TODAY OPEN IPO: આજે એકસાથે 9 IPO ખુલ્યા, ₹4,600 કરોડ કરશે એકત્ર
9 સપ્ટેમ્બરે ભારતીય IPO બજારમાં એકસાથે 6 મેઈનબોર્ડ અને 3 SME IPO ખુલ્યા છે. RentoMojo સૌથી મોટો IPO છે, જ્યારે Karamtara Engineering, Manipal Payment, Arcil સહિતના મોટા ઇશ્યૂ પણ આજથી રોકાણકારો માટે ખુલ્યા છે.

ભારતીય IPO બજારમાં 9 સપ્ટેમ્બરે ભારે ગતિવિધિ જોવા મળી રહી છે. આજે એકસાથે 9 નવા IPO ખુલ્યા છે, જેમાં 6 Mainboard અને 3 SME ઇશ્યૂ સામેલ છે. માત્ર મેઈનબોર્ડ IPO દ્વારા જ કંપનીઓ આશરે ₹4,510 કરોડ એકત્ર કરવાની તૈયારીમાં છે.
RentoMojo સૌથી મોટો IPO
આજે ખુલેલા IPOમાં RentoMojoનો ₹1,255.57 કરોડનો IPO સૌથી મોટો છે. કંપનીએ પ્રતિ શેર ₹384થી ₹404નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. એક લોટમાં 37 શેર છે અને અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે એક લોટ માટે ₹14,948નું રોકાણ કરવું પડશે. IPOમાં ₹150 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને આશરે ₹1,105.57 કરોડની ઓફર ફોર સેલ સામેલ છે.
Karamtara Engineeringનો ₹875 કરોડનો IPO
કરમતારા એન્જિનિયરિંગનો IPO ₹875 કરોડનો છે. પ્રાઇસ બેન્ડ ₹241થી ₹254 છે અને એક લોટમાં 59 શેર છે. એક લોટ માટે અપર પ્રાઇસ બેન્ડ મુજબ ₹14,986નું રોકાણ કરવું પડશે. IPOમાં ₹675 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને ₹200 કરોડની ઓફર ફોર સેલ સામેલ છે.
Manipal Paymentનો ₹805 કરોડનો IPO
મણિપાલ પેમેન્ટ એન્ડ આઇડેન્ટીટી સોલ્યુશનનો ₹805 કરોડનો IPO પણ આજે ખુલ્યો છે. પ્રાઇસ બેન્ડ ₹322થી ₹339 છે અને એક લોટમાં 44 શેર છે. એક લોટ માટે ઓછામાં ઓછું ₹14,916નું રોકાણ જરૂરી છે. IPOમાં ₹320 કરોડના નવા શેર અને ₹485 કરોડની ઓફર ફોર સેલ છે.
Arcilનો ₹733 કરોડનો IPO
Asset Reconstruction Company (India) એટલે કે Arcilનો IPO આશરે ₹732.97 કરોડનો છે. પ્રાઇસ બેન્ડ ₹132થી ₹139 અને લોટ સાઇઝ 107 શેરની છે. આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે, એટલે IPOમાંથી મળતી રકમ કંપનીને નહીં પરંતુ શેર વેચતા હાલના શેરધારકોને મળશે.
LCC Projectsનો ₹427 કરોડનો IPO
LCC Projectsનો IPO ₹427.14 કરોડનો છે. પ્રાઇસ બેન્ડ ₹139થી ₹146 અને એક લોટમાં 102 શેર છે. એક લોટ માટે ₹14,892નું રોકાણ કરવું પડશે. IPOમાં ₹258 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને ₹169.14 કરોડની ઓફર ફોર સેલ સામેલ છે.
Steamhouse Indiaનો ₹414 કરોડનો IPO
સ્ટ્રીમહાઉસ ઈન્ડિયાનો IPO ₹414 કરોડનો છે. કંપનીએ પ્રતિ શેર ₹77થી ₹81નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે અને એક લોટમાં 185 શેર રહેશે. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે એક લોટ માટે ₹14,985નું રોકાણ કરવું પડશે.
SMEમાં પણ 3 નવા IPO
આજે SME સેગમેન્ટમાં પણ ત્રણ IPO ખુલ્યા છે. Vinod Texworldનો ₹42.83 કરોડનો IPO ₹94 પ્રતિ શેરના ભાવે ખુલ્યો છે અને એક લોટમાં 1,200 શેર છે. Amtech Estersનો IPO ₹17.88 કરોડનો છે. તેનો પ્રાઇસ બેન્ડ ₹71થી ₹75 અને લોટ સાઇઝ 1,600 શેર છે. Infrax Renewableનો ₹40.88 કરોડનો IPO ₹104 પ્રતિ શેરના ભાવે ખુલ્યો છે અને લોટ સાઇઝ 1,200 શેર છે.
આ પણ વાંચો: GST Update : ઝીરો ડિમાન્ડ હોવા છતાં હવે GST અપીલ કરી શકાશે
11 સપ્ટેમ્બર સુધી અરજીની તક
આજે ખુલેલા તમામ 9 IPOમાં રોકાણકારો 11 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે. મેઈનબોર્ડ IPOમાં હાલ RentoMojo અને Karamtara Engineeringના GMPને લઈને વધુ ચર્ચા જોવા મળી રહી છે, જોકે GMP સતત બદલાતો અનૌપચારિક આંકડો છે અને લિસ્ટિંગ ગેઇનની ગેરંટી આપતો નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See more- બજાર ત્રણ મહિનાના નીચલા સ્તરે સેન્સેક્સ 813 પોઇન્ટ અને નિફ્ટી 204 પોઇન્ટ તૂટ્યા
- ઓપી ભટ્ટનું રાજીનામુઃ કંપનીઓમાં સ્વતંત્ર ડિરેક્ટરનું ટર્મ પૂરી કર્યા વગર રાજીનામુ આપવાનું ચલણ વધ્યું
- Crude Oil Price : ક્રૂડ ઓઈલ 100 ડોલર નજીક પહોંચ્યું
- આઇટી શેરોમાં સળંગ છઠ્ઠા દિવસે વેચવાલીઃ કોફોર્જ 9 ટકા, TCS 6 ટકા તો ઇન્ફોસિસ 4 ટકાથી વધુ તૂટ્યો
Economy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

