
Opening Bell: શેરબજાર આજે પોઝિટિવ મૂડમાં, સેન્સેક્સ 431, નિફ્ટી 110 પોઈન્ટ સાથે ખુલ્યો
ક્રૂડમાં નરમાઈ અને વૈશ્વિક બજારોની તેજી સેન્ટિમેન્ટને ટેકો આપી શકે છે. ભારતીય શેરબજાર છેલ્લા સપ્તાહે સતત નેગેટિવ રહેતા રોકાણકારોમાં આજે પોઝિટિવ ખુલવાની આશા છે. જેની પાછળ ક્રૂડના ભાવમાં નરમાઈ, IT સેક્ટરને ટેકો, વૈશ્વિક બજારોમાં સુધારા સહિતનાં સંભવિત કારણો છે.

5 ઑક્ટોબરે સૂચકાંકો Sensex અને Niftyમાં સકારાત્મક શરૂઆતના સંકેત દર્શાવે છે. 5 ઑક્ટોબરે સૂચકાંકો Sensex અને Niftyમાં સકારાત્મક શરૂઆતના સંકેત દર્શાવે છે. સેન્સેક્સ 431 પોઈન્ટ વધી 72340.95 સાથે 0.60% પર ખુલ્યો છે. નિફ્ટી 110.45 પોઈન્ટ વધી 22532.40 સાથે 0.49% પર ખુલ્યો છે. સવારે 7:47 વાગ્યે GIFT Nifty 143 પોઇન્ટ વધીને 22,633.50 હતો. મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ 570.59 પોઈન્ટ ઘટી 71909.70 બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી50 198.50 પોઈન્ટ ઘટાડા સાથે 22421.95 પર બંધ રહ્યો છે. બાદમાં માર્કેટ બંધ થવાનાં સમયે સેન્સેક્સમાં અંદાજીત 500 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. જોકે, રોકાણકારોનાં રૂપિયા 4.97 કરોડ ડૂબી ગયા છે. ક્રૂડમાં નરમાઈ અને વૈશ્વિક બજારોની તેજી સેન્ટિમેન્ટને ટેકો આપી શકે છે. ભારતીય શેરબજાર છેલ્લા સપ્તાહે સતત નેગેટિવ રહેતા રોકાણકારોમાં આજે પોઝિટિવ ખુલવાની આશા છે. જેની પાછળ ક્રૂડના ભાવમાં નરમાઈ, IT સેક્ટરને ટેકો, વૈશ્વિક બજારોમાં સુધારા સહિતનાં સંભવિત કારણો છે.
1. ક્રૂડના ભાવમાં નરમાઈ
બ્રેન્ટ ક્રૂડ 0.34% ઘટીને 101.90 ડોલર અને WTI 0.68% ઘટીને 90.49 ડોલર પ્રતિ બેરલ થયું. અહેવાલ મુજબ, G7ના ઇમરજન્સી ભંડારમાંથી તેલ છોડવાના નિર્ણયથી પુરવઠાને ટેકો મળ્યો છે.
2. Accentureથી IT સેક્ટરને ટેકો
મજબૂત પરિણામો અને આવકવૃદ્ધિના અનુમાન બાદ Accentureના શેરમાં 22%નો ઉછાળો આવ્યો. Infosys અને Wiproના ADR પણ 6–7% વધ્યા.
3. વૈશ્વિક બજારોમાં સુધારો
નબળા અમેરિકન રોજગાર આંકડા પછી ફેડના વ્યાજદર વધારાની અપેક્ષા ઘટી. જાપાનનો Nikkei શરૂઆતમાં 2% વધ્યો હતો.
4. HDFC Bankની જાહેરાત
અનુપ બાગચીની નવા CEO તરીકે નિમણૂક બાદ HDFC Bankના ADRમાં લગભગ 5%ની તેજી આવી.
આ પણ વાંચો: FPI રોકાણ: વિદેશી રોકાણકારો શું જોઈને નાણાં મૂકે છે? SEBI ચીફે સમજાવ્યું નેટ રિટર્નનું મહત્વ
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See more- શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
- Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
- NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
- Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા
Economy
See more- ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
- મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

