NSEનો શેર IPO પ્રાઇસથી પણ નીચે ઉતરી ગયો
શેરબજારમાં સોમવારે ખૂલતા બજારે કડાકો બોલ્યો તેના પગલે NSEનો શેર IPO પ્રાઇસથી પણ નીચે ઉતરી ગયો

NSE Share Price: શેરબજારમાં સોમવારે ખૂલતા બજારે કડાકો બોલ્યો તેના પગલે NSEનો શેર IPO પ્રાઇસથી પણ નીચે ઉતરી ગયો. તેનો IPO પ્રાઇસ રૂ. 1,700થી રૂ. 1,785 હતો, જ્યારે સોમવારે તેનો શેર રૂ. 1,761 પર પહોંચી ગયો હતો. આ બતાવે છે કે બજારની સ્થિતિની લિસ્ટેડ શેરબજારના શેર પર કેવી અસર પડી છે. આમ લિસ્ટિંગના ત્રીજા દિવસે શેરમાં ફરી એક વખત વેચવાલી જોવા મળી છે.
NSEના શેરમાં ઘટાડાનું કારણ
બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ NSEના શેરમાં ઘટાડાનું કારણ બજારમાં પ્રવર્તતી નબળી સ્થિતિ છે. સમગ્ર શેરબજાર દબાણમાં હોવાની અસર NSEના શેર દેખાઈ રહી છે. અહીં તે જાણવું જરૂરી છે કે શેરબજારમાં ભારે ઘટાડો છે. બીએસઈ સેન્સેક્સ લગભગ હજાર પોઇન્ટ ઘટી ચૂક્યો છે. નિફ્ટી પણ લગભગ 300 પોઇન્ટ તૂટી ચૂક્યો છે.
NSEનો શેર બજારમાં વેચવાલીની ઝપેટમાં
દલાલ સ્ટ્રીટમાં નબળા વાતાવરણના લીધે NSEના શેરમાં પણ મોટાપાયા પર વેચવાલી જોવા મળી રહી છે. શેરબજારમાં ઘટાડા વચ્ચે પણ NSEનો શેરમાં તેજી ઊંચા મથાળે ખૂલ્યો હતો. વિપરીત બજારમાં પણ આ સ્થિતિ દર્શાવે છે કે NSEના શેર પર રોકાણકારોને કેટલો ભરોસો છે.
NSE માટે 1,740 મહત્વનો સ્ટોપલોસ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા
- વર્તમાન વર્ષમાં ખાનગી ક્ષેત્રનો મૂડીખર્ચ 3.2 લાખ કરોડ રહેવાનો અંદાજઃ રિઝર્વ બેન્ક
- મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
- બેંકો માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ડિપોઝિટ વૃદ્ધિ 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

