KuberaNowLogo
Monday, 07/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતીય શેરબજાર 500 પોઇન્ટ ડાઉન, 76,000ની સપાટી જાળવવા સંઘર્ષ કરતો સેન્સેક્સ

ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતા ભારતીય શેરબજાર પર વિપરીત અસર પડી. સપ્તાહનો પ્રારંભ ઘટાડાથી થયો

KuberaNow
desk@kuberanow7 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો સળંગ બીજા દિવસે વેચનાર રહ્યા હતા. તેમણે શુક્રવારે 3,114.94 કરોડની વેચવાલી કરી હતી
ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો સળંગ બીજા દિવસે વેચનાર રહ્યા હતા. તેમણે શુક્રવારે 3,114.94 કરોડની વેચવાલી કરી હતીAI GENERATED IMAGE

મુંબઈઃ ક્રૂડમાં કમઠાણ વધતાં ભારતીય શેરબજાર સપ્તાહના પ્રારંભે જ નીચે ખાબક્યુ હતુ. બીએસઇ સેન્સેક્સ લગભગ 500 પોઇન્ટથી નીચે ખાબકી ચૂક્યો છે. ગયા સપ્તાહના 76,515.43ના બંધ સામે બજાર નીચામાં 76,446.05 પોઇન્ટ પર ખૂલ્યુ હતુ. ઊંચામાં 76,477.19 પોઇન્ટ થઈને નીચામાં 75980 પોઇન્ટ જઈને હાલમાં 76,100 પોઇન્ટની આસપાસ ટ્રેડ થઈ રહ્યુ છે. આમ બજાર આજના દિવસમાં 76,000ની સપાટી જાળવી રાખે છે કે નહીં તે જોવું મહત્વનું રહેશે. જ્યારે નિફ્ટી અગાઉના બંધ 23,897.70 સામે નીચો 23,883.15 પોઇન્ટ પર ખૂલ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં તેણે 23,890ની હાઈ અને 23,738ની નીચી સપાટી બનાવી 23,745 પર ટ્રેડ થઈ રહ્યો છે.


ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો

બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતાં પ્રતિ બેરલ 0.78 ટકા વધીને તે 97 ડોલર થવાના લીધે ભારતીય શેરબજાર પર તેની સીધી અસર પડી હતી. ક્રૂડ ઓઇલ ભારતીય બજાર માટે મેક્રોઇકોનોમિક પરિબળ છે. અમેરિકા-ઇરાન તણાવના પગલે WTI ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 91થી 92 ડોલરની વચ્ચે છે.


નબળા વૈશ્વિક સંકેતો

આ ઉપરાંત એશિયાઈ બજારોમાં સાઉથ કોરીયાનો કોસ્પી 3.36 ટકા વધ્યો હતો. જ્યારે જાપાનનો નિક્કી 225 1.83 ટકા વધ્યો હતો. જ્યારે શાંઘાઈ SSE કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેગ નીચામાં ટ્રેડ થતાં હતા. અમેરિકન બજાર શુક્રવારે નેગેટિવ ઝોનમાં બંધ આવ્યું હતું.


FIIની વેચવાલી

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સળંગ બીજા સત્રમાં ભારતીય શેરબજારમાં ચોખ્ખા વેચનાર રહ્યા હતા. તેઓએ શુક્રવારે ભારતીય બજારમાં 3,114.94 કરોડની વેચવાલી કરી હતી.


ઇન્ડિયા VIXમાં વધારો

બજારમાં અસ્થિરતાને માપતો ઇન્ડિયા VIXમાં ત્રણ ટકાથી વધુ વધારો થતાં તે 11 પર પહોંચી ગયો છે. ઇન્ડિયા VIX નિર્દેશ કરે છે કે બજારમાં દેખાય છે તેના કરતાં વધુ અસ્થિરતા છે. રોકાણકારો માટે આ ચેતવણીનો સંકેત છે.


આઇટી શેરોમાં વેચવાલી

આઇટી શેરોમાં મોટાપાયા પર વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. આઇટી ઇન્ડેક્સમાં ત્રણ ટકાથી પણ વધુ ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ફોસિસ અને ટીસીએસના શેરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ પણ બે ટકા ઘટ્યો હતો. ફેડ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવે તે સંભાવનાએ આઇટી ઇન્ડેક્સ ઘટ્યો હતો. વ્યાજદર વધવાના સંજોગોમાં અમેરિકન કંપનીઓ ક્લાયન્ટ ખર્ચ પર અંકુશ લાદે તેવી પ્રબળ સંભાવના છે. આના કારણે ભારતીય આઇટી કંપનીઓને ફટકો પડી શકે છે. ભારતીય આઇટી કંપનીઓ આવકનો નોંધપાત્ર હિસ્સો અમેરિકામાંથી મેળવે છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય શેરબજાર 500 પોઇન્ટ ડાઉન, 76,000ની સપાટી જાળવવા સંઘર્ષ કરતો સેન્સેક્સ
  2. Stocks In News |7 September 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
  3. Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી
  4. CAS પર SEBIની સમીક્ષા: એક મહિનામાં શું બદલાયું? સેબી શા માટે કન્સલ્ટેશન પેપર લાવશે?

Economy

See more
  1. ભારત બન્યું દક્ષિણ કોરિયાની નિકાસ વૃદ્ધિનું મોટું બજાર, 8 મહિનામાં $16.8 અબજ પહોંચી
  2. iBRICS Summit બનશે વૈશ્વિક રોકાણકારોનું મોટું મંચ, 500થી વધુ રોકાણકારો જોડાશે
  3. ભારતના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિમાં ઉત્પાદકતા બનશે મોટું બળ, 35% ભૂમિકા ભજવશે
  4. 4,000 કિલોથી માત્ર 600 કિલો: El Ninoએ નીલગિરીના ચા ઉદ્યોગને ગંભીર સંકટમાં ધકેલ્યો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. EPFO મેમ્બર્સ માટે રાહતના સમાચાર, એક જ ક્લિકથી થઇ જશે એકાઉન્ટ વેરીફાઈ
  2. ફરવાનો શોખ છે તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ચોક્કસ લો
  3. વિદેશમાં નિકાસ કરો છો? Marine Insuranceથી મેળવો આર્થિક સુરક્ષા
  4. UPIમાં આવી શકે છે મોટો ફેરફાર, હવે AI Agent તમારી તરફથી પેમેન્ટ કરી શકશે

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM