મેન્યુફેક્ચરિંગ થતી સોલર પેનલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર બનાવતી કંપની MTE Structures Limitedને BSE તરફથી IPO માટે મંજૂરી મળી છે. કંપની કુલ 43.60 લાખ શેરનો ઇશ્યૂ લાવવાની તૈયારીમાં છે.

Kuberanow DeskPublished On : 17 Nov 2026
MTE Structures IPO
AI Image

MTE Structures IPO: ગુજરાતના સોલર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાંથી વધુ એક કંપની શેરબજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. સોલર પેનલ માટે માઉન્ટિંગ સ્ટ્રક્ચર બનાવતી MTE Structures Limitedને 16મી નવેમ્બર, 2026ના રોજ BSE તરફથી IPO માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. કંપની કુલ 43.60 લાખ ઇક્વિટી શેરનો ઇશ્યૂ લાવશે. તેના શેર BSEના SME પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. જોકે, IPO ક્યારે ખુલશે અને રોકાણકારોએ કેટલું રોકાણ કરવું પડશે તેની જાહેરાત બાકી છે.


IPOમાં કેટલા નવા શેર આવશે?

કંપનીના પ્રસ્તાવિત IPOમાં 37.06 લાખ નવા શેર જારી કરવામાં આવશે, જ્યારે 6.54 લાખ શેર ઓફર ફોર સેલ (OFS) હેઠળ વેચવામાં આવશે. BSEની મંજૂરી 12 મહિના સુધી માન્ય રહેશે. કંપની બજારની સ્થિતિ અને જરૂરી પ્રક્રિયાઓના આધારે IPO આગળ વધારશે. GYR Capital Advisorsને બુક રનિંગ લીડ મેનેજર અને MUFG Intime Indiaને રજિસ્ટ્રાર બનાવવામાં આવ્યા છે.


વડોદરામાં સોલર સ્ટ્રક્ચરનું મેન્યુફેક્ચરિંગ

ઓક્ટોબર 2020માં સ્થાપિત MTE Structures સોલર પેનલ માટે જરૂરી માઉન્ટિંગ સ્ટ્રક્ચર બનાવે છે. વડોદરામાં કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલું છે. કંપની રૂફટોપ અને ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલર સિસ્ટમ્સ માટે ઉત્પાદનો બનાવે છે. તેમાં સપાટ અને ઢાળવાળી છત, ફિક્સ્ડ ટિલ્ટ તથા સીઝનલ ટિલ્ટ સ્ટ્રક્ચર સામેલ છે. કંપની એગ્રીવોલ્ટાઇક સ્ટ્રક્ચર પણ બનાવે છે, જેનાથી ખેતીની જમીન પર સોલર પેનલ લગાવવાની સાથે કૃષિ પ્રવૃત્તિ ચાલુ રાખી શકાય છે.


બે વર્ષમાં આવક કેટલી વધી?

નાણાકીય વર્ષ 2024માં કંપનીની ઓપરેશનલ આવક 120.81 કરોડ રૂપિયા હતી, જે નાણાકીય વર્ષ 2026માં વધીને આશરે 248.52 કરોડ રૂપિયા થઈ છે. આ દરમિયાન કંપનીની આવકનો વાર્ષિક ચક્રવૃદ્ધિ વૃદ્ધિદર (CAGR) 43.43 ટકા રહ્યો છે. કંપની પાસે ડિઝાઇન, એન્જિનિયરિંગ, ઓર્ડર મેનેજમેન્ટ, સેલ્સ અને માર્કેટિંગ માટે આંતરિક સુવિધાઓ ઉપલબ્ધ છે.


IPOમાંથી મળનારા નાણાં ક્યાં વપરાશે?

કંપની IPOમાંથી મળનારી રકમનો ઉપયોગ મુખ્યત્વે બિઝનેસના વિસ્તરણ માટે કરશે.તેમાં વર્કિંગ કેપિટલ માટે 44.17 કરોડ રૂપિયા, ફેક્ટરી શેડ અને વધારાના પ્લાન્ટ તથા મશીનરી માટે 6.68 કરોડ રૂપિયા અને દેવું ચૂકવવા માટે 1.37 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ કંપની આશરે 52.22 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે.


ઉલ્લેખનીય છે કે, MTE Structuresએ અગાઉ પણ IPO માટે દસ્તાવેજો રજૂ કર્યા હતા. સપ્ટેમ્બર 2026માં કંપનીએ ફરીથી દસ્તાવેજો દાખલ કર્યા અને હવે મંજૂરી મેળવી છે. હાલમાં IPOની તારીખ, પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ જાહેર થયા નથી.

આ પણ વાંચો: J.K. Shah Commerce Educationનું 18 નવેમ્બરે લિસ્ટિંગ, ₹1,000 કરોડની આવકનું લક્ષ્ય

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn